Shaju Philip : કતરે સોમવારે જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ પૂર્વ ભારતીય નૌકાદળના જવાનોને મુક્ત કર્યા છે. આ પહેલા સરકારના હસ્તક્ષેપ બાદ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીઓની મૃત્યુદંડની સજાને જેલની સજામાં ફેરવી દીધી હતી. જે પછી સાત ભારતીયો સ્વદેશ પરત ફર્યા હતા.
કતરના શેખના આદેશ પર ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા આઠ ભારતીયોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. અપીલ બાદ ફાંસીની સજાને 5થી 25 વર્ષની જેલની સજામાં ફેરવી દેવામાં આવી હતી. બીજી અપીલ પર સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન શેખના આદેશથી તેને છોડી મૂકવામાં આવ્યા હતા. કતરથી પરત સ્વદેશ પરત ફરેલા ભારતીય નૌકાદળના પૂર્વ નાવિક રાગેશ ગોપકુમારે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે વિદેશ મંત્રી એસ જયશંકરે તેમની પત્નીઓને ફોન કરીને કહ્યું હતું કે તેઓ અમને પાછા લાવશે.
‘અચાનક બેગ પેક કરવાનું કહેવામાં આવ્યું હતું’
સેલેર જણાવ્યું કે તેને અને અન્ય નાવિકોને તેમને છોડી મુકવાની કોઈ સૂચના ન હતી નથી અને અચાનક તેમને પેક અપ કરવાનું કહેવામાં આવ્યું હતું. 41 વર્ષીય રાગેશ એ આઠ નાવિકોમાંથી એક છે જેમને કતરે છોડી મુક્યા હતા તિરુવનંતપુરમના બલરામપુરમના વતની રાગેશે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે અમને જેલમાંથી મુક્ત થવાની આશા હતી, પરંતુ તે ક્યારે થશે તેનો અમને કોઈ ખ્યાલ ન હતો. અચાનક જેલના અધિકારીઓએ અમને સામાન પેક કરવા કહ્યું હતું. અમને બધાને કતરમાં ભારતીય રાજદૂતને સોંપવામાં આવ્યા હતા. તે અમને બધાને તેમના નિવાસસ્થાને લઈ ગયા હતા.
પીએમ મોદીએ કતરના નિર્ણય અંગે રાજદૂતને સીધી જાણકારી આપી
રાગેશે કહ્યું કે તેમને કહેવામાં આવ્યું હતું કે રાજદૂતને પણ 20 મિનિટ પહેલા ઘટનાક્રમ વિશે જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમને જાણવા મળ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કતરના નિર્ણય વિશે રાજદૂતને સીધી જાણ કરી હતી. અમને આગામી ફ્લાઇટમાં ભારત પાછા મોકલવામાં આવ્યા. ડેપ્યુટી એમ્બેસેડર અમને એરપોર્ટ પર લઈ ગયા હતા.
આ પણ વાંચો – અબુધાબીમાં પીએમ મોદીએ કહ્યું – મંદિર સાંપ્રદાયિક સૌહાર્દ અને વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે
કતરમાં કેદના સમયને યાદ કરતા રાગેશે જણાવ્યું હતું કે શરૂઆતમાં તેમને અલગ સેલમાં રાખવામાં આવ્યા હતા પરંતુ બાદમાં રાજદૂતના હસ્તક્ષેપ બાદ એક સેલમાં બે લોકોને મંજૂરી આપવામાં આવી હતી. રાગેશે કહ્યું કે અમે શરૂઆતમાં અમારા પરિવારોને જાણ કરી શક્યા નહીં, અમે બધા તુટી ગયા હતા. જોકે એક મહિના પછી અમને ઘરે ફોન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પછી વધુ કોલ કરવાની છૂટ આપવામાં આવી હતી. એમ્બેસેડર વિપુલ અમારી મુલાકાતે આવતા હતા, જેના કારણે અમને આશા મળતી હતી.
રાગેશ 15 વર્ષની સેવા બાદ 2017માં ભારતીય નૌકાદળમાંથી સેલર તરીકે નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેમણે અલ દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ અને કન્સલ્ટન્સી સર્વિસીસમાં નોકરી માટે અરજી કરતા પહેલા કેરળ વોટર ઓથોરિટી સાથે કરાર પર કામ કર્યું હતું. તેમણે કહ્યું કે તે એક સારી ઓફર હતી અને મેં તેને સ્વીકારી લીધી હતી.
વિદેશ મંત્રી જયશંકરે પત્નીઓને આપી હતી ખાતરી
ભારતીય નૌકાદળના આ લોકોની ઓગસ્ટ 2022માં ધરપકડ કરવામાં આવી હતી. રાગેશને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને જ્યારે તે મુક્ત થયા ત્યારે દોઢ વર્ષની જેલની સજા પૂરી કરી લીધી હતી. તેમણે કહ્યું કે અમને ફાંસીની સજા સંભળાવ્યાના એક દિવસ પછી કેન્દ્રીય મંત્રી એસ જયશંકરે અમારી પત્નીઓને દિલ્હી બોલાવી હતી. તેમણે તેમને ખાતરી આપી હતી કે અમને ઘરે પાછા લાવવામાં આવશે. તેમણે અમારી પત્નીઓને કહ્યું હું તેમને પાછા લાવીશ. હું તેમની મુક્તિ માટે વિનંતી કરવા પણ તૈયાર છું.