ISRO Aditya L1: આ કોઇ ગ્રહ નહીં પણ સૂર્ય છે! ઈસરોના આદિત્ય એલ1 એ મોકલેલી સૂર્યની અદભૂત તસવીરો જોઇને આશ્ચર્ય થશે

ISRO Aditya L1 SUIT Captures Sun Image: ઈસરોના આદિત્ય એલ1 સેટલાઈટમાં લાગેલા પેલોડ સ્યૂટ (SUIT)એ સર્યૂની અદભૂત તસ્વીરો કેપ્ચર કરી છે. આ તસ્વીરોમાં અલગ-અલગ રંગમાં સૂર્ય જોઇ શકાય છે.

Written by Ajay Saroya
Updated : December 09, 2023 00:09 IST
ISRO Aditya L1: આ કોઇ ગ્રહ નહીં પણ સૂર્ય છે! ઈસરોના આદિત્ય એલ1 એ મોકલેલી સૂર્યની અદભૂત તસવીરો જોઇને આશ્ચર્ય થશે
ઈસરોના આદિત્ય એલ1 સેટેલાઈટે સૂર્યની તસવીરો મોકલી છે. (Photo -@isro)

ISRO Aditya L1 SUIT Captures Sun Images: ચંદ્રયાન-3 બાદ ઈસરોના આદિત્ય એલ1 સેટેલાઇટે સૂર્યની અદભૂત તસ્વીરો મોકલી છે. આદિત્ય એલ1માં લાગેલા પેલોડ સ્યૂટ (SUIT)એ સર્યૂની અદભૂત તસ્વીરો કેપ્ચર કરી છે. આ તસ્વીરોમાં અલગ-અલગ રંગમાં સૂર્ય જોઇ શકાય છે. આદિત્ય એલ1 મોકલેલી સૂર્યની તસ્વીરો ઈસરોએ તેના ટ્વિટર હેન્ડર પર પોસ્ટ કરી છે.

આદિત્ય એલ1 એ સૂર્યની તસ્વીરો મોકલી (ISRO Aditya L1 SUIT Captures Sun Images)

ઈસરોએ સોશિયલ મીડિયા ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું કે, સ્યૂટ પેલોટે અલ્ટ્રાવાયોલેટની નજીક સૂર્યની ફુલ ડિસ્ક તસ્વીર કેમેરામાં કેદ કરી છે. આ ફોટામાં 200થી 400 એનએમ સુધીની વેવલેંથમાં સૂર્યની પ્રથમ ફુલ ડિસ્ક રિપ્રેઝન્ટેશન સામેલ છે. આ તસ્વીરો સૂર્યના ફોટોસ્ફીયર અને ક્રોમોસ્ફીયરની જટીલ માહિતી પુરી પાડે છે.

આદિત્ય એલ1 એ સૂર્યના અલગ-અલગ કલરમાં ફોટા કેપ્ચર કર્યા (Aditya L1 SUIT Captures Sun Images)

ભારતીય અંતરિક્ષ સંશોધન કેન્દ્ર એટલે કે ઈસરોએ ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું કે, SUIT વિવિધ વૈજ્ઞાનિક ફિલ્ટર્સનો ઉપયોગ કરીને આ તરંગલંબાઈની રેન્જમાં સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની તસવીરો કેપ્ચર કરે છે. આ સ્યૂટ પેલોડ 20 નવેમ્બર, 2023ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. એક સફળ પ્રી-કમિશનિંગ તબક્કા બાદ ટેલિસ્કોપે 6 ડિસેમ્બર, 2023ના રોજ પોતાની પહેલી લાઈટ સાયન્સ ઈમેજ કેપ્ચર કરી હતી. આ તસવીરો 11 અલગ-અલગ ફિલ્ટરનો ઉપયોગ કેપ્ચર કરવામાં આવી છે.

સોલારના પેલોડના અવલોકનથી શું થશે? (Solar Palode)

પેલોડ સ્યૂમાંથી કરવામાં આવી રહેલા અવલોકનો વૈજ્ઞાનિકોને ચુંબકીય સૌર વાતાવરણના ગતિશીલ જોડાણનો અભ્યાસ કરવામાં મદદ કરશે. તેનાથી પૃથ્વીના વાયુમંડળમાં પર સૌર કિરણોત્સર્ગની અસરને રોકવામાં મદદ મળીશકે છે.

Aditya L1 Mission | ISRO | India
આદિત્ય એલ1 સૂર્ય મિશન

આદિત્ય-એલ1મા કેટલા સોલાર પેલોડ છે? (How Many Solar Palode In Aditya L1 Mission)

આદિત્ય-L1 સેટેલાઇટમાં SUIT સહિત 7 પેલોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે . ચાર પેલોડ્સ સૂર્યના સીધા અવલોકન માટે છે અને બાકીના ત્રણ લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પાર્ટિકલ્સ અને ફિલ્ડ્સના ઇન-સીટુ સંશોધન માટે છે.

આદિત્ય એલ1ના આ 7 પેલોડ્સમાં સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT), વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ (VELC), હાઇ એનર્જી એલ1 ઓર્બિટીંગ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (HEL1OS), સોલાર લો એનર્જી એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (SoLEXS), પ્લાઝ્મા એનાલાઈઝર પેકેજ અને આદિત્ય (PAPA), આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ (ASPEX) અને એડવાન્સ્ડ ટ્રાઇ-એક્સિયલ હાઈ રિઝોલ્યુશન ડિજિટલ મેગ્નેટોમીટર સામેલછે. SUIT, SoLEXS અને HEL1OS પેલોડ્સ સૂર્ય પર બાજ નજર રાખીને અવલોકનનો અભ્યાસ કરે છે.

ઈસરોનું આદિત્ય એલ1 મિશન શું છે? (ISRO Aditya L1 Mission)

ઈસરોએ સૂર્યના વાતાવરણનો અભ્યાસ અને સંશોધન કરવા માટે 2 સપ્ટેમ્બર, 2023ના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી પોલર સેટેલાઇટ વ્હીકલ (PSLV-C57) દ્વારા આદિત્ય એલ1 મિશન લોન્ચ કર્યું હતું.

આ પણ વાંચો | ઈસરો હવે અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન સ્થાપશે અને ચંદ્ર પર માનવ મોકલશે; જાણો ક્યારે ગગનયાન લોન્ચ થશે

આદિત્ય એલ1 મિશનનો ઉદ્દેશ્ય પૃથ્વીથી લગભગ 15 લાખ કિમી દૂર લોંગ રેન્જ પોઈન્ટ 1 (એલ1) ની પ્રભામંડળ ભ્રમણકક્ષામાં પોતાને સ્થાપિત કરવાનો છે. લોંગરેન્જ પોઈન્ટ એ અંતરિક્ષના સ્થાનો છે જ્યાં જ્યારે કોઈ વસ્તુ મૂકવામાં આવે છે ત્યારે તેને લાંબા સમય સુધી ત્યાં રાખી શકાય છે. આ પોઇન્ટને વૈજ્ઞાનિક જોસેફ લુઈસ લેગ્રેન્જના નામ પરથી નામ આપવામાં આવ્યું છે. સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની સિસ્ટમમાં આવા પાંચ બિંદુઓ છે. એલ1 એ એક એવું પોઇન્ટ છે જ્યાંથી સૂર્યનું સતત 24 કલાક અવલોકન કરી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ