અમૃતસરથી અમદાવાદ આવતું વિમાન પાકિસ્તાનમાં પહોંચી ગયું, 31 મિનિટ પછી ભારતીય સરહદમાં પાછું ફર્યું

ઈન્ડિગો તરફથી જણાવવામાં આવ્યું કે ફ્લાઈટ 6 ઇ-645 અમૃતસરથી અમદાવાદ જઇ રહી હતી. પરંતુ ખરાબ હવામાનના કારણ તે અટારીથી પાકિસ્તાનમાં જતું રહ્યું હતું

ઈન્ડિગો તરફથી જણાવવામાં આવ્યું કે ફ્લાઈટ 6 ઇ-645 અમૃતસરથી અમદાવાદ જઇ રહી હતી. પરંતુ ખરાબ હવામાનના કારણ તે અટારીથી પાકિસ્તાનમાં જતું રહ્યું હતું

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
indigo Airlines, pakistan

લગભગ અડધા કલાક સુધી આ વિમાન પાકિસ્તાનના એરસ્પેસમાં ઉડતું રહ્યું હતું (પ્રતિકાત્મક તસવીર, (Express Photo))

IndiGo Airlines : ઇન્ડિગોની એક ફ્લાઇટ ખરાબ મોસમના કારણે ભટકીને પાકિસ્તાનના ગુજરાવાલામાં પહોંચી ગઇ હતી. વિમાન પંજાબના અમૃતસરથી અમદાવાદ જઇ રહ્યું હતું. લગભગ અડધા કલાક સુધી આ વિમાન પાકિસ્તાનના એરસ્પેસમાં ઉડતું રહ્યું હતું. પછી ભૂલની ખબર પડી તો વિમાન 31 મિનિટ બાદ ભારત પરત ફર્યું હતું.

Advertisment

ઈન્ડિગો તરફથી જણાવવામાં આવ્યું કે ફ્લાઈટ 6 ઇ-645 અમૃતસરથી અમદાવાદ જઇ રહી હતી. પરંતુ ખરાબ હવામાનના કારણ તે અટારીથી પાકિસ્તાનમાં જતું રહ્યું હતું. જ્યારે અમૃતસરના એટીસી (એર ટ્રાફિક કંટ્રોલ)ને આ વાતની જાણ થઇ તો પાકિસ્તાની અધિકારીઓનો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતો. આ પછી જ્યાં સુધી ફ્લાઈટ અમદાવાદ ન પહોંચી ત્યાં સુધી તેના તમામ રૂટનું ગંભીરતાથી ધ્યાન રાખવામાં આવ્યું હતું.

ડોન અખબારના અહેવાલ મુજબ ફ્લાઇટ રડાર અનુસાર 454 નોટની ઝડપે ઉડાન ભરી રહેલા ભારતીય વિમાને શનિવારે સાંજે લગભગ 7.30 વાગ્યે ઉત્તરી લાહોરમાં પ્રવેશ કર્યો હતો. પછી રાત્રે 8.08 મિનિટે ભારત પરત ફર્યું હતું. સિવિલ એવિએશન ઓથોરિટી (સીએએ)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ અસામાન્ય નથી કારણ કે ખરાબ હવામાન હોવાની સ્થિતિમાં કિસ્સામાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેની મંજૂરી હોય છે.

આ પણ વાંચો - કેજરીવાલે કહ્યું – અન્ય રાજ્યો માટે પણ આવો જ અધ્યાદેશ લાવવામાં આવશે

Advertisment

પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં શનિવારે સાંજે ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારના અહેવાલ મુજબ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના ત્રણ નજીકના જિલ્લાઓ હતા. જ્યાં લગભગ 29 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

મે મહિનામાં પાકિસ્તાનનું વિમાન ભટકીને ભારત આવી ગયું હતું

મે મહિનામાં પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ)નું એક વિમાન ભારતીય હવાઇ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું. તે લગભગ 10 મિનિટ સુધી ભારતીય સીમામાં રહ્યું હતું. ફ્લાઇટ પીકે 248 4 મે ના રોજ મસ્કટથી પરત ફરી રહ્યું હતું અને તે લાહોરના અલ્લામા ઇકબાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરવાનું હતું. જોકે ભારે વરસાદના કારણે બોઈંગ 777 વિમાનના પાયલટ માટે આવું કરવું મુશ્કેલ બની રહ્યું હતું.

પાકિસ્તાન ટ્રેન્ડિંગ ન્યૂઝ અમદાવાદ ગુજરાત દેશ