ISRO Gaganyaan Flight Abort Test : ઈસરો ચંદ્રયાન – 3 અને આદિત્ય-એલ1 મિશનની સફળતા બાદ હવે ગગનયાનની તૈયારી કરી રહ્યુ છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા એક પછી એક મહત્વપૂર્ણ સ્પેસ મિશન લોન્ચ કરી રહી છે. હવે ગગનયાન વિશે ઈસરોએ એક મહત્વપૂર્ણ જાણકારી આપી છે.
ઈસરો ગગનયાન મિશન ક્યારે લોન્ચ કરશે (ISRO Gaganyaan Mission Test Launch)
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ શનિવારે કહ્યું કે, અંતરિક્ષ સંસ્તા ટૂંક સમયમાં જ ગગનયાન મિશન માટે માનવરહિત ફ્લાઇટનું પરીક્ષણ શરૂ કરશે. ભારતના પ્રથમ માનવ અવકાશ ઉડાન પ્રોજેક્ટનું એબોર્ટ ટેસ્ટ 25 ઓક્ટોબર 2023 ના રોજ થવાની સંભાવના છે. તેમાં કોઈ ક્રૂ મેમ્બર નહીં હોય.
ઈસરોએ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ગગનયાન માટેના ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (TV-D1) માટે તૈયારીઓ ચાલી રહી છે, જે ક્રૂ એસ્કેપ સિસ્ટમનું પ્રદર્શન દર્શાવે છે.’ ટેસ્ટ વ્હીકલ ટીવી-ડી1 એ આ એબોર્ટ મિશન માટે વિકસિત સિંગલ-સ્ટેજ લિક્વિડ રોકેટ છે. પેલોડમાં ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમનો સમાવેશ થાય છે.
ઈસરોનું ગગનયાન ભારતનું પ્રથમ માનવરહિત અવકાશ યાન (ISRO Gaganyaan First Unmanned Flight Abort)
આ એબોર્ટ ટેસ્ટ ભારતના પ્રથમ માનવસહિત અવકાશ મિશન ગગનયાન માટે છે, જે 2024ના અંતમાં અથવા 2025ની શરૂઆતમાં લોન્ચ થવાની ધારણા છે. ઈસરોના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ વિકાસ ઉડાન પરીક્ષણ વાહન (ટીવી-ડી1), જે તૈયારીના અંતિમ તબક્કામાં છે, તે ચાર મિશનમાંથી પ્રથમ હશે. તેમાં કોઈ ક્રૂ મેમ્બર નહીં હોય, અને મુખ્ય ગગનયાન મિશન દરમિયાન સંભવિત કટોકટીના કિસ્સામાં બચાવ પ્રક્રિયાઓનું મૂલ્યાંકન કરવા અને અવકાશયાત્રીઓની સુરક્ની ખાતરી કરવાનો હેતુ છે, જે ત્રણ ભારતીયોને 400 કિલોમીટરની ઊંચાઈએ અવકાશમાં પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં લઇ જશે.
આ પણ વાંચો | ચંદ્રયાન-3ના લેન્ડર અને રોવર ફરી સક્રિય થશે કે નહીં? ઈસરોના વૈજ્ઞાનિકે કહી મોટી વાત
આ દરમિયાન ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથનું કહેવું છે કે દેશની અંતરિક્ષ સંસ્થા દરરોજ 100 થી વધુ સાયબર હુમલાઓનો સામનો કરી રહી છે.