જમ્મુ કાશ્મીરમાં બેલ બોન્ડ ભરવામાં અસમર્થ યુવકે 21 વર્ષ જેલમાં કાઢ્યા, બહાર આવતા વળતર માટે હાઇકોર્ટના શરણે

jammu kashmir: તાજેતરમાં આ વ્યક્તિએ જેલમાંથી બહાર નીકળી હાઇકોર્ટ (High court) સમક્ષ એવી અપીલ કરી છે કે મારી જીંદગીના 22 વર્ષ ખરાબ કરવા બદલ મને વળતર ચૂકવવામાં આવે.

Written by mansi bhuva
November 23, 2022 08:31 IST
જમ્મુ કાશ્મીરમાં બેલ બોન્ડ ભરવામાં અસમર્થ યુવકે 21 વર્ષ જેલમાં કાઢ્યા, બહાર આવતા વળતર માટે હાઇકોર્ટના શરણે
જમ્મુ કાશ્મીરમાં એક વ્યક્તિએ કોર્ટમાં વળતર ચૂકવવા કરી માંગ

જમ્મુ-કાશમીરથી મહત્વના સમાચાર સામે આવ્યાં છે. જમ્મુ-કાશ્મીરની જેલમાં એક વ્યક્તિને માત્ર જામીન બોન્ડ ન ભરી શકવાના કારણે જીંદગીના 21 વર્ષ જેલમાં વિતાવવા પડ્યાં. તાજેતરમાં આ વ્યક્તિએ જેલમાંથી બહાર નીકળી અદાલત સમક્ષ એવી અપીલ કરી છે કે મારી જીંદગીના 22 વર્ષ ખરાબ કરવા બદલ મને વળતર ચૂકવવામાં આવે. કોર્ટ આ મામલે ટૂંક સમયમાં સુનાવણી કરશે.ત્યારે હાલ આ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે.સમગ્ર મામલો

હકીકતમાં જમ્મુ-કાશ્મીર પોલીસે જય પ્રકાશ નામના શખ્સ વિરુદ્ધ વર્ષ 2000માં કેસ દાખલ કર્યો હતો. આ મામલો આમર્સ એક્ટ સાથે સંબંધિત હતો. જોકે જામીનપાત્રો હતા. પરંતુ જય પ્રકાશ જામીન બોન્ડ ભરવામાં અસમર્થ હોવાને પગલે કોર્ટે તેની ધરપકડ કરવાના આદેશ આપ્યાં હતા. તેમજ પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં ઉલ્લેખ છે કે, જય પ્રકાશે જે ગુનો કર્યો છે તેને પાગલપન કહી શકાય. એવી સ્થિતિમાં જેલમાં જય પ્રકાશના મેડિકલ ચેકઅપ વિશે સુપરિટેન્ડેટને કહેવામાં આવ્યું હતું.આ પછી મે 2002માં કોર્ટનું એક નિવેદન સામે આવ્યું હતું કે, આરોપી ક્રોનિક મેંટલ રોગ સામે ઝઝૂમી રહ્યો છે. જેને પગલે સરકારી મેડિકલ કોલેજનો મનોવિજ્ઞાન વિભાગ તેની તાત્કાલિક સારવાર કરે. જેની પાછળ કોર્ટનું તર્ક હતું કે, આરોપીની મેડિકલ સારવાર બાદ તે ટ્રાયલનો સામનો કરી શક્શે.

આ પણ વાંચો: Shraddha Murder Case: કોર્ટમાં આફતાબ પૂનાવાલાએ કહ્યું- ગુસ્સામાં કરી દીધી શ્રદ્ધાની હત્યા, ઠીકથી ઘટના યાદ નથી

જય પ્રકાશને જેલમાંથી બહાર નીકાળવા માટે બનારસના સુદામાં પ્રસાદે 30 હજાર રૂપિયા બેલ બોન્ડ ભર્યા હતા. જે બાદ જય પ્રકાશ 21 નવેમ્બર 2022ના રોજ જેલમાંથી આઝાદ થયો. આ પછી તેને તુરંતજ જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટમાં કોઇ ગંભીર કારણ વિના જીંદગીના 22 વર્ષ ખરાબ કરવા બદલ વળતર ચૂકવવા માટે અરજી દાખલ કરી છે. જેને લઇને હાઇકોર્ટે સિવિલ કોર્ટના સમગ્ર મામલા અંગે રેકોર્ડ માંગી યૂટી પ્રશાસનને નોટિસ મોકલી છે. ત્યારે સમગ્ર મામલે આગામી 31 જાન્યુઆરી 2023ના રોજ સુનાવણી થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ