Chandrayaan 3 ISRO and Earth to Moon distance: ઈસરો મિશન મૂન હેઠળ મહત્વાકાંક્ષી ચંદ્રયાન 3 14 જુલાઇ, 2023ના રોજ લોન્ચ કરશે. ચંદ્રયાન 3 ઇસરોના આંધ્રપ્રદેશ સ્થિત શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશન ખાતે બપોરે 2.30 કલાકે લોન્ચ કરવામાં આવશે. ચંદ્ર ઉપર પહોંચવાનું આ પહેલું મિશન નથી, અનેક દેશોએ ઘણી વખત ચંદ્ર ઉપર પહોંચવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બહુ ઓછાને સફળતા મળી છે. ઇસરોના ચંદ્રયાન 3 મિશનની સફળતા સામેના મુખ્ય પડકારો છે.
હકીકતમાં વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે, વિજ્ઞાનીઓએ અવકાશ સંશોધનમાં એક અલગ જ ક્રાંતિ કરી છે, પરંતુ તેમ છતાં ચંદ્રનું વાતાવરણ, ત્યાંનું બદલાયેલું હવામાન તમામ ગણતરીઓ ઘણી વખત મિશનને નિષ્ફળ બનાવી દે છે. આ કારણોસર, ભારતનું ચંદ્રયાન 2 મિશન પણ નિષ્ફળ ગયું હતુ. છેલ્લી ઘડીએ વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર સફળતા પૂર્વ લેન્ડ થઇ શક્યો ન હતો. આ તો માત્ર એક ઉદાહરણ હતું. આથી જ અમસ્તું નથી કહેવાતું – ‘ચંદા મામા દૂર કે…’
ચંદ્રયાન 3 કેટલા દિવસમા ચંદ્ર પર પહોંચશે
ઇસરો દ્વારા શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર પરથી 14 જુલાઇ, 2023ના રોજ બપોરે 2.35 વાગે ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-3ને ચંદ્ર પર પહોંચવામાં 42 દિવસનો સમય લાગી શકે છે, તે 23 ઓગસ્ટની પરોઢે ચંદ્ર પર લેન્ડ થવાની શક્યતાછે.
ચંદ્ર પૃથ્વીથી કેટલો દૂર છે?
ચંદ્ર ઉપર ઉતરવું તો પછીની વાત છે, ત્યાં પહેલા પહોંચવું એ જ સૌથી મોટી વાત છે. હકીકીતમાં પૃથ્વીથી ચંદ્રનું અંતર 3,84,400 કિલોમીટર છે. એટલે કે, વૈજ્ઞાનિકોએ માત્ર ચંદ્ર પર ઉતરાણ માટે તૈયારી કરવાની નથી, પરંતુ રોકેટને એવી રીતે ડિઝાઇન કરવી પડશે કે તે 3,84,400 કિલોમીટરની મુસાફરી કરી શકે કારણ કે ભૂલ તો રસ્તામાં ગમે ત્યાં થઇ શકે છે.
ચંદ્રની ઉંમર કેટલી છે
ચંદ્ર એ પૃથ્વીનો એક ઉપગ્રહ છે. પૃથ્વીથી 3,84,400 કિમી દૂર આવેલા ચંદ્રની ઉંમર વૈજ્ઞાનિકો 4.53 અબજ વર્ષ હોવાનું જણાવે છે. ચંદ્રની ત્રિજ્યા 1737.4 કિમી છે. ચંદ્ર 27 દિવસ અને 6 કલાકમાં પૃથ્વની એક પરિક્રમા પુર્ણ કરે છે. પૃથ્વીની તુલનાએ ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ 1/6 છે.
ચંદ્રયાનની સ્પીડ ચંદ્ર પર કેમ ઘટી જાય છે?
ચંદ્ર સુધી પહોંચવા માટે રોકેટને અત્યંત તેજ ગતિએ આગળ વધવું પડે છે, પરંતુ જ્યારે તે નજીક પહોંચે છે, ત્યારે તે સ્પીડને કેવી રીતે નિયંત્રિત કરવી તે એક મોટો પડકાર બની જાય છે. હકીકતમાં જ્યારે કોઇ રોકેટ ધરતી પર વપરત આવે છે, ત્યારે ગાઢ વાતાવરણ હોય છે, આથી એવા સંકેત મળી જાય છે કે રોકેટની ગતિ ધીમી પડી જશે, પરંતુ ચંદ્ર પર તેનાથી ઉલટું થાય છે, આવી પરિસ્થિતિમાં રોકેટની સ્પીડ કેવી રીતે ઘટાડવી તે એક મોટો પડકાર છે. ચંદ્ર પર ઘણું ગાઢ વાતાવરણ હોય છે, એવામાં ત્યાં રોકેટની સ્પીડને માત્ર Propulsion systemની મદદથી જ ઘટાડી શકાય છે.
આ પણ વાંચોઃ Chandrayaan 3: ભારતની રોકેટ મહિલા જેના ઇશારે ઇસરોનું ચંદ્રયાન 3 મિશન મુન થશે લોન્ચ
હવે આ પ્રોપલ્શન સિસ્ટમ પણ ત્યારે જ યોગ્ય રીતે કામ કરશે જ્યારે પુરતા પ્રમાણમાં ઇંધણ હોય. સૌથી મોટી વાત એ પણ છે કે જો રોકેટમાં વધારે બળતણ હશે તો અવકાશયાન એટલુ જ વજનદાર હશે.