scorecardresearch

જમ્મુ અને કાશ્મીર: લિથિયમ ભંડાર ભારતનો ચહેરો બદલી નાખશે

Jammu and Kashmir Lithium : જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લા (Riasi District) ના સલાલ હેમના બ્લોક (Salal Hamna Block) માં લિથિયમના ભંડાર (Lithium reserves) ની શોધ કરાઈ છે. ભારત (India) અત્યાર સુધી લિથિયમ માટે ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિના જેવા દેશો પર નિર્ભર હતું.

જમ્મુ અને કાશ્મીર: લિથિયમ ભંડાર ભારતનો ચહેરો બદલી નાખશે
જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ હેમના બ્લોકમાં લિથિયમના ભંડારની શોધ થઈ (ફોટો – ઈન્ડિયન એક્સપ્રેસ)

Jammu and Kashmir Lithium : લિથિયમ એ એક ખનિજ છે જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો, મોબાઇલ ફોન અને લેપટોપ માટે બેટરીમાં થાય છે. એવું માનવામાં આવે છે કે, ડીઝલ અને પેટ્રોલ વાહનોથી થતા પ્રદૂષણને ઘટાડવાની દિશામાં આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જમ્મુ અને કાશ્મીરમાં 5.9 મિલિયન ટન લિથિયમનો વિશાળ ભંડાર મળી આવ્યો છે.

ભારત અત્યાર સુધી લિથિયમ માટે ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિના જેવા દેશો પર નિર્ભર હતું. હવે ભારત આ મામલે આત્મનિર્ભર બનશે અને એવી અપેક્ષા છે કે, વર્ષ 2030 સુધીમાં દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં 30 ટકાનો વધારો થશે.

દેશમાં જોવા મળતો લિથિયમના ભંડાર શ્રેષ્ઠ ગુણવત્તાનો હોવાનું કહેવાય છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર, જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને જમ્મુ અને કાશ્મીરમાં 5.9 મિલિયન ટન લિથિયમનો વિશાળ ભંડાર મળ્યો છે. આ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાંથી મળી આવ્યો છે.

રિચાર્જેબલ બેટરીમાં લિથિયમનો વારંવાર ઉપયોગ થાય છે. આ બેટરીનો ઉપયોગ સ્માર્ટફોન અને લેપટોપથી લઈને ઈલેક્ટ્રિક કારમાં થાય છે. એવું માનવામાં આવે છે કે, ડીઝલ અને પેટ્રોલ વાહનોથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.નિષ્ણાતોના મતે, જમ્મુ-કાશ્મીરમાં લિથિયમના વિશાળ ભંડારને કારણે, ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર કાર્બન ઉત્સર્જનને ઘટાડવાના ભારતના પ્રયાસોને મોટો ફાયદો થશે.

ભારતના ખનિજ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે રિયાસી જિલ્લાના સલાલ હેમના બ્લોકમાં લિથિયમના ભંડારની શોધ કરી છે. આ વિસ્તાર ચેનાબ નદી પર 690 મેગાવોટના સલાલ પાવર સ્ટેશનથી લગભગ આઠ કિલોમીટર દૂર છે. જમ્મુ અને કાશ્મીરના ખાણ વિભાગના સચિવ અમિત શર્માના જણાવ્યા અનુસાર, લિથિયમના ભંડારની શોધને કારણે આ ક્ષેત્રમાં આપણી હાજરી વૈશ્વિક નકશા પર નોંધાઈ છે.

હવે સમગ્ર વિશ્વમાં સંદેશ ગયો છે કે, દેશ આ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બની રહ્યો છે અને ટૂંક સમયમાં બોલિવિયા, આર્જેન્ટિના, ચિલી, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ચીન જેવા લિથિયમ નિકાસ કરનારા દેશોમાં પણ તેની ગણતરી થશે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના વૈજ્ઞાનિકોએ ગયા વર્ષે આ વિસ્તારમાં સેમ્પલ એકત્ર કરવાનું કામ શરૂ કર્યું હતું. સેમ્પલનું હજુ બે સ્તર પર પરીક્ષણ કરવાનું બાકી છે. જે બાદ સરકાર ખાણકામ માટે કોન્ટ્રાક્ટ જાહેર કરશે.

અગાઉ વર્ષ 2021માં કર્ણાટકમાં આવો જ લિથિયમ ભંડાર જોવા મળ્યો હતો. જો કે તે જથ્થાની દ્રષ્ટિએ ખૂબ જ નાનો છે. ખનિજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજના જણાવ્યા અનુસાર, સરકારે આ લક્ષ્યને હાંસલ કરવા માટે સર્ચ ઓપરેશન વધુ તેજ કરી દીધું છે. સામાન્ય શ્રેણીમાં લિથિયમનો ગ્રેડ 220 પાર્ટ્સ પ્રતિ મિલિયન (ppm) છે, જ્યારે જમ્મુ અને કાશ્મીરના ભંડારમાં જોવા મળતા લિથિયમનો ગ્રેડ 550 પીપીએમ કરતાં વધુ છે.

સલાલ કોટલી ગામમાં છ હેક્ટર (આશરે 120 કનાલ) જમીનમાંથી 5.9 મિલિયન ટન હળવુ ખનિજ લિથિયમ એટલે કે સફેદ સોનું મળી આવ્યું છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)ના નિષ્ણાતો છેલ્લા પાંચ વર્ષથી આ ગામમાં સર્વે કરી રહ્યા હતા. લિથિયમ મિનરલ ડિપોઝિટની ઘનતા પણ ઘણી વધારે છે.એટલે કે જે વિસ્તારમાં આ ખનિજ મળી આવ્યું છે ત્યાંથી લિથિયમ મોટા જથ્થામાં કાઢી શકાય છે.

સલાલ કોટલીના દમણ કોટમાં લિથિયમનો મુખ્ય ભંડાર હોવાનું જાણવા મળ્યું છે. સલાલ કોટલી, રિયાસીથી અર્નાસ જતા મુખ્ય માર્ગ પર આવેલું છે, જેમાં 40 ટકા ઉપર અને 60 ટકા નીચેના ભાગમાં લિથિયમનો ભંડાર છે. જીએસઆઈની ટીમે સર્વે કરેલ જગ્યાને માર્ક કરી છે.

આ પણ વાંચો‘અમે બંગડીઓ નથી પહેરી, એક પણ બહારના વ્યક્તિને અહીં વસવા નહીં દઈએ’, અલ્તાફ બુખારીના નિવેદનથી લોકો ગુસ્સે

લિથિયમ શું છે

લિથિયમ નામ ગ્રીક શબ્દ ‘લિથોસ’ પરથી આવ્યું છે. તેનો અર્થ ‘પથ્થર’ થાય છે. તે નોન-ફેરસ મેટલ છે. મોબાઈલ-લેપટોપ, વાહનો સહિત તમામ પ્રકારની ચાર્જેબલ બેટરી બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. તે ‘મૂડ સ્વિંગ’ અને ‘બાયપોલર ડિસઓર્ડર’ જેવા રોગોની સારવારમાં પણ મદદરૂપ છે. અત્યાર સુધી ભારત લિથિયમ માટે સંપૂર્ણપણે અન્ય દેશો પર નિર્ભર છે. હાલમાં, તેના 50 ટકા અનામત ત્રણ દક્ષિણ અમેરિકન દેશો – આર્જેન્ટિના, બોલિવિયા અને ચિલીમાં છે. જોકે, વિશ્વનું અડધું ઉત્પાદન ઓસ્ટ્રેલિયામાં થાય છે.

Web Title: Jammu and kashmir lithium reserves will change the face of india

Best of Express