Chandrayaan 3 Mission, live news, PM Narendra Modi best wishes : જેની દેશવાસીઓ આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા. એ ઘડી આવી ગઈ છે. ઇસરો દ્વારા શ્રીહરિકોટાના સતિશ ધવન સ્પેશ સેન્ટર પરથી ચંદ્રયાન 3 મિશનને લોન્ચ કર્યું હતું. આ મિશન પર આખી દુનિયાની નજર છે. ત્યારે ફ્રાન્સના પ્રવેસે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ક્ષણ માટે ઉત્સાહી હતી. ઇસરો દ્વારા કરાયેલા ચંદ્રયાન 3 ના લોંચિગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
લોચિંગ બાદ મોદીએ પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન 3 ના સફળતા પૂર્વક લોન્ચ પર વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ચંદ્રયાન 3ને ભારતની અંતરિક્ષ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો છે. આ દરેક ભારતીયઓના સપના અને મહત્વપૂર્ણ કક્ષાઓને ઉપર ઉઠાવવા માટે ઊંચી ઉડાન છે. આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ પર વૈજ્ઞાનિકોને શુભેચ્છા. હું તેમની ભાવના અને પ્રતિભાને સલામ કરું છું.
ટ્વીટ કરીને પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન 3 લોંચ માટે શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે ભારતના અવકાશ ક્ષેત્રનો પ્રશ્ન છે 14 જુલાઈ 2023નો દિવસ હંમેશા સુવર્ણ અક્ષરોમાં અંકિત રહેશે. ચંદ્રયાન 3 આપણું ત્રીજું ચંદ્ર મિશન, પોતાની યાત્રા પર જશે. આ ઉલ્લેખનીય મિશન આપણા રાષ્ટ્રની આશાઓ અને સપનાઓને આગળ વધારશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે ચંદ્રયાન 3 મિશન માટે શુભેચ્છાઓ.. હું તમારા બધા માટે આ મિશન અને અંતરિક્ષ વિજ્ઞાન અને ઇનોવેશનમાં આપણે જે પ્રગતિ કરી છે એ અંગે સૌથી વધારે જાણવા આગ્રહ કરું છું. આનાથી તમને ખુબ જ ગર્વ મહેસૂસ થશે.
Chandrayaan 3 mission : ચંદ્રયાન 3થી ખરેખર શું પ્રાપ્ત થશે?
ચંદ્રયાન 3 મિશન માત્ર ભારત માટે જ નહીં પણ દુનિયાના બાકીના દેશો માટે પણ ખૂબ જ મહત્વનું છે. ભારતના આ મિશન થકી દુનિયાના આગામી મૂન મિશનને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. તેમાંય અમેરિકા દ્વારા માણસોને ચંદ્ર ઉપર મોકલવાની જે તૈયારીઓ ચાલી રહી છે તેને પગલે અણેરિકાને ભારતની સફળતાની સૌથી વધારે આશા છે.
ભારતની આ હનુમાન છલાંગ ચંદ્રની સપાટીના અભ્યાસ અને ચંદ્રના વાતાવરણના અભ્યાસ માટે હોકાયંત્ર સમાન બની રહેશે. દક્ષિણ ધ્રુવની સપાટીની રચના તેની સ્થિતિ, તેમાં રહેલા ખનીજો, પાણીની સ્થિતિ ઓક્સિજન, હાઇડ્રોજન, હિલિયમ વગેરેની ઉપલબ્ધતા આ મશન થકી જાણી શકાશે.





