/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/jammu-and-kashmir-election-and-politics.jpg)
કાશ્મીર ખીણ પ્રદેશમાં જમ્મુના નેતાઓની દખલગીરીથી ભાજપના કાશ્મીર નેતાઓ નારાજ
jammu and kashmir politics : જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે તે હજુ સ્પષ્ટ નથી. ભાજપ સતત દાવો કરી રહી છે કે, જમ્મુ-કાશ્મીરમાં જ્યારે પણ ચૂંટણી થશે ત્યારે તેમને મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામનો લાભ મળશે. આ દરમિયાન, શુક્રવારે ભાજપ જમ્મુ-કાશ્મીરે એક નિવેદન જાહેર કરીને સંગઠનમાં ત્રણ ફેરફારોની માહિતી આપી હતી.
ભાજપે જમ્મુ અને કાશ્મીરમાં તેના સોશિયલ મીડિયા પ્રભારી અભિજિત જસરોટિયાને હટાવ્યા અને બે પદાધિકારીઓ, જેમ કે વીર સરાફ (દક્ષિણ કાશ્મીર પૂર્ણકાલિન) અને મુદ્દાસિર વા ની (ઉત્તર કાશ્મીર પૂર્ણકાલિન) ને જમ્મુ મુખ્યાલયમાં પાછા બોલાવી લીધા. તે બંને પૂર્ણકાલિન ઘાટી સાથે જ સંબંધ ધરાવે છે.
J&K બીજેપી દ્વારા આ પગલું ઘાટીમાં પાર્ટીના કેટલાક નેતાઓએ સામૂહિક રાજીનામું આપવાની ધમકી આપ્યા પછી તરત જ આવ્યું છે. ગુરુવારે ભાજપનું ટોચનું નેતૃત્વ કાશ્મીર પહોંચી ગયું હતું. કાશ્મીર ઘાટીમાં બીજેપીના ઘણા નેતાઓ આરોપ લગાવે છે કે, પાર્ટી નેતૃત્વ ઘાટીમાં તેના મુસ્લિમ નેતાઓ પર વિશ્વાસ નથી કરતું અને જમ્મુના નેતાઓને તેમના પર થોપવામાં આવી રહ્યા છે.
કાશ્મીરના ભાજપના નેતાઓ કેમ નારાજ છે?
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, રાજીનામાની ધમકી આપનાર ઘાટીના એક નેતાએ કહ્યું કે, અમે એવા લોકો છીએ, જેમણે ભાજપને ઘાટીમાં પગ જમાવવાની તક આપી. અમે તે સમયે ભાજપમાં જોડાયા, જ્યારે કોઈએ તેના વિશે વિચાર્યું પણ ન હતું. અમે ઉગ્રવાદીઓની ધમકીઓ અને હુમલાઓનો સામનો કર્યો અને પાર્ટી માટે કેટલુએ બલિદાન આપ્યું. અમારા કામ અને બલિદાનને કારણે જ તમે લોકો કાશ્મીર ઘાટીમાં ભાજપનો ઝંડો લહેરાવતા જોઈ શકો છો. પરંતુ અમારા નેતાઓ માટે અમે હજુ અછૂત બેનાલા છીએ. તેઓ હજુ પણ વિચારે છે કે, નેતૃત્વની ભૂમિકાઓ પર અમારા પર વિશ્વાસ કરી શકાય નહીં.
જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં બીજેપીનું નેતૃત્વ એવું અનુમાન કરી રહ્યું છે કે, આ મુદ્દો હાલ પૂરતો ઉકેલાઈ ગયો છે, ત્યારે ગયા અઠવાડિયે જે ડ્રામા બહાર આવ્યો તે એક મોટી સમસ્યા તરફ ઈશારો કરે છે.
2015 પછી કાશ્મીરમાં ભાજપનો મોટો ગ્રાફ
જમ્મુ-કાશ્મીરમાં ભાજપે માત્ર એક જ વાર સત્તાનો સ્વાદ ચાખ્યો છે, જ્યારે તેણે પીડીપી સાથે ગઠબંધન કર્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં ભાજપનો મોટાભાગનો આધાર જમ્મુ ક્ષેત્રમાં જ છે. જો કે આતંકવાદ શરૂ થયો તે પહેલા કાશ્મીર ખીણમાં ભાજપ પાસે થોડા ચહેરા હતા, પરંતુ 2015માં પીડીપી સાથે ગઠબંધન કરીને સત્તામાં આવ્યા પછી જ કાશ્મીરમાં ભાજપનું નેતૃત્વ દેખાતું હતું.
J&K ભાજપમાં કાશ્મીરના થોડા જ નેતાઓને તક આપવામાં આવી છે
કહેવાય છે કે, કાશ્મીર ઘાટીમાં ભાજપના નેતાઓ પર જમ્મુના નેતાઓનો પ્રભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર બીજેપી અધ્યક્ષ રવિન્દ્ર રૈના જમ્મુ પ્રદેશના છે. પાર્ટીના કોર ગ્રૂપના 18 સભ્યોમાંથી માત્ર એક સભ્ય દર્શન અંદ્રાબી જ માત્ર કાશ્મીરના છે. આ બાજુ 11 ઉપપ્રમુખોમાંથી માત્ર એક સોફી યુસુફ કાશ્મીરના છે, જ્યારે ચાર મહાસચિવોમાંથી કોઈ પણ કાશ્મીર ખીણમાંથી નથી. J&K BJPના 20 પ્રવક્તામાંથી માત્ર 2 કાશ્મીરી છે. પાર્ટીના 94 કાર્યકારી સમિતિના સભ્યોમાંથી 10થી ઓછા કાશ્મીર ઘાટીમાંથી છે.
કાશ્મીરના નેતાઓ અચાનક ગુસ્સે થયા નથી
કાશ્મીર ખીણમાં બીજેપી નેતૃત્વ, ખાસ કરીને યુવાનો લાંબા સમયથી નારાજ હતા કારણ કે, સ્થાનિક એકમોમાં મોટાભાગના પદ જમ્મુના નેતાઓને આપવામાં આવ્યા હતા. બુધવારે, કાશ્મીર ઘાટીમાંથી ભાજપના નેતાઓમાં ગુસ્સો ફાટી નીકળ્યો, ત્યારે તેઓ શ્રીનગરની એક હોટલમાં મળ્યા અને પક્ષના નેતૃત્વને સામૂહિક રાજીનામાની ધમકી આપી.
જમ્મુ કે કાશ્મીરમાંથી જે પણ સમર્થ હોય - હિંદુ કે મુસ્લિમ - તેનું અહીં સ્વાગત છે. અમારી પાસે અશોક કૌલ અને સુનીલ શર્મા જેવા નેતાઓ છે, જેમની વિધાનસભા ઘાટીમાં છે.
તેમણે વધુમાં કહ્યું કે, સમસ્યા ત્યારે થાય છે, જ્યારે કાશ્મીરના ઈતિહાસ, સંસ્કૃતિ અને રાજનીતિથી અજાણ લોકોને અહીં મોકલવામાં આવે છે. જમ્મુના અન્ય ઘણા નેતાઓ છે જેઓ અહીં આવે છે, બેઠક બોલાવે છે અને પાર્ટીના કાર્યકરોને સૂચનાઓ આપે છે, જ્યારે પાર્ટીએ તેમને આવું કરવાનો આદેશ પણ આપ્યો નથી હોતો. અમે ગુસ્સે છીએ કારણ કે, પાર્ટી તેમની સામે કાર્યવાહી કેમ નથી કરતી.
કાશ્મીર ભાજપના નેતાઓનું કહેવું છે કે, ખીણમાં ‘રાજકીય શિખાઉ માણસો’ મોકલીને ભાજપ પોતાને જ નુકસાન પહોંચાડ્યું. અન્ય યુવા નેતાએ કહ્યું કે, આમાંના મોટાભાગના લોકો અહીંની પરિસ્થિતિને સમજવા કે પહોંચીવળવા માટે સક્ષમ નથી. તેઓ પોતાને સંબંધિત રાખવા માટે પાર્ટીમાં લોબિંગ કરે છે, અને જૂથો બનાવે છે, જે ખીણમાં પક્ષના ભાવિ માટે સારું નથી. તેઓ વધુમાં જણાવે છે કે, કાશ્મીરમાં અમારી પાસે સક્ષમ નેતાઓ છે. શા માટે તેમને હોદ્દા આપવામાં આવતી નથી? અનેક પડકારોનો સામનો કરીને કોઈપણ દબાણને વશ થયા વિના આગળ ઊભા રહીને પક્ષ માટે ખૂબ બલિદાન આપ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us