indian citizenship Foreign ministry of india : ભારતીયોમાં વિદેશમાં જઈને વસવાનો ક્રેઝ વધી રહ્યો છે. વિદેશમાં જઇને પૈસા કમાવવા એ અત્યારના યુવાનોનું સપનું બની ગયું હોય એમ લાગી રહ્યું છે ત્યારે વિદેશ મંત્રાયલ દ્વારા એક ચોંકાવનારા આંકડા જણાવ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે એક પ્રશ્નના લેખિત જવાબમાં જાણકારી આપતા જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં 16 લાખ લોકોએ પોતાની ભારતીય નાગરિક્તા છોડી દીધી છે.
જેમાં વેપાર, નોકરી અને અભ્યાસ માટે વિદેશ જઇને ત્યાંની નાગરિક્તા લેવા પર ભારતીય નાગરિક્તા જાતે જ રદ્દ થઈ જાય છે. ગત 12 વર્ષમાં અમેરિકાની નાગરિક્તા લેવાની સંખ્યામાં સૌથી વધારે વધારો થયો છે. ભારતીય બંધારણ બેવડી નાગરિક્તા રાખવાની મંજૂરી આપતી નથી. ભારતીય નાગરિક્તા અધિનિયમ 1955 અંતર્ગત ભારતના નાગરિક રહેતા તમે બીજા દેશની નાગરિક્તા અપનાવી શકો નહીં.
જો કોઈ વ્યક્તિ ભારતની નાગરિક્તા રાખતા બીજા દેશની નાગરિક્તા લે છે તો અધિનિયમની કલમ નવ અંતર્ગત તેની નાગરિક્તા ખતમ થઈ શકે છે. અભ્યાસ, નોકરી, વેપાર માટે વિદેશમાં જઇને વસનારા લોકોની સંખ્યા વધી છે.
વિદેશ મંત્રીએ રાજ્યસભામાં વર્ષાવાર ભારતીય નાગરિક્તા છોડનાર ભારતીયોની સંખ્યાનું વિવરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,
વર્ષ પ્રમાણે ભારતીય નાગરિક્તા છોડવાની સંખ્યા
વર્ષ સંખ્યા 2011 1,22,819 2012 1,20,923 2013 1,31,405 2014 1,29,328 2015 1,31,489 2016 1,41,603 2017 1,33,049 2018 1,34,561 2019 1,44,017 2000 85,256 2021 1,63,370 2022 2,25,620
જયશંકરે એ 135 દેશોની યાદી ઉપલબ્ધ કરાવી છે જેની નાગરિક્તા ભારતીયોએ મેળવી છે. સરકારી આંકડા પ્રમાણે 2021માં ભારતીય નાગરિક્તા છોડનાર ભારતીયોની સંખ્યા સૌથી વધારે છે. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની નાગરિક્તા લેનારની સંખ્યા સૌથી વધારે રહી છે. બીજા નંબર પર ઓસ્ટ્રેલિયા રહ્યું છે જ્યાં 23,533 ભારતીયોએ નાગરિક્તા લીધી છે.
આ પણ વાંચોઃ- Today history 10 February : આજનો ઇતિહાસ 10 ફેબ્રુઆરી, ગાંધીજી એ કાશી વિદ્યાપીઠની સ્થાપના કરી
આ યાદીમાં ત્રીજા સ્થાન ઉપર કેનાડા રહ્યું છે. જ્યાં 21,597 ભારતીયોને નાગરિક્તા લીધી અને ચોથા નંબરે ઇંગ્લેન્ડ રહ્યું હતું. 14,637 ભારતીય નાગરિક્તા લીધી. જ્યાં નાગરિક્તા લેનાર ભારતીયોની સંખ્યા ઓછી થઇ રહી છે. એવા દેશ છે જે ઇટાલી 5,986, ન્યૂઝીલેન્ડ 2643, સિંગાપુર 2516, જર્મની 2381, નેધરલેન્ડ 2187, સ્વીડન 1841 અને સ્પેન 1595 છે.
ભારતીય નાગરિક્તા છોડવા માટે આ છે મુખ્ય ત્રણ કારણ
ભારતીય નાગરિક્તા છોડનારનાર લોકોની મુખ્ય ત્રણ કારણોમાં અભ્યાસ, નોકરી અને વેપાર છે. આ ઉપરાંત કેટલીક હદ સુધી રહેણી-કરણીના સ્તરને લઇને પણ લોકોએ વિદેશમાં નાગરિક્તા મેળવી છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા તરફ નજર રાખવાનું કારણે રહેણીકરણી પણ છે.
વિદેશ ગયા પછી 60 ટકાથી વધારે વિદ્યાર્થીઓ ભારત આવતા નથી
અભ્યાસ અંગે વાત કરીએ તો વર્ષ 2020ની તુલનાએ 2021માં અમેરિકા જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 10 ટકાથી પણ વધારે વધારો થયો છે. એક રિપોર્ટ પ્રમાણે વિદેશ જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 60 ટકાથી વધારે યુવાનો દેશમાં પરત ફરતા નથી.





