ઈન્ડિગો એરલાઈનના વિમાનમાં પાઈલટ સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. આ લડાઈ ત્યારે થઈ જ્યારે પાઈલટ ફ્લાઈટમાં વિલંબ અંગે જાહેરાત કરી રહ્યો હતો. આ લડાઈનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલો દિલ્હીથી ગોવા જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6E-2175 નો છે. મુસાફરની ઓળખ સાહિલ કટારિયા તરીકે થઈ છે. ઈન્ડિગોએ પેસેન્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને હાલમાં તપાસ ચાલી રહી છે.
ડીસીપી, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટે માહિતી આપી છે કે, કો-પાઈલટ અનુપ કુમારની ફરિયાદ પર, દિલ્હીથી ગોવા જઈ રહેલી ફ્લાઈટમાં કો-પાઈલટ સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરનાર મુસાફર સાહિલ કટારિયા વિરુદ્ધ આઈપીસીની કલમ 323/341 નોંધવામાં આવી છે. એરક્રાફ્ટ નિયમોની કલમ 290 અને 22 હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે.
કઈ માહિતી સામે આવી?
માહિતી આપતા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ડીસીપીએ જણાવ્યું કે, આ મામલે ફરિયાદ મળી છે અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટના દિલ્હીથી ગોવા જતી ઈન્ડિગોની ફ્લાઈટ (6E-2175) માં બની હતી, જ્યારે ધુમ્મસને કારણે ફ્લાઈટ કેટલાક કલાકો મોડી પડી હતી. હુમલો કરનાર મુસાફરનું નામ સાહિલ કટારિયા હોવાનું કહેવાય છે. ઇન્ડિગોએ પેસેન્જર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને હાલમાં સત્તાવાર કેસ નોંધવાની પ્રક્રિયામાં છે.
આ પણ વાંચો – મુંબઈ કનેક્ટિવિટીમાં માઈલસ્ટોન, બે કલાકને બદલે 20 મિનિટમાં મુસાફરી, આજે અટલ સેતુનું ઉદ્ઘાટન
ઘટના બાદ તરત જ પેસેન્જરને પ્લેનમાંથી બહાર કાઢીને અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું, “પાયલોટ અથવા કેબિન ક્રૂને વિલંબ સાથે શું લેવાદેવા છે? તેઓ માત્ર તેમનું કામ કરતા હતા. આ માણસની ધરપકડ કરો, અને તેને નો-ફ્લાય લિસ્ટમાં મૂકો. તેનો ફોટો પ્રકાશિત કરો, જેથી લોકોને તેના ખરાબ સ્વભાવ વિશે જાહેરમાં ખબર પડે.





