ISRO Aditya L1 Launch : ઈસરોના આદિત્ય એલ1 સન મિશનના 10 મુખ્ય સવાલના જવાબ; સૂર્ય કેટલો મોટો અને ગરમ છે? જાણો વિગતવાર

ISRO Aditya L1 Solar Mission Rocket Launch Update : ઈસરો દ્વારા પહેલુ સૂર્યયાન આદિત્ય એલ1 લોન્ચ કરવામાં આવી રહ્યુ છે. આદિત્ય એલ1 વિશે લોકોના મનમાં ઉત્સાહની સાથે સાથે ઘણા પ્રશ્નો પણ છે, જેના જવાબ અહીંયા આપેલા છે

Written by Ajay Saroya
September 01, 2023 19:42 IST
ISRO Aditya L1 Launch : ઈસરોના આદિત્ય એલ1 સન મિશનના 10 મુખ્ય સવાલના જવાબ; સૂર્ય કેટલો મોટો અને ગરમ છે? જાણો વિગતવાર
ઈસરોએ આદિત્ય એલ1 સૂર્ય મિશનમ તારીખ જાહેર કરી

ISRO Aditya L1 Sun Mission Launch Live Update Photo and Video All Details : ચંદ્રયાન-3ની સરફળતા બાદ ઈસરો હવે સૂર્ય મિશન હેઠળ આદિત્ય એલ1 રોકેટનું લોન્ચિંગ કરશે. ઈસરો શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી 2 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 11.50 વાગે આદિત્ય એલ1 અવકાશયાન લોન્ચ કરશે. ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે સમગ્ર દેશ અને દુનિયાની નજર ઈસરોના આદિત્ય એલ1 પર છે. આદિત્ય એલ1 ઈસરો દ્વારા તૈયાર કરાયેલું પહેલું સન મિશનનું રોકેટ છે. આદિત્ય એલ1 રોકેટ સૂર્યના રહસ્યો શોધવા માટે લોન્ચ કરવામાં આવી રહ્યુ છે. ચંદ્રયાન-3ને લઇ લોકોમાં જેવી ઉત્સુકતા હતી તેવી જ જિજ્ઞાસા આદિત્ય એલ1ને લઇ જોવા મળી રહી છે. આદિત્ય એલ1 વિશે પણ લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે. ઈસરોના આદિત્ય એલ1 સૂર્ય મિશન સંબંધિત સૌથી વધુ પૂછાતા પ્રશ્નોના અહીં મળશે જવાબ

આદિત્ય એલ1 રોકેટ ક્યારે, કેટલા વાગે અને ક્યાંથી લોન્ચ કરાશે?

ઈસરો આદિત્ય એલ1 રોકેટ 2 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારમાં 11.50 કલાકે લોન્ચ કરવામાં આવશે. આ અવકાશયાન આંધ્રપ્રદેશના દરિયાકિનારે આવેલા શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર પરથી ઉડાન ભરશે.

આદિત્ય એલ1 કેટલા દિવસે સૂર્ય પર ઉતરણ કરશે?

ઈસરોના જણાવ્યા અનુસાર આદિત્ય એલ1 રોકેટ સૂર્યની નજીક જશે અને સૂર્યના કિરણોનો અભ્યાસ કરશે. જોકે ચંદ્રયાન-3 એ જેમ ચંદ્ર પર ઉતરણ કર્યુ હતુ તેમ સૂર્ય પર ઉતરણ કરવું શક્ય નથી. ભારતનું આદિત્ય એલ1 રોકેટ સૂર્યની સૌથી નજીક પોઇન્ટ એલ-1 સુધી જશે.

ISRO Aditya L1 Launch | ISRO | Aditya L1 Launch Live Update | Aditya L1 Photo | Aditya L1 Video |ISRO Aditya L1 Sun Mission Launch | ISRO Sun Mission Launch
ઈસરોના આદિત્ય એલ1 મિશનની ભ્રમણકક્ષા. (Photo – @isro)

સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે?

પૃથ્વીથી સૂર્ય 1509.8 લાખ કિમી દૂર આવેલુ છે.

આદિત્ય એલ1 રોકેટ જ્યાં જશે તે પોઇન્ટ એલ-1 શું છે?

પૃથ્વી અને સૂર્ય વચ્ચે એવા કુલ પાંચ પોઇન્ટને ઓળખવામાં આવ્યા છે, જ્યાં અવકાશયાન મૂકવામાં આવે છે અને સૂર્યમાંથી નીકળતા કિરણોનો અભ્યાસ કરવામાં આવે છે. આ L-1 પોઇન્ટને લેરેન્જ પોઇન્ટ પણ કહેવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે સૂર્યની સૌથી નજીકનું પોઇન્ટ L-1 બિંદુ છે જ્યાં આપણું સૂર્યયાન જઈ રહ્યું છે. પૃથ્વીથી L-1 પોઇન્ટનું અંતર લગભગ 15 લાખ કિલોમીટર છે. તો સૂર્યથી એલ-1નું અંતર લગભગ 14 કરોડ 85 લાખ કિમી છે. લેરેન્જ પોઈન્ટ 1 એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેના કુલ અંતરનો માત્ર એક ટકા છે.

આદિત્ય એલ1 શું સંશોધન કરશે?

ઈસરોનું તેના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 દ્વારા સૂર્યમાંથી નીકળતા કિરણોની તપાસ કરશે. આદિત્ય એલ-1ને સૂર્ય અને પૃથ્વીની વચ્ચે લેરેન્જ પોઈન્ટ-1 પર મૂકવામાં આવશે. આદિત્ય એલ-1માં ફીટ કરાયેલા 7 પેલોડ્સ સૂર્યમાંથી નીકળતા વિવિધ કિરણોનો અભ્યાસ કરશે. આદિત્ય એલ1 સૂર્યના કિરણોમાંથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરશે. ઈસરો આ મિશનની મદદથી સૌર વાયુમંડળને સમજવાનો પ્રયાસ કરશે. આદિત્ય એલ-1 સૌર હવાના વિભાજન અને તાપમાનનો અભ્યાસ કરશે. આદિત્ય એલ-1 સૌર તોફાન, સૌર તરંગો અને પૃથ્વીના વાતાવરણ પર તેની અસરનું કારણ પણ શોધી કાઢશે.

આદિત્ય એલ1ને સૂર્ય નજીક પહોંચતા કેટલા દિવસ લાગશે?

ઈસરો જણાવ્યું છે કે, 2 સપ્ટેમ્બરના રોજ આદિત્ય એલ1 રોકેટ લોન્ચ કર્યા બાદ તે 120 દિવસની ઉડાન ભરીને તેના નિર્ધારિત પોઇન્ટ એલ1 પર પહોંચશે. આમ આદિત્ય એલ1ને નિર્ધારિત સ્થળે પહોંચવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગશે.

આદિત્ય એલ1 રોકેટ બનાવવાનો કુલ ખર્ચ?

ઈસરોના જણાવ્યા અનુસાર આદિત્ય એલ1 સન મિશન પાછળ લગભગ 378.53 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

ક્યા ક્યા દેશોએ અત્યાર સુધી કેટલા સન મિશન લોન્ચ કરાયા ?

ભારત પ્રથમ વખત સૂર્ય મિશન શરૂ કરી રહ્યું છે. ભારત પહેલા 22 મિશન સૂર્ય પર મોકલવામાં આવ્યા છે. અમેરિકા, જર્મની, યુરોપિયન સ્પેસ એજન્સી સૂર્યના અભ્યાસમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે, નાસાએ સૂર્યનો અભ્યાસ કરવા માટે સૌથી વધુ સન મિશન મોકલ્યા છે. એકલા નાસાએ 14 સૂર્ય મિશન મોકલ્યા છે. યુરોપિયન સ્પેસ એજન્સીએ પણ 1994 માં નાસા સાથે મળીને સૂર્ય મિશન મોકલ્યું હતું. નાસાએ 2001 માં જિનેસિસ મિશન શરૂ કર્યું હતું. આ મિશનનો હેતુ સૂર્યની આસપાસ ફરતી વખતે સૌર પવનોના નમૂના લેવાનો હતો.

આદિત્ય એલ1 પેલોડ વહન કરે છે?

આદિત્ય એલ1માં કુલ 7 પેલોડ ફીટ કરવામાં આવ્યા છે. આદિત્ય એલ1માં સ્થાપિત વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ (VELC) પેલોડ કોરોનાની ઇમેજિંગ અને સ્પેક્ટ્રોસ્કોપી કરવા સક્ષમ છે. સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUITE) પેલોડ ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરમાંથી ઉત્સર્જિત કિરણોનો અભ્યાસ કરશે. આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરીમેન્ટ પેલોડ સૌર દિશાઓ સાથે સૌર પવનનો અભ્યાસ કરશે. તમને જણાવી દઈએ કે, આ પેલોડ પણ સ્વદેશી રીતે બનાવવામાં આવ્યું છે.

ઈસરોના આદિત્ય L1ના સૌથી વધુ વંચાયેલા સમાચાર

(1) આદિત્ય એલ-1 મિશન 2 સપ્ટેમ્બરે કેટલા વાગે લોન્ચ થશે, લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોવા મળશે?

(2) ભારત પહેલા કયા દેશોએ સૂર્ય મિશન મોકલ્યું છે? જાણો શા માટે આદિત્ય L-1 ખાસ છે

(3) ચંદ્રયાન 3 પછી શું છે ઈસરો આગામી મિશન? સૂર્યયાન, શુક્રયાન સહિત 10 વર્ષ માટે છે મોટી તૈયારીઓ

સૂર્યની વય કેટલી છે? તેનું કદ- વજન અને કેટલો ગરમ છે?

આપણા સૌર મંડળમાં સૂર્ય એ સૌથી મોટો અને ગરમ ગ્રહ છે. જો આકારની વાત કરીયે તો સૂર્યનો વ્યાસ લગભગ 13 લાખ 10 હજાર કિલોમીટર છે, જે પૃથ્વીથી લગભગ 109 ગણું વધારે છે. સૂર્યની વય 4.603E9 વર્ષ છે. સૂર્યન સપાટીનું તાપમાન 5498.85 સેલ્શિયસ છે. એટલે કે સૂર્ય 5498.85 સેલ્શિયસ ગરમ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ