India Canada Row : છેલ્લા 5 વર્ષમાં ભારતીય નાગરિકતા છોડનારા 20 ટકા કેનેડાના નાગરિક બન્યા, જાણો ભારતીયોનો સૌથી પસંદગીનો દેશ કયો?

Indian Citizenship Surrender : ખાલિસ્તાની આતંકીઓની હત્યા મામલે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં ભારતીય નાગરિકતા છોડનારા 20 ટકા લોકોએ કેનેડાના નાગરિક બન્યા છે

Indian Citizenship Surrender : ખાલિસ્તાની આતંકીઓની હત્યા મામલે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં ભારતીય નાગરિકતા છોડનારા 20 ટકા લોકોએ કેનેડાના નાગરિક બન્યા છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
India Canada Row | Indian Citizenship Surrender | india canada relations | Canada citizenship | indian citizenship | US Visa | Canada pr visa

કેનેડાની નાગરિકતા લેનારા લોકોની સંખ્યા વધી રહી છે. (એક્સપ્રેસ ફોટો)

Indian Citizenship Surrender And US Visa, Canadian Citizens : ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો દિવસેને દિવસે વણસી રહ્યા છે. પરંતુ કેનેડાની નાગરિકતા લેનારા ભારતીયોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. જાન્યુઆરી 2018 થી જૂન 2023 ની વચ્ચે 8 લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી, માંથી લગભગ 20 ટકા એટલે કે 1 લાખ 60 હજાર લોકોએ કેનેડાની નાગરિકતા લીધી છે. વિદેશ મંત્રાલયે આ આંકડા આપ્યા છે.

Advertisment

અમેરિકામાં સૌથી વધુ ભારતીયો

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ઇન્ડિયન ઈમિગ્રન્ટ્સ માટે અમેરિકા પછી કેનેડા બીજા નંબરનું સૌથી પસંદગીનું સ્થળ છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા ત્રીજા અને યુકે ચોથા સ્થાને છે.

એક અહેવાલમાં જણાવાયું છે કે, 5 વર્ષની અંદર એકંદરે લગભગ 8.4 લાખ ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી અને 114 વિવિધ દેશોના નાગરિક બન્યા, જેમાંથી 58 ટકા ભારતીયોએ અમેરિકા અથવા કેનેડા પસંદ કર્યુ છે. મહામારીને કારણે 2020માં ભારતીય નાગરિકતા સરેન્ડર કરવાની સંખ્યામાં ઘટાડો થયો હતો. ત્યારબાદ પછી આ સંખ્યા 2018માં 1.3 લાખથી વધીને 2022માં 2.2 લાખ થઈ ગઈ. વર્ષ 2023ના પ્રથમ છ મહિનામાં 87,000 થી વધુ ભારતીયોએ વિદેશી નાગરિકતાનો વિકલ્પ પસંદ કરી છે.

કોંગ્રેસના લુધિયાણાના સાંસદ રવનીત બિટ્ટુએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ તણાવ વચ્ચે કેનેડામાં ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, "કેનેડામાં છ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તેમાંથી ઘણાએ કાયમી નિવાસ એટલે કે પીઆર માટે અરજી પણ કરી છે. વધતા તણાવને કારણે તે ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા પ્રક્રિયામાં વિલંબ અથવા મુશ્કેલીઓ આવી શકે છે, જેઓ કેનેડામાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહ્યા છે અથવા જેઓ વિઝા એક્સ્ટેંશન માંગે છે."

Advertisment

આ પણ વાંચો | જો ટ્રુડો સ્માર્ટ બનવાનું બંધ નહીં કરે તો મોદી સરકાર 68000 કરોડ નો સીધો ઝટકો આપી શકે છે

રવનીત બિટ્ટુએ પીએમ મોદીને કેનેડામાં વિદ્યાર્થીઓની સુરક્ષાની ખાતરી કરવા વિનંતી કરી. ટ્રિબ્યુનના એક અહેવાલમાં પંજાબની એક વિદ્યાર્થીની મનપ્રીત કૌરે જણાવ્યું કે તે હાલમાં ટોરોન્ટોમાં વર્ક પરમિટ પર છે. તેણે કહ્યું, "મારી ભાભી, કેનેડિયન નાગરિક છે, તે ગર્ભવતી માતા છે. મારી માતા કેનેડામાં અમારી મુલાકાત લેવાનું વિચારી રહી હતી અને તેણે ભારત માટે વિઝા માટે અરજી કરી દીધી હતી. જો કે, વર્તમાન પરિસ્થિતિને જોતા હવે કાર્યવાહીના આગળના પગલા વિશે અમને કોઈ માહિતી નથી.

કેનેડા ટ્રેન્ડિંગ ન્યૂઝ india politics વિશ્વ