ઈસરોએ ગગનયાન મિશન માટે પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ સફળતાપૂર્વક લોન્ચ કરી છે. ISROએ રવિવારે સવારે 10 વાગ્યે શ્રી હરિ કોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી ગગનયાનનું ક્રૂ મોડ્યુલ લોન્ચ કર્યું. તેને ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાઇટ પણ કહેવામાં આવી રહી છે.
અગાઉ તે સવારે 8:45 વાગ્યે લોન્ચ થવાનું હતું અને તેના માટે કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું હતું. પરંતુ જ્યારે કાઉન્ટડાઉન બંધ થયું અને મિશન અટકી ગયું ત્યારે માત્ર 5 સેકન્ડ બાકી હતી. આ પછી તેને રાત્રે 10 વાગ્યા માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યું અને પછી તેને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું.
ગગનયાન મિશનનો ઉદ્દેશ્ય 2025માં ત્રણ દિવસના મિશનમાં 400 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં માનવોને મોકલવાનો અને પછી તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે. ભારતીય અવકાશયાત્રીઓ ક્રૂ મોડ્યુલની અંદર બેસીને 400 કિલોમીટરની ઉંચાઈએ ઓછી ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ ફરશે.
‘ક્રુ મોડ્યુલ’ એ રોકેટમાં પેલોડ છે, અને તે પૃથ્વી જેવા વાતાવરણ સાથે અવકાશમાં અવકાશયાત્રીઓ માટે રહેવા યોગ્ય જગ્યા છે. તેમાં દબાણયુક્ત મેટાલિક ‘આંતરિક માળખું’ અને ‘થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ્સ’ સાથેનું દબાણ વિનાનું ‘બાહ્ય માળખું’ હોય છે. શનિવારે પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન, ‘ક્રુ મોડ્યુલ’માં વિવિધ સિસ્ટમ્સના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે ડેટા મેળવવામાં આવશે, જે વૈજ્ઞાનિકોને વાહનના પ્રદર્શન વિશે માહિતી મેળવવામાં મદદ કરશે.
વધુ એક વખત પરીક્ષણ કરવામાં આવશે
આજની ટેસ્ટ ફ્લાઇટની સફળતા બાદ ગગનયાન મિશન માટે આગળનું તમામ આયોજન તૈયાર કરવામાં આવશે. આ પછી, આવતા વર્ષે બીજી ટેસ્ટ ફ્લાઈટ હશે, જેમાં હ્યુમનોઈડ રોબોટ વ્યોમિત્રને મોકલવામાં આવશે. એબોર્ટ ટેસ્ટનો અર્થ એ છે કે જો કોઈ સમસ્યા હોય તો અવકાશયાત્રી સાથે આ મોડ્યુલ તેમને સુરક્ષિત રીતે નીચે લાવી શકે છે.
ક્રૂ મોડ્યુલ બંગાળની ખાડીમાં ખાબક્યું હતું. ત્યાં પહેલેથી જ હાજર નેવીની ટીમ બોટની મદદથી ક્રૂ મોડ્યુલ સુધી પહોંચી ગઈ છે. ક્રૂ મોડ્યુલ રિકવર કરવામાં આવ્યું છે. હવે નેવી ટીમ તેને ઈસરોના વૈજ્ઞાનિકોને સોંપશે. ઈસરો ટીમ આ ક્રૂ મોડ્યુલનો અભ્યાસ કરશે અને તારણોના આધારે આગળનું આયોજન નક્કી કરશે.