scorecardresearch

ભારતીય વડા પ્રધાનની જીવનશૈલી: વાજપેયી, ઈન્દિરા ગાંધી, નરસિમ્હા રાવથી લઈ નરેન્દ્ર મોદી, ખાવાનો કોને કેવો શોખ?

Indian Prime Minister Lifestyle : ભારતીય વડા પ્રધાનની જીવનશૈલી અને ખાવાના શોખ (food habit) ની વાત કરીએ તો પ્રથમ નામ અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) નું નામ આવે, ત્યારબાદ ઈન્દીરા ગાંધી (Indira Gandhi), નરેન્દ્ર મોદી (Narendra Modi) પણ ખાવાના શોખીન, નરસિમ્હા રાવે (Narasimha Rao) વિદેશમાં સાથે રસોઈયો લઈ જવાની શરૂઆત કરી.

ભારતીય વડા પ્રધાનની જીવનશૈલી: વાજપેયી, ઈન્દિરા ગાંધી, નરસિમ્હા રાવથી લઈ નરેન્દ્ર મોદી, ખાવાનો કોને કેવો શોખ?
ભારતીય વડાપ્રધાન જીવનશૈલી અને ખાવાનો શોખ

Indian Prime Minister Lifestyle : ખાવા-પીવા વિશે વાત કરવી અને પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ ન થાય તે શક્ય નથી. અટલ બિહારી વાજપેયી ખાવાના ખૂબ જ શોખીન હતા (Atal Bihari Vajpayee Food Habit). તેમને જેટલું શાકાહારી ગમતુ, એટલું જ નોન-વેજ પણ પસંદ હતુ. વાજપેયીએ પોતાનો ખાવા-પીવાનો શોખ ક્યારેય છુપાવ્યો ન હતો. તેમને ચાઈનીઝ પણ ખૂબ પસંદ હતુ. દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાશ 2માં એક ચાઈનીઝ રેસ્ટોરન્ટ તેમની પ્રિય હતી. પીએમ બનતા પહેલા અવારનવાર ત્યાં જતા હતા. જેએનયુના પૂર્વ પ્રોફેસર અને ફૂડ પરના અનેક પુસ્તકના લેખક પ્રો. પુષ્પેશ પંત તેમના બીબીસી હિન્દીના એક લેખમાં લખે છે કે, વાજપેયી ઉત્સાહથી મા-માછલી ખાતા હતા.

અટલ બિહારી વાજપેયીઃ ભોપાલની મદીના હોટલના માલિક બડે મિયાં કહે છે કે, વાજપેયી (Atal Bihari Vajpayee) મુર્ગ મુસલમ ખૂબ પસંદ કરતા હતા અને ઘણીવાર તેને પેક કરીને દિલ્હી મોકલતા હતા. અટલ બિહારી વાજપેયી મીઠાઈના પણ ખૂબ શોખીન હતા. પેડા, ઠગ્ગુના લાડુ મનપસંદ હતા. તેમને ઠંડાઈ પણ ગમતી. વાજપેયીના દરબારમાં ડાઈનીંગ ટેબલ પર અવારનવાર મેળાવડો થતો હતો. વરિષ્ઠ પત્રકાર વીર સંઘવી તેમની પ્રખ્યાત કોલમ રૂડ ફૂડ બાય વીર સંઘવીમાં લખે છે કે, અટલ બિહારી વાજપેયી જ્યારે પણ વિદેશ પ્રવાસ પર જતા ત્યારે તેઓ કેટલાક પત્રકારોને તે શહેરની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જમવા લઈ જતા હતા.

વીર સંઘવી લખે છે કે, કેટલાક લોકો એવું પણ કહે છે કે અટલ બિહારી વાજપેયી જ હતા જેમણે વિદેશ પ્રવાસ પર પોતાના રસોઇયાને સાથે લઇ જવાની પરંપરા શરૂ કરી હતી, પરંતુ આ બિલકુલ સાચું નથી. આની શરૂઆત વાજપેયી પહેલા નરસિમ્હા રાવે કરી હતી. અટલ બિહારી વાજપેયી તાજ ગ્રૂપના તમામ પ્રખ્યાત રસોઇયા – સતીશ અરોરા, હેમંત ઓબેરોય, આનંદ સોલોમન અને જુલિયા કરમનને વિદેશી પ્રવાસો પર તેમની સાથે લઈ જતા હતા.

અટલ બિહારી વાજપાયીને વેજ અને નોનવેજ બંને પસંદ હતુ – (એક્સપ્રેસ ફોટો – પ્રવિણ જૈન)

ઈન્દિરા ગાંધી (Indira Gandhi) : પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પણ ખાવાના ખૂબ શોખીન હતા. ઘણીવાર તે તેમના મિત્રો અને નજીકના લોકોને ડિનર માટે આમંત્રિત કરતા હતા. ઈન્દિરા ગાંધીના જીવનચરિત્રમાં લેખક પુપુલ જયકરે પૂર્વ વડાપ્રધાનના આહાર સાથે જોડાયેલી તમામ વાતોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, કેવી રીતે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી કેવિઅર (Caviar)ખાવાનું ખૂબ પસંદ કરતા હતા. કેવિઅર એ માછલીના ઇંડાનો એક પ્રકાર છે, જે અમુક માછલીઓમાં જ જોવા મળે છે. તેની ગણતરી વિશ્વના સૌથી મોંઘા ખોરાક (high priced food) માં થાય છે.

પુપુલ જયકર લખે છે કે, એકવાર ઈન્દિરા ગાંધીએ તેમને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. તે દિવસે ભોજનમાં કેવિઅર પણ સર્વ કરવામાં આવ્યું હતું, ત્યારે મોસ્કોમાં ભારતના રાજદૂતે પીએમને મોકલ્યું હતું.

નરસિમ્હા રાવઃ પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ (Narasimha Rao) પણ ખાવાના શોખીન હતા. તેમને ઉપમા ખાવાનો ખુબ શોખ હતો. તેઓ તેમના મનપસંદ રસોઇયાને વિદેશ પ્રવાસ પર લઈ જતા હતા, જેથી તેઓ ત્યાં તેમની પસંદગી મુજબ ઉપમા બનાવી શકે.

એચડી દેવગૌડાઃ પૂર્વ પીએમ એચડી દેવગૌડા (HD Deve Gowda) ને ખાવાપીવામાં ખાસ રસ નહોતો. સંઘવી લખે છે કે, એકવાર મેં તેમની સાથે રેસકોર્સ રોડ પર નાસ્તો કર્યો હતો. વાતચીત પરથી જાણવા મળ્યું કે, તેમને ખાવા-પીવામાં ખાસ રસ નથી. હું તેમને ત્યારથી ઓળખું છું જ્યારે તેઓ વડાપ્રધાન ન હતા. એકવાર અમે બેંગ્લોરની તાજ વેસ્ટ એન્ડ હોટલમાં મળ્યા. તે સતત રૂમ સર્વિસ પાસેથી કારમેલ કસ્ટર્ડ માંગતા હતા.

ડૉ.મનમોહન સિંહઃ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ (Dr Manmohan Singh) ને પણ ભોજનમાં ખાસ રસ નહોતો. વીર સંઘવીના જણાવ્યા અનુસાર ડૉ.મનમોહન સિંહ ડાયાબિટીસના દર્દી છે અને તેમને અનેક વસ્તુથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. જો કે વાજપેયીને પણ ડોક્ટરો દ્વારા આવુ કહેવામાં આવતુ હતુ, પરંતુ તેઓ ડોકટરોની વાત સાંભળતા ન હતા. સંઘવી લખે છે કે, મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન કેટરિંગ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન એર ઈન્ડિયાના ખાદ્યપદાર્થોની ગુણવત્તામાં પણ ઘણો ઘટાડો થયો હતો.

ઈન્દર કુમાર ગુજરાલઃ પૂર્વ પીએમ ઈન્દર કુમાર ગુજરાલ (Inder Kumar Gujral) પણ ખાવાના શોખીન હતા. સંઘવીના કહેવા પ્રમાણે, તેમણે 1980ના દાયકામાં એકવાર ગુજરાલનો ઈન્ટરવ્યુ લીધો હતો. પછી બોર્સિન ચીઝથી ભરપૂર બ્રેડની સ્લાઈસ સર્વ કરવામાં આવી, જે તે દિવસોમાં મોટી વાત હતી.

આ પણ વાંચોHealth benefits of dates: પુરુષો માટે લાભકારક છે પલાળેલી ખજુર,બીમારીઓથી દૂર રાખવામાં મદદરૂપ

પીએમ નરેન્દ્ર મોદીઃ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પણ ખાવાના શોખીન છે. તેમને શાકાહારી ખોરાક ગમે છે, ખાસ કરીને ગુજરાતી ભોજન. તેમાં પણ બાજરીના રોટલા, ખીચડી જેવી વાનગીઓ વધારે પસંદ કરવામાં આવે છે. એક આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે, પીએમ પોતાના ભોજનનો ખર્ચ પોતે જ ઉઠાવે છે. સંઘવીએ પુષ્ટિ કરી હતી કે, ‘મેં તમામ અધિકારીઓ સાથે વાત કરી અને મને કહેવામાં આવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખાવાના ખૂબ શોખીન છે’.

Web Title: Indian prime minister lifestyle vajpayee indira gandhi to narendra modi food habit

Best of Express