એક દેશ એક ચૂંટણી : 1970 સુધી લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાઇ, જાણો કોણે અને કેમ આ પરંપરા તોડી

One Nation One Election : વન નેશન વન ઇલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણી યોજવાનો મુદ્દે ઉઠ્યો છે. આઝાદી બાદ દેશમાં બે દાયકા સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાતી હતી. કોંગ્રેસના એક પૂર્વ વડાપ્રધાને આ પરંપરા તોડી દીધી.

Written by Ajay Saroya
February 25, 2024 14:18 IST
એક દેશ એક ચૂંટણી : 1970 સુધી લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાઇ, જાણો કોણે અને કેમ આ પરંપરા તોડી
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ વી વી ગિરી (જમણે) 18 માર્ચ, 1971ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ ઈન્દિરા ગાંધીને શપથ લેવડાવ્યા હતા. (Express Archives)

(વિકાસ પાઠક) One Nation One Election In India : ભારતમાં ફરી વન નેશન વન ઇલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણી યોજવાનો મુદ્દે ઉઠ્યો છે. આઝાદી બાદ દેશમાં બે દાયકા સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાતી હતી. કોંગ્રેસના એક પૂર્વ વડાપ્રધાને આ પરંપરા તોડી દીધી.

સ્વતંત્ર ભારતમાં ડિસેમ્બર 1951 અને ફેબ્રુઆરી 1952 વચ્ચે લોકસભા અને રાજ્ય વિધાનસભા બંને માટે પ્રથમ ચૂંટણીઓ યોજાઈ હતી. 1960ના દાયકાના અંત સુધી ચૂંટણી ચક્ર ચાલુ રહ્યું. આ સમયગાળા દરમિયાન, અસ્થિર બિન-કોંગ્રેસી રાજ્ય સરકારો પડવા લાગી. જેના કારણે પેટા ચૂંટણીઓ થઈ અને આમ લોકસભા અને રાજ્યોની સંયુક્ત ચૂંટણીની પેટર્ન તૂટી ગઈ.

પૂર્વ વડાપ્રધાને તારીખો એક વર્ષ માટે મોકૂફ રાખી હતી

અલબત્ત, તે 1997ની સામાન્ય ચૂંટણી હતી, જેની એક સાથે ચૂંટણીની જૂની પરંપરાઓને સંપૂર્ણ પણ તોડી દીધી. ચૂંટણી મૂળ રીતે 19972 માટે નિર્ધારિત હતી, પરંતુ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ચૂંટણી પર જનમત ઉભું કરવા ઉત્સુક હતી. તેમણે ચૂંટણીની તારીખોને સંપૂર્ણ એક વર્ષ આગળ વધારવાનું નક્કી કર્યું. તેથી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ચૂંટણીની તારીખે અલગ અલગ થઇ ગઇ કારણ કે ઘણી વિધાનસભાનો કાર્યકાળ તે સમયે સમાપ્ત થયો ન હતો.

એક સાથે ચૂંટણી યોજવાની સ્થિતિ પર પણ વિચાર કરવો જોઈએ

હવે જ્યારે સરકાર ફરી એકવાર તેના એક દેશ એક ચૂંટણી પ્રસ્તાવ સાથે એકસાથે ચૂંટણી કરાવવાનો પ્રયાસ કરી રહી છે અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિ વિવિધ હિતધારકોને મળી રહી છે, ત્યારે તે સંજોગોમાં એ પણ જોવાનું રહેશે કે દેશમાં દર પાંચ વર્ષે મોટી ચૂંટણી યોજવાની પ્રક્રિયા અટકી રહી છે.

કોંગ્રેસનું પતન

એશિયન સર્વે જર્નલમાં 1971ના એક પેપરમાં, અમેરિકન રાજકીય વૈજ્ઞાનિક માયરોન વેનરે 1967માં કોંગ્રેસનુ પ્રદર્શન ઘટી રહ્યું હોવાનું વર્ણન કર્યું હતું. તેમણે “દુષ્કાળનો સમયગાળો, ભાવ વધારો, બે યુદ્ધો, બે વડા પ્રધાનો (જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રી) ના મોત, ભ્રષ્ટાચાર અને રૂપિયાનું અવમૂલ્યન કરવાનો અપ્રિય નિર્ણય” નો ઉલ્લેખ કર્યો.

Rajya Sabha Election | Election Commission
ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભા ચૂંટણીની તારીખ જાહેરાત કરવામાં આવી (પ્રતિકાત્મક તસવીર)

એક અન્ય કારણ જેણે કોંગ્રેસની હારમાં મોટી ભૂમિકા હતી, તે 1963 બાદથી બિન – કોંગ્રેસી પક્ષો અને સમૂહ વચ્ચે કેટલીક ચતુરાઈભરી ચૂંટણી વ્યવસ્થા હતી. 1967માં ઉત્તર પ્રદેશમાં ગૌહત્યા પર રાષ્ટ્રીય પ્રતિબંધની માંગણી સાથે સંસદ સુધી સાધુઓની કૂચના દમ પર જનસંઘ 98 સીટો સુધી પહોંચી હતી.

ટૂંક સમયમાં, જનસંઘ, સમાજવાદીઓ, સ્વતંત્ર પાર્ટી અને સામ્યવાદીઓ જેવા વિરોધ પક્ષો દ્વારા રચાયેલી યુનાઇટેડ લેજિસ્લેટિવ પાર્ટી (SVD) સરકારો યુપી અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં સત્તા પર આવી. પરંતુ આ અને અન્ય અસ્થિર સરકારો, તેમના પોતાના વિરોધાભાસ અને કોંગ્રેસની તાકાતને કારણે, ટૂંક સમયમાં પડી ભાંગવા લાગી, જેનાથી હરિયાણા, બિહાર, નાગાલેન્ડ, પંજાબ,યુપી અને પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણીઓ યોજવા મજબૂત થવું પડ્યું.

જો કે, આ એક સાથે ચૂંટણી કાર્યક્રમમાં આ પ્રથમ અવરોધ હતો. 1971માં લોકસભાની ચૂંટણી યોજવાના ઈન્દિરા ગાંધીના નિર્ણયે આ વ્યવસ્થાને સંપૂર્ણપણે ખોરવી દીધી હતી.

1971 ની સામાન્ય ચૂંટણી

નેહરુ અને શાસ્ત્રીના અવસાન પછી જ્યારે ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી ત્યારે પાર્ટીમાં માત્ર પરંપરાઓ ખતમ થઈ એટલું જ નહીં, જૂના નેતાઓ પણ તેમને છૂટછાટ આપવા તૈયાર નહોતા. 1969માં ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસને વિભાજિત કરી અને સીપીઆઈ, ડીએમકે અને અન્યોના સમર્થનથી કોંગ્રેસના મોટા વર્ગ પર જીત મેળવીને અને તેમને સંસદમાં જાળવી રાખીને પક્ષની અંદર જૂથવાદને અસરકારક રીતે સમાપ્ત કર્યો.

તેમણે લોકપ્રિય વલણ અપનાવતા ડાબેરી તરફ ફંટાયા હતા, બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને વહીવટી આદેશ દ્વારા પૂર્વ રાજાને આપવામાં આવતા સાલિયાણા બંધ કરી દીધા. જ્યારે સર્વોચ્ચ અદાલતે રાજાઓના સાલિયાણા બંધ કરવાના નિર્ણયને ફગાવી દીધો, ત્યારે તેમણે તેમની નીતિઓના સમર્થન માટે લોકો પાસે જવાનું પસંદ કરીને લોકસભાનું વિસર્જન કરવાની માંગ કરી.

પોલિટિકલ સ્ટડીઝ જર્નલ માં 2010 માં પ્રકાશિત થયેલા એક એકેડેમિક પેપરમાં, કોનકોર્ડિયા યુનિવર્સિટીના કસાબા નિકોલેની લખે છે, “ જો કે કોંગ્રેસમાં ઈન્દિરા ગાંધીના વિરોધીઓએ ઘણા મુખ્ય રાજ્યોમાં પાર્ટી સંગઠનોને નિયંત્રિત કર્યા હોવાથી… તેમને એક ચૂંટણી ક્ષેત્ર બનાવવાની જરૂર હતી, જ્યાં રાષ્ટ્રીય મુદ્દાઓ અને તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ સ્થાનિક પક્ષના મશીનો પર આધાર રાખ્યા વિના સીધું ચૂંટણી સમર્થન મેળવી શકે છે.

અમેરિકન રાજકીય વૈજ્ઞાનિક અને લેખક લોયડ રુડોલ્ફે ડિસેમ્બર 1971માં એશિયન સર્વેમાં લખ્યું હતું કે, “શ્રીમતી ગાંધીનો ત્વરિત, બિન-બંધનકારી ચૂંટણીઓ યોજવાનો હેતુ તેમની નીતિઓ અને નેતૃત્વ પર રાષ્ટ્રીય લોકમત આપવાનો હતો.”

આ પણ વાંચો | મતદાન વખતે આંગળી પર લગાવવામાં આવતી શાહી ક્યાંથી આવે છે? ઈલેક્શન ઈંક રસપ્રદ ઈતિહાસ

વેનર લખે છે, વિરોધાભાસી રીતે વિરોધ પક્ષો એ મતદાતાઓને રાષ્ટ્રીય મુદ્દા તરફ વાળવાના ઇન્દિરા ગાંધીના પ્રયાસોમાં યોગદાન આપ્યું. શ્રી મતિ ગાંધીને મુખ્ય ટાર્ગેટ તરીકે પસંદ કરીને (અને કોઈ પણ રાષ્ટ્રીય નેતાને વિકલ્પ તરીકે રજૂ કર્યા વિના), તેમણે ઈન્દિરા ગાંધીના સમર્થકોના તેમને રાષ્ટ્રીય નેતા બનાવવાના પ્રયાસોને સમર્થન આપ્યું હતું. વાસ્તવમાં, 1971ની લોકસભાની ચૂંટણીમાં, કોંગ્રેસ એ તેના કેટલાક સહયોગીઓ સાથે મળીને વિરોધ પક્ષોના મહાગઠબંધનને હરાવ્યું અને 43 ટકા મતો સાથે 350 લોકસભા બેઠક હાંસલ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ