/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Prachand-Light-Combat-Helicopter.jpg)
ભારતીય વાયુસેના એચએએલને 156 પ્રચંડ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરનો ઓર્ડર આપશે (તસવીર - એએનઆઈ)
Prachand Helicopters : ભારતીય વાયુસેના એચએએલને 156 પ્રચંડ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરનો ઓર્ડર આપશે. આ હેલિકોપ્ટરને ચીન અને પાકિસ્તાનની સરહદ પર તૈનાત કરવામાં આવશે. વિશ્વના સૌથી ખરાબ હવામાનની સ્થિતિ અને વિસ્તારમાં ટ્રાયલ કર્યા બાદ સેનાએ છેલ્લા 15 મહિનામાં આમાંથી 15 હેલિકોપ્ટરને પોતાના બેડામાં સામેલ કરી લીધા છે.
વરિષ્ઠ રક્ષા અધિકારીઓએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે મુખ્ય સેવા તરીકે ભારતીય વાયુસેનાએ સંયુક્ત અધિગ્રહણ મામલાના રૂપમાં તરીકે વધુ 156 પ્રચંડ હેલિકોપ્ટર ખરીદવાનો પ્રસ્તાવ સરકાર સમક્ષ મૂક્યો છે, જેને ટૂંક સમયમાં મંજૂરી મળે તેવી સંભાવના છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે લગભગ 100 વધુ હળવા લડાયક વિમાન માર્ક 1એ ખરીદવાના ઇરાદા વિશે વાત કરી હતી.
આ પરિયોજનાઓ પર કુલ કિંમત 1.5 લાખ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ આવશે. 156 હેલિકોપ્ટરમાંથી 66 ભારતીય વાયુસેના દ્વારા સામેલ કરવામાં આવશે જ્યારે બાકીના 90 હેલિકોપ્ટર ભારતીય સેનાને પહોંચાડવામાં આવશે. પ્રચંડનું એચએએલ દ્વારા વિસ્તૃત પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેણે ભારતીય વાયુસેનાની સંપૂર્ણ ભારતીય ડિઝાઇન, વિકસિત અને ઉત્પાદિત શસ્ત્ર પ્રણાલીની જરૂરિયાતને પૂર્ણ કરી છે.
આ પણ વાંચો - રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : વસુંધરા રાજેને સાઇડલાઇન કરી રહી છે પાર્ટી? ભાજપ સામે શું છે પડકાર
આ લડાકુ હેલિકોપ્ટરને રણપ્રદેશ અને ઊંચાઈવાળા બંને વિસ્તારોમાં કામ કરવા માટે ભારતીય સશસ્ત્ર દળોની જરૂરિયાતો અનુસાર બનાવવામાં આવ્યા છે. પ્રચંડ દુનિયાનું એકમાત્ર એવું લડાકુ હેલિકોપ્ટર છે જે 5,000 મીટર (16,400 ફીટ)ની ઊંચાઇએ ઉતરી શકે છે અને ઉડાન ભરી શકે છે. તેથી તેને સિયાચીન ગ્લેશિયર અને પૂર્વી લદ્દાખના ઉંચાઇવાળા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે.
આ હેલિકોપ્ટર એર-ટુ-ગ્રાઉન્ડ અને હવાથી હવામાં માર કરનારી મિસાઇલો પણ ફાયર કરવા સક્ષમ છે અને દુશ્મનની એર ડિફેન્સ કામગીરીને નષ્ટ કરી શકે છે. તે નવી હવાથી જમીન પરની મિસાઇલોથી પણ સજ્જ થવા જઇ રહ્યું છે જે ઉંચાઇ પર તેમજ અન્ય વિસ્તારોમાં દુશ્મનના અડ્ડાઓને નષ્ટ કરી શકે છે. લશ્કરી જરૂરિયાતોને પહોંચી વળવા માટે સેવાઓમાં આ હેલિકોપ્ટરની સંખ્યા 300થી વધુ હોવાની ધારણા છે અને ટૂંક સમયમાં નિકાસ બજારોમાં ખરીદદારો મળવાની પણ અપેક્ષા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us