રેલવે મંત્રાલયે શનિવારે PSU ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC)ના અધ્યક્ષ અને વહીવટી સંચાલક અમિતાભ બેનર્જીની સત્તાઓ છીનવી લીધી હતી. ભ્રષ્ટાચારના આરોપમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના MD સતીશ અગ્નિહોત્રીને બરતરફ કાર્ય પછી હવે અમિતાભ બેનર્જી વિરુદ્ધ સરકારે કાર્યવાહી કરી છે. અમિતાભ બેનર્જી પર સરકારી ફંડનો દૂર ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો.
એક કરિયાદ પછી રેલવેને અમિતાભ બેનર્જીની વિરુદ્ધ તકેદારી તપાસનો આદેશ અપાયો હતો. આ તપાસમાં જાણવા મળ્યું કે અમિતાભ બેનર્જી જાન્યુઆરી 2020માં પોતાના પરિવારની સાથે નવી દિલ્હીના ગ્રીન પાર્ક ઍક્સટેંશનમાં ચાર બેડરૂમ વાળા ઘરમાં શિફ્ટ થઇ ગયા હતા. એના પછી તેમણે જાન્યુઆરી 2022માં પોતાના ઘરને IRFC “ગેસ્ટ હાઉસ”માં ફેરવી દીધું હતું અને દર મહિને લગભગ 2 લાખ રૂપિયા ભાડું લેતા હતા. “ખોરાક” ના નામે ખર્ચ બતાવવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કર્યા અને વિભાગ પાસે લગભગ 30,000 રૂપિયા દર મહિને લેતા હતા.
અમિતાભ બેનર્જીને અંગત વિદેશ યાત્રા માટે 2019માં 10 વર્ષનો UK વિઝા મળ્યા, જેના માટે તેમણે લગભગ 98,000 રૂપિયાના વિઝા ચાર્જનો દાવો કર્યો. તકેદારી તપાસએ સવાલ કર્યો કે જયારે અમિતાભ બેનર્જી 2023માં સેવાનિવૃત થવાના છે, તો કંપનીએ તેમના અંગત (બિન-સત્તાવાર) પાસપોર્ટ પર 10 વર્ષના મોંઘા વિઝાની ચુકવણી કરી, તકેદારીએ પૂછયુ કે શા માટે એક સસ્તા, ટૂંકા ગાળાના વિઝા લેવામાં ન આવ્યા?
બેનર્જીને 12 ઓક્ટોબર, 2019માં નિયુકત કર્યા હતા. દસ્તાવેજ પ્રમાણે14 ઓક્ટોબરમાં 2 નવેમ્બર 2019 સુધી તેમના કાર્યાલયને વ્યક્તિગત ઘરગથ્થુ વસ્તુઓ ખરીદવા માટે 77,000 રૂપિયા ખર્ચ કર્યા. ખરીદેલો કેટલોક સમાન બોલપેન 2290 રૂપિયા, ફોટો શૂટિંગ, 8000 રૂપિયા, શોપર્સ સ્ટોપ આઈટમ (ટુવાલ, દીવાલ ઘડિયાળ, કાચ, વેક્યુમ બોટલ, સર્વિસ ટ્રે અને કોસ્ટર) 33,462 રૂપિયા, ટુવાલ 3000 રૂપિયા, સ્માર્ટ બલ્બ, 14,612 રૂપિયા અને લેબર ચાર્જ: 6000 રૂપિયા.
બેનર્જીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સન્ડે સાથે વાતચીતમાં જણાવ્યું કે, ” બધાજ આરોપો ખોટા છે, આ મારા વિરુદ્ધ વેર છે. તકેદારી દ્વારા ચાર્જશીટ માત્ર 2 વસ્તુ પર છે, ગેસ્ટ હાઉસ અને UK વિઝા. બોર્ડ ઓફ ડિરેક્ટર્સએ ગેસ્ટ હાઉસના રૂપમાં ઘરને લીઝ પર આપવાની મંજૂરી આપી, એમાં 4 બેડરૂમ હતા, હું અને મારી પત્ની એક રૂમમાં રહેતા, જયારે બાકીના 3 રૂમ ખાલી રહ્યા હતા. કોઈ બીજું રહેવા વાળું હતું નહીં કારણકે તે લોકડાઉનનો સમય હતો.