/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/India-G20-Presidency.jpg)
પીએમ મોદીએ G-20નો લોગો અને વેબસાઇટ લોન્ચ કરી (તસવીર - બીજેપી ટ્વિટર)
India’s G20 Presidency: ભારતના G-20 પ્રેસિડેન્સી લોગો અને વેબસાઇટના લોન્ચ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું ભારતની જી-20 અધ્યક્ષતાના ઐતિહાસિક અવસર પર દેશવાસીઓને અભિનંદન પાઠવું છું. ‘વસુધૈવ કુટુમ્બકમ’ વિશ્વ પ્રત્યે ભારતની કરુણાનું પ્રતિક છે. કમળ (Lotus)દુનિયાને એક સાથે લાવવામાં ભારતની સાંસ્કૃતિક વિરાસત અને વિશ્વાસને ચિત્રિત કરે છે. પીએમ મોદીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભારતના G-20 પ્રેસિડેન્સીનો લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું.
આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે ભારતે વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડના મંત્ર સાથે વિશ્વમાં અક્ષય ઉર્જા ક્રાંતિનું આહ્વાન કર્યું છે. ભારતે વન અર્થ, વન હેલ્થના મંત્ર સાથે વૈશ્વિક સ્વાસ્થ્યને મજબૂત કરવાનું અભિયાન શરુ કર્યું છે. હવે જી-20માં પણ અમારો મંત્ર વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર છે.
આ પણ વાંચો - મંડલથી આગળ વધીને લાભાર્થી પોલિટિક્સ પર બીજેપીનો ભાર, જાણો પીએમ નરેન્દ્ર મોદી કેવી રીતે વધારી રહ્યા છે રાજનીતિ કદમ
પીએમે કહ્યું કે અમારા આયુર્વેદ, અમારા યોગ જેને લઇને વિશ્વમાં એક નવો ઉત્સાહ અને વિશ્વાસ છે. અમે તેના વિસ્તાર માટે એક વૈશ્વિક વ્યવસ્થા બનાવી શકીએ છીએ.
The G-20 Summit in India in 2023 will reflect the spirit of वसुधैव कुटुंबकम…One Earth, One Family, One Future! pic.twitter.com/FVEPBOTKev
— Narendra Modi (@narendramodi) November 8, 2022
તેમણે કહ્યું કે આજે જ્યારે ભારત જી-20ની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે તો આ આયોજન આપણા માટે 130 કરોડ ભારતીયોની શક્તિ અને સામર્થ્યનું પ્રતિનિધિત્વ છે. G-20નો આ લોગો ફક્ત એક પ્રતિક ચિન્હ નથી આ એક સંદેશ છે, એક ,ભાવના છે, જે આપણી નસોમાં છે. આ એક સંકલ્પ છે જે આપણા વિચારમાં સામેલ રહ્યો છે. આ લોકો અને થીમ દ્વારા અમે એક સંદેશો આપ્યો છે. પીએમે કહ્યું કે યુદ્ધથી મુક્તિ માટે બુદ્ધના જે સંદેશ છે, હિંસાના પ્રતિરોધમાં મહાત્મા ગાંધીનું જે સમાધાન છે, G-20 દ્વારા ભારત તેમની વૈશ્વિક પ્રતિષ્ઠામાં નવી ઉર્જા આપી રહ્યું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/India-G20-Presidency1.jpg)
1 ડિસેમ્બરથી ભારત G-20ની અધ્યક્ષતા કરશે
1 ડિસેમ્બર 2022થી ભારત G-20ની અધ્યક્ષતા કરશે. ભારત માટે ઐતિહાસિક અવસર છે. મંગળવારે આ સંદર્ભમાં આ સમિટનો લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કરવામાં આવ્યું છે. G-20 એવો દેશોનું સમૂહ છે જેનું આર્થિક સામર્થ્ય વિશ્વની 85% GDPનું પ્રતિનિધિત્વ કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us