/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Indian-navy-operation.jpg)
ભારતીય નૌ સેનાનું એન્ટી પાઈરેસી ઓપરેશન - Photo - ANI
Indian navy Anti-piracy Operation, ઇન્ડિયન નેવી ઓપરેશન : ભારતીય નૌસેનાએ 24 કલાકમાં બીજું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. હવે ઇન્ડિયન નેવીએ સોમાલિયાના 11 ચાંચિયાઓના ચુંગાલમાંથી પાકિસ્તાનના 19 નાગરિકોને બચાવ્યા છે. મંગળવારે ભારતીય નૌકાદળે માહિતી આપી હતી કે તેના જહાજ સુમિત્રાન એફવી નૈમી (માછીમારી જહાજ) પર લૂંટનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Indian-navy-operation-1.jpg)
ઇન્ડિયન નેવીના જાબાજોએ અહીં એન્ટી પાઈરેસી ઓપરેશન ઇસ્ટ કોસ્ટ ઓફ સોમાલિયાને અંજામ આપ્યું હતું. આ અગાઉ ભારતીય નૌકાદળે એફવી ઈમાન પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને ભારતીય નૌસેનાએ પાક નાગરિકોને બચાવ્યા.
INS Sumitra, Indian Navy’s indigenous Offshore Patrol Vessel had been deployed for Anti-Piracy and Maritime Security Operations East of Somalia and Gulf of Aden. The warship on PM 28 Jan 24 had responded to a distress message regarding hijacking of an Iranian flagged Fishing… pic.twitter.com/gOrMFVVCOa
— ANI (@ANI) January 30, 2024
INS સુમિત્રા અદનની ખાડીમાં તૈનાત છે
INS સુમિત્રા અદનની ખાડીમાં અને સોમાલિયાના પૂર્વમાં ચાંચિયાગીરી અને દરિયાઈ સુરક્ષાની કાર્યવાહી માટે તૈનાત છે. સોમવારે, તેણે એફવી ઈમાનને ચાંચિયાઓથી મુક્ત કર્યું હતું. ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળે ફરી એકવાર તમામ દરિયાઈ ખતરા સામે પગલાં લેવા પ્રદેશમાં તેની પ્રતિબદ્ધતા સાબિત કરી છે જેથી સમુદ્રમાં તમામ ખલાસીઓ અને જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us