ISRO Next Mission and Plan : ISRO ના ચંદ્રયાન 3 મિશનની સફળતાથી સમગ્ર દેશમાં ઉત્સાહની લહેર છે. ઈસરોની આ સફળતા પર વડાપ્રધાન મોદી થી લઈને દેશના સામાન્ય નાગરિકો ગર્વ અનુભવી રહ્યા છે. પીએમ મોદીએ ચંદ્રયાન-3 ની સફળતા બાદ ઈસરોના આગામી મિશન વિશે પણ માહિતી આપી હતી. ઈસરો ટૂંક સમયમાં સૂર્ય મિશન અને ગગનયાન લોન્ચ કરશે. આ સિવાય ઈસરોએ શુક્ર પર પણ જવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આદિત્ય એલ 1 ક્યારે લોન્ચ થશે (aditya l1 mission launch date)
ISRO સપ્ટેમ્બરમાં ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1 લોન્ચ કરવા જઈ રહ્યું છે. ISROના જણાવ્યા અનુસાર, સૂર્યયાન આદિત્ય-L1 ને સૂર્ય અને પૃથ્વી પ્રણાલીના લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) ની ચારેબાજુ પ્રભામંડળ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. L1 ને અંતરીક્ષની પાર્કિંગ જગ્યા પણ કહેવામાં આવે છે. આ જગ્યા પૃથ્વીથી 1.5 મિલિયન કિમી દૂર સ્થિત છે. ISRO આદિત્ય L1 મિશન હેઠળ સૂર્યમાંથી નીકળતા રેડિયેશનનો અભ્યાસ કરશે. તમને જણાવી દઈએ કે, આદિત્ય L1 120 દિવસ સુધી અંતરિક્ષમાં રહેશે. આદિત્ય-L1 7 પેલોડ વહન કરે છે. આદિત્ય એલ1 મિશન પાછળનો ખર્ચ 378 કરોડ રૂપિયા છે.
ચંદ્રયાન-3 ની સફળતા બાદ ઈસરોના આગામી મિશન
આદિત્ય એલ1 મિશન (Aditya L1 Mission)
આદિત્ય એલ1 મિશન પર અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને ઈસરોએ સંયુક્ત રીતે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ બનાવવાનો કરાર કર્યો છે. આ મિશન આવતા વર્ષ સુધીમાં શરૂ થવાની આશા છે. આ ઉપગ્રહનું નામ NISAR છે. NISAR નું પૂર્ણ સ્વરૂપ NASA-ISRO સિન્થેટીક એપરચર રડાર છે. આ ઉપગ્રહ દ્વારા પૃથ્વીની જમીન અને બરફની સપાટીની હિલચાલને ખૂબ નજીકથી જોવામાં આવશે. આ ઉપગ્રહ જળવાયુ પરિવર્તન, ઘટતા જંગલ, પૃથ્વી પર ગ્લેશિયરના પીગળવાના દરને માપવાનું પણ કામ કરશે.
ગગનયાન મિશન (Gaganyaan Mission)
આ મિશન હેઠળ ભારતીય અવકાશ સંસ્થા (ઇસરો) દ્વારા 2024 સુધીમાં ત્રણ સભ્યોની ટીમ 5 થી 7 દિવસ માટે અવકાશમાં મોકલવામાં આવશે. આ મિશન માટે 9,023 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
માર્સ ઓર્બિટર મિશન 2 (mars orbiter mission 2)
2014 માં, ઇસરોએ મંગળયાન મિશનને મંગળની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મોકલ્યું હતું. હવે ઈસરો આ મિશનનો બીજો ભાગ 2023 માં જ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ મિશન હેઠળ ISRO મંગળની સૌથી નજીકની ભ્રમણકક્ષામાં ઓર્બિટર મૂકવાનો પ્રયાસ કરશે. આ ઓર્બિટર મંગળના વાતાવરણ અને મંગળ પરથી નીકળતા કિરણોનો અભ્યાસ કરશે.
ચંદ્રયાન 3 મિશન – સફળતાની અંતિમક્ષણનો ઐતિહાસિક નજારો – વીડિયો
શુક્રયાન 1 મિશન (shukrayaan 1 mission)
શુક્રયાન 1 મિશન હેઠળ ISRO શુક્રયાનને અવકાશમાં મોકલીને શુક્રની ભૂસ્તરશાસ્ત્રીય રચના અને જ્વાળામુખીની ગતિવિધિઓનો અભ્યાસ કરશે. તેના ગ્રાઉન્ડ ગેસ ઉત્સર્જન, પવનની ગતિ, વાદળો અને અન્ય બાબતોનો પણ અભ્યાસ કરશે. શુક્રયાન શુક્રની આસપાસ લંબગોળ ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરશે. શુક્રયાન મિશન શુક્રના ભ્રમણકક્ષામાં ચાર વર્ષ સુધી ફરશે. ISRO વર્ષ 2031 સુધીમાં શુક્રયાન લોન્ચ કરશે. આ મિશનને પૂર્ણ કરવા માટે 500 થી 1000 કરોડનો ખર્ચ થશે.
આ પણ વાંચો – Chandrayaan 3 : ચંદ્ર પર ભારતનો સૂર્યોદય, ઈસરોએ રચ્યો ઇતિહાસ, ચંદ્રયાન 3 વિક્રમ લેન્ડરનું થયું સફળ લેન્ડિંગ
સ્પેડેક્સ મિશન (Spadex Mission)
ભારત તેનું પ્રથમ સ્પેસ સ્ટેશન બનાવવા જઈ રહ્યું છે. હવે આ માટે, ISRO આવતા વર્ષે સ્પેસ ડોકિંગ પ્રયોગ (Spadex – Space Docking Experiment) કરવા જઈ રહ્યું છે. આ મિશન 2024 માં લોન્ચ કરવામાં આવશે. આ મિશન બનાવવા માટે 124 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.