(અંજુ અગ્નિહોત્રી છાબા) ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની ધેલછા રાખનાર વિદ્યાર્થીઓ માટે લાલબત્તી સમાન એક ઘટના સામે આવી છે. હાયર એજ્યુકેશન અને ત્યાં સ્થાયી થવાની ઇચ્છા લઇને કેનેડા થયેલા લગભગ 700 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ એટલે નાછુટક દેશમાં પરત મોકલવામાં આવી શકે છે, કારણ કે આ વિદ્યાર્થીઓએ જે કોલેજમાં એડમિશન મેળવ્યું હતુ તે બોગસ હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે.
કેનેડા છોડવાની ફરજ પડશે
કેનેડામાં 700 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ તેમની કોલેજના એડમિશન ઑફર લેટર્સ, જેના આધારે તેઓ ત્રણ-ચાર વર્ષ પહેલાં સ્ટડી વિઝા પર ત્યાં પ્રવેશ મેળવ્યો હતો, તે નકલી હોવાનું બહાર આવ્યા બાદ દેશનિકાલનો સામનો કરી રહ્યા છે. આ ઓફર લેટર્સ કથિત રીતે તેમના એજન્ટ બ્રિજેશ મિશ્રાએ બનાવ્યા હતા જે બોગસ હતા, જેણે કેનેડા પહોંચ્યા બાદ અન્ય કોલેજોમાં તેમના એડમિશન અપાવવામાં મદદ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂરો કર્યો અને નોકરી મેળવી. તેઓએ પર્મેનન્ટ રેસિડેન્ટ (PR) માટે અરજી કરી ત્યારે આ કૌભાંડ બહાર આવ્યું છે. કેનેડિયન બોર્ડર સિક્યોરિટી એજન્સીએ બોગસ લેટર અંગે ચેતવણી ઉચ્ચારી છે.
આ રેકેટ કેવી રીતે ચાલે છે?
જ્યારે વિદ્યાર્થીઓએ આખરે અન્ય કોલેજોમાં પ્રવેશ મેળવ્યો ત્યારે તેમને બોગલ લેટર કેમ આપવામાં આવ્યા?
એજ્યુકેશન કન્સલ્ટન્સી/એજન્ટ શું કરે છે?
બ્રિજેશ મિશ્રા જે હાલ ભૂર્ગભમાં જતો રહ્યો છે, તે જલંધરમાં એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસીસ નામની કંપની ચલાવે છે અને વિદ્યાર્થી પાસેથી તેમના ડોક્યુમેન્ટની પ્રોસેસ માટે લાખો રૂપિયા ચાર્જ પેટે વસૂલે છે.
ઘણા વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 પછી અભ્યાસ વિઝા માટે અરજી કરે છે, ત્યારે એજન્ટ અથવા એજ્યુકેશન કન્સલ્ટન્સી ફર્મનો સંપર્ક કરે છે. તેઓ એજન્ટને તેમના એજ્યુકેશનના સર્ટિફિકેટ, IELTS ક્વોલિફિકેશન સર્ટિફિકેટ અને ફાઇનાન્સિયલ ડોક્યુમેન્ટ આપે છે. તેના આધારે કન્સલ્ટન્ટ દ્વારા એક ફાઇલ તૈયાર કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થાઓ અને અભ્યાસક્રમો માટે તેમની પસંદગીનો ઉલ્લેખ કરે છે. કન્સલ્ટન્સી કોલેજો અને અભ્યાસક્રમોની પસંદગી માટે વિકલ્પો પણ આપે છે.
મોટાભાગના વિદ્યાર્થીઓ સરકારી કોલેજો અને અમુક જાણીતી ખાનગી સંસ્થાઓ પસંદ કરે છે.
ત્યારબાદ કન્સલ્ટન્ટ વિદ્યાર્થીઓ વતી તેમની પસંદગીની કોલેજોમાં અરજી કરે છે. કૉલેજ તરફથી ઑફર લેટર મળ્યા પછી વિદ્યાર્થીએ ફી જમા કરાવવી જરૂરી છે. વિદ્યાર્થીઓ પાસેથી ફીના રૂપિયા પ્રાપ્ત કરીને એજન્ટ જે-તે કૉલેજને ચૂકવે છે અને પછી વિદ્યાર્થીઓને લેટર ઓફ એક્સેપ્ટન્સ (LoA) અને ફી જમા કરાવેલી રસીદ મળે છે. ઉપરોક્ત વિદ્યાર્થીઓને ગેરંટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (GIC) મેળવવું જરૂરી છે, જેમાં ત્યાં રહેવાના ખર્ચ અને એક વર્ષના એડવાન્સ પેમેન્ટનો સમાવેશ થાય છે.
આ દસ્તાવેજોના આધારે વિદ્યાર્થીઓના વિઝા માટે ઓનલાઈન અરજી કરવામાં આવે છે. ત્યારબાદ ફોરેન એમ્બેસી દ્વારા તેમના વિઝા મંજૂર અથવા નામંજૂર કરવામાં આવે તેની પહેલાં તેઓએ બાયોમેટ્રિક્સ માટે હાજર થવું પડે છે.
વિદ્યાર્થીઓને કેવી રીતે ખબર ન પડી કે તેમના ઓફર લેટર્સ બોગસ છે?
વિદ્યાર્થીઓને સર્વિસ આપતા કન્સલ્ટન્ટ્સ અને એજન્ટો રાજ્ય સરકારમાં રજિસ્ટર્ડ હોય છે. એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા સુત્રોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે તેમના એજન્ટો પર ભરોસો રાખતા હોવાથી તેમને આપેલા ઓફર લેટર અસલી છે કે કેમ તે તપાસવાની તસ્દી સુદ્ધા લેતા નથી.
ઉપરાંત, કેનેડા વિદ્યાર્થીઓને દેશમાં આવ્યા પછી કૉલેજ બદલવાની પરવાનગી આપે છે, તેથી એજન્ટે તેમને ફક્ત એટલું જ કહ્યું કે કોઈ ચોક્કસ કૉલેજમાં તેમનો પ્રવેશ “કેન્સલ” થયો છે, અથવા અન્ય કૉલેજ તેમના માટે વધારે સારી હોઈ શકે છે.
વિઝા આપતી વખતે એમ્બેસીની ભૂમિકા શું હોય છે?
નિષ્ણાંતોના મતે, કેનેડિયન એમ્બેસીના અધિકારીઓએ વિઝા આપતા પહેલા કોલેજોના ઑફર લેટર્સ સહિત તમામ જોડાયેલ દસ્તાવેજો કાળજીપૂર્વક તપાસવાની જરૂર છે.
અન્ય કોલેજોમાં પ્રવેશ શક્ય હતો ત્યારે શા માટે બોગસ ઓફર લેટર્સ કેમ બનાવ્યા?
નિષ્ણાંતોએ આ પાછળ બે મુખ્ય કારણો જણાવ્યા છે.
એક દાયકા પણ વધારે સમયથી વિદ્યાર્થીઓને કેનેડા મોકલતા એજ્યુકેશન કન્સ્લટન્ટે જણાવ્યું કે, મિશ્રાને જાણ હશે જ કે પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓના ઑફર લેટર્સની બહુ તપાસ થતી નથી. ” જો કે, એમ્બેસીનું કોઇ ચોક્કસ કોલેજ તરફથી મોટા પ્રમાણમાં ઇશ્યૂ કરાયેલા ઓફર લેટર તરફ ધ્યાન ન ગયું, તે આશ્ચર્યજનક બાબત છે, અહીંયા વિઝા જારી કરતા પહેલા ઘણી બધી તપાસ કરવામાં આવ છે.”
“બીજું કારણ એ છે કે જો કોઈ ચોક્કસ કૉલેજ ખૂબ જ પ્રતિષ્ઠિત હોય તો તેનો ઑફર લેટર અન્ય ખાનગી કૉલેજોની સરખામણીમાં વિઝા સક્સેસ રેટમાં વધારો કરે છે.”
કેનેડા પહોંચ્યા પછી કોલેજો બદલવા માટે વિદ્યાર્થીઓએ ઇમિગ્રેશન રેફ્યુજીસ અને સિટીઝનશિપ કેનેડા (IRCC) ને જાણ કરવી પડે છે, સાથે સાથે ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ (DLI), ID નંબર અને નવી કૉલેજનું નામ રજૂ કરવું પડશે, જે કામગીરી છેતરાયેલા વિદ્યાર્થીઓએ કરી દીધી હતી.