/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-Asaduddin-Owaisi-.jpg)
AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી (ફોટોઃ સોશિયલ મીડિયા)
Israel hamas war, video : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદમાં જુસ્સાદાર નારા લગાવતા જોવા મળ્યા છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પેલેસ્ટાઈનના પક્ષમાં નારા લગાવતો જોવા મળે છે. વાસ્તવમાં એઆઈએમઆઈએમ દ્વારા પેલેસ્ટાઈનના સમર્થનમાં એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા મુસ્લિમ ધાર્મિક નેતાઓએ હાજરી આપી હતી. અસદુદ્દીન ઓવૈસી ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, તેમનું કહેવું છે કે ઈઝરાયેલની સેના ગાઝા પર અત્યાચાર કરી રહી છે અને આ બંધ થવું જોઈએ.
Palestine 🇵🇸 #IndiaWithPalestine#Palestine#India#FreePalestine#PalestineWillBeFreepic.twitter.com/SB9qi45BiO
— Asaduddin Owaisi (@asadowaisi) October 23, 2023
ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ અંગે અસદુદ્દીન ઓવૈસીનો શું અભિપ્રાય છે?
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે પેલેસ્ટાઈનને પોતાનું સ્વતંત્ર રાષ્ટ્ર હોવું જોઈએ. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે હું મારા દેશના લોકોને કહેવા માંગુ છું કે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પેલેસ્ટાઈન એ આરબોની ભૂમિ છે, જેમ ઈંગ્લેન્ડ અંગ્રેજોની ભૂમિ છે અને ફ્રાન્સ ફ્રેન્ચોની ભૂમિ છે. અમને હંમેશા લાગતું હતું કે પેલેસ્ટાઈનનો પોતાનો સ્વતંત્ર દેશ છે.એક રાષ્ટ્ર હોવું જોઈએ. ઓવૈસીએ ઈઝરાયેલ પર છેલ્લા 80 વર્ષથી પેલેસ્ટાઈનની જમીન પર કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે કહ્યું કે ભારતે હંમેશા પેલેસ્ટાઈનના લોકોનું સમર્થન કર્યું છે. ભારતને હંમેશા એવું લાગતું હતું કે પેલેસ્ટાઈનીઓને પોતાનું સ્વતંત્ર રાષ્ટ્ર હોવું જોઈએ.
યુદ્ધ શરૂ થયાના દિવસો પછી ઓવૈસીએ પેલેસ્ટાઈન અને ગાઝાની પ્રશંસા કરી અને હિંસાની નિંદા કરી. એક્સ પરની એક પોસ્ટમાં ઓવૈસીએ જેરુસલેમની અલ-અક્સા મસ્જિદનો ફોટો શેર કર્યો હતો.
7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ ઉભો થયો છે. ઇઝરાયેલ અને ગાઝા વચ્ચેનો આ સૌથી ખરાબ સંઘર્ષ છે. જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલે ગાઝામાં ભારે હવાઈ હુમલા અને જમીની હુમલા કર્યા. ઇઝરાયેલ આજદિન સુધી ગાઝા પટ્ટીમાંથી ખોરાક, વીજળી અને પાણી કાપવાનું ચાલુ રાખે છે. વિશ્વભરમાંથી સહાય પુરવઠો શનિવારે ઇજિપ્તના રફાહ બોર્ડર ક્રોસિંગ દ્વારા ગાઝા પહોંચવાનું શરૂ થયું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us