International Mother Language Day 2024, વિશ્વ માતૃભાષા દિવસ : આજે એટલે કે 21મી ફેબ્રુઆરીને સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’, ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષીયતાને પ્રોત્સાહન આપવા તેમજ માતૃભાષા વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. પરંતુ આ દિવસ પાછળનો ઈતિહાસ શું છે? છેવટે, યુનેસ્કોએ આ દિવસને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે શા માટે જાહેર કર્યો? વિશ્વમાં અને ભારત દેશમાં કેટલી ભાષા બોલાય છે? વેપાર અને દરેક ક્ષેત્રમાં આગળ ગુજરાતી લોકોની માતૃભાષા ગુજરાતી ભાષા સામે કેવા પડકાર છે એ વિશે અહીં આપણે જાણીશું.
વિશ્વ માતૃભાષા દિવસ : પાકિસ્તાની પોલીસનો પ્રદર્શન કારીઓ પર ગોળીબાર, યુનેસ્કોની શ્રદ્ધાંજલિ
ઉલ્લેખનીય છે કે 1952માં આ દિવસે ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કેટલાક સામાજિક કાર્યકરોએ તેમની માતૃભાષાના અસ્તિત્વને જાળવી રાખવા માટે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પ્રદર્શનકારીઓનો વિરોધ ટૂંક સમયમાં જ હત્યાકાંડમાં ફેરવાઈ ગયો જ્યારે તત્કાલીન પાકિસ્તાન સરકારની પોલીસે વિરોધીઓ પર ગોળીબાર કર્યો. આ ઘટનામાં 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
1999 માં યુનેસ્કોએ આ મોટી ભાષા ચળવળમાં શહીદ થયેલા લોકોની યાદમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. એમ કહી શકાય કે બંગાળી ભાષીઓને તેમની માતૃભાષા પ્રત્યેના પ્રેમને કારણે આજે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે.
વિશ્વ માતૃભાષા દિવસ : વિશ્વ અને ભારતમાં કેટલી ભાષાઓ બોલાય છે?
દર વર્ષે આ દિવસની અલગ થીમ હોય છે. યુનેસ્કોના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં 6000 ભાષાઓ બોલાય છે. બંધારણ મુજબ ભારતમાં 22 ભાષાઓને માન્યતા છે. જ્યોરે 121 ભાષાઓ છે જે બોલવામાં અને સમજાય છે. તેમાંથી સૌથી વધારે લોકોની માતૃભાષા હિન્દી છે. ભારતમાં રાજ્ય પ્રમાણે તેમની માતૃભાષા અલગ અલગ છે.
વિશ્વ માતૃભાષા દિવસ : ભારતમાં કેટલી ભાષાઓ બોલાય છે?
2011ની ભારતીય વસ્તી ગણતરી અનુસાર, ભારતની 96.71% વસ્તી તેમની માતૃભાષા તરીકે 22 અનુસૂચિત ભાષાઓમાંથી એક ભાષા બોલે છે. આ 22 ભાષાઓની યાદી
- હિન્દી
- બંગાળી
- આસામી
- બોડો
- ડોંગરી
- ગુજરાતી
- તમિલ
- તેલુગુ
- ઉર્દુ
- સિંધી
- સાંથલી
- સંસ્કૃત
- પંજાબી
- ઉડિયા
- નેપાળી
- મરાઠી
- મણિપુરી
- મલયાલમ્મૈથિલી
- કાશ્મીરી
- કેનેડા
- કોંકરી
વિશ્વ માતૃભાષા દિવસ : ગુજરાતી ભાષા સામેના પડકારો?
આજના જમાનામાં અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનો ક્રેઝ વધ્યો છે. ઘરે બધા ગુજરાતી બોલતા હોવા છતા દરેક માતા-પિતા પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં મુકવાનો આગ્રહ રાખે છે. અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા આવડતું હશે તો બાળકોનું ભવિષ્ય ઊજળું બનશે તેવી આશામાં પણ અંગ્રેજી મીડિયમમાં મોકલવામાં આવે છે.
આ પણ વાંચોઃ- વિશ્વ માતૃભાષા દિવસ: જાણો 21મી ફેબ્રુઆરીનો દિવસ ઉજવણી માટે કેમ નક્કી કરાયો?
બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતાં થતા ગુજરાતી લખતા-વાંચતા ભૂલી રહ્યા છે. કોઇ રેસ્ટોરન્ટમાં કે જાહેર જગ્યાએ પણ ગુજરાતીના બદલે હિન્દીમાં વાત કરતા જોવા મળે છે. માતૃભાષા આવડતી હોવા છતા તે વાત કરવાનું ટાળે છે. હાલમાં બધાનો એક ભૂત છે કે અંગ્રેજી બોલતા આવડે એટલે હોશિયાર. પણ એ ભૂલી જાય છે કે અંગ્રેજી પણ એક ભાષા જ છે.