જમ્મુ કાશ્મીર રાજકારણ : ગુલામ નબી આઝાદ ભાજપ સાથે ગઠબંધન કરશે? શું હિંદુ વોટ પર છે નજર?

Jammu Kashmir Politics : ગુલામ નબી આઝાદ (Ghulam Nabi azad) જાણે છે કે, J&K તેમજ રાષ્ટ્રીય રાજકારણમાં સુસંગત રહેવા માટે, તેમને કેન્દ્ર સરકાર, ભાજપ (BJP) ની નજીક રહેવાની જરૂર છે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મુસ્લિમ (Muslim) અને હિન્દુ (Hindu) બંને સમુદાયોનું સમર્થન મેળવવાની જરૂર છે.

Jammu Kashmir Politics : ગુલામ નબી આઝાદ (Ghulam Nabi azad) જાણે છે કે, J&K તેમજ રાષ્ટ્રીય રાજકારણમાં સુસંગત રહેવા માટે, તેમને કેન્દ્ર સરકાર, ભાજપ (BJP) ની નજીક રહેવાની જરૂર છે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મુસ્લિમ (Muslim) અને હિન્દુ (Hindu) બંને સમુદાયોનું સમર્થન મેળવવાની જરૂર છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Jammu Kashmir Politics - Ghulam Nabi azad

જમ્મુ કાશ્મીર રાજકારણ - ગુલામ નબી આઝાદ (ફોટો - ટ્વીટર)

jammu kashmir politics : એક સમયે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહી ચુકેલા ગુલામ નબી આઝાદ હાલના દિવસોમાં પોતાના અલગ-અલગ નિવેદનોને કારણે ચર્ચામાં છે. જ્યારે એક તરફ તેઓ એવું કહેતા સાંભળવા મળ્યા છે કે, નબળા લોકો મત માંગવા માટે ધર્મનો ઉપયોગ કરે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ડોડા જિલ્લાના ચિરાલામાં સભાને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું હતું કે, ભારતમાં મુસ્લિમો બહારથી આવ્યા નથી, આમાંથી મોટાભાગના લોકોએ હિંદુ ધર્મ છોડીને ઈસ્લામ ધર્મ અપનાવ્યો છે. ગુલામ નબી આઝાદ આ દરમિયાન કાશ્મીરને લઈ કહ્યું હતુ કે, 600 વર્ષ પહેલા કાશ્મીરમાં કોઈ મુસલમાન ન હતા, બધા જ કાશ્મીરી પંડિતો હતા, બાદમાં તેઓ મુસલમાન બની ગયા.

Advertisment

હવે સવાલ એ થાય છે કે, ગુલામ નબી આઝાદનો સૂર કેમ બદલાવા લાગ્યો છે અને તેમના તાજેતરના નિવેદનોનો રાજકીય અર્થ શું છે? એવી પણ ચર્ચા છે કે, ગુલામ નબી આઝાદ ભાજપની નજીક આવી રહ્યા છે.

જમ્મુ યુનિવર્સિટીના પ્રોફેસરનું શું કહેવું છે?

ગુલામ નબી આઝાદની ટિપ્પણીઓનો સંદર્ભ આપતા, જમ્મુ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર પ્રોફેસર હરિઓમ (અલગ જમ્મુ રાજ્યની માંગના જાણીતા સમર્થક) એ સોશિયલ મીડિયા પોસ્ટમાં પૂછ્યું, “ગુલામ નબી આઝાદે આ નિવેદનો શા માટે કર્યા? શું તે મત માટે ભોળા હિંદુઓને મૂર્ખ બનાવી રહ્યા છે અને તેમની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે અને ભાજપ સાથે ગઠબંધન કરવાનું વિચારી રહ્યા છે?

ગુલામ નબી આઝાદ J&K ના વિવિધ વિસ્તારોની તેમની મુલાકાત દરમિયાન તેમની તમામ જાહેર સભાઓમાં દાવો કરી રહ્યા છે કે, તેઓ મત માંગી રહ્યા નથી કારણ કે વિધાનસભાની ચૂંટણીઓ નજીક નથી, તેમના નિવેદનોને આ સાથે જોડવા જોઈએ નહીં.

Advertisment

જો કે, આગામી મહિનાઓમાં, જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટાયેલા નાગરિક અને પંચાયત સંસ્થાઓનો પાંચ વર્ષનો કાર્યકાળ પણ સમાપ્ત થશે. સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં હાલની નગરપાલિકાઓની મુદત આ વર્ષે 15 નવેમ્બરે અને પંચાયતોની મુદત 9 જાન્યુઆરી, 2024ના રોજ સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે, આ ચૂંટણીઓ પર તેમની નજર છે.

370 પર ફારુક અબ્દુલ્લા અને અન્યની ટીકા શા માટે થઈ?

આઝાદે અગાઉ ઓગસ્ટ 2019 માં ડોડા જિલ્લાના તેમના અઠવાડિયાના પ્રવાસ દરમિયાન કેન્દ્ર દ્વારા કલમ 370 નાબૂદ કરવાનો વિરોધ કરનારાઓની ટીકા કરી હતી. ગુલામ નબી આઝાદે કહ્યું કે, તેઓ યુટીનો ઈતિહાસ અને ભૂગોળ સમજી શકતા નથી. તેમનો હુમલો ફારુક અબ્દુલ્લાની આગેવાની હેઠળની નેશનલ કોન્ફરન્સ (NC) અને મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) જેવા પ્રાદેશિક પક્ષો હતા. ત્યારે આઝાદે કહ્યું હતું કે, "કલમ 370 કોઈ ચોક્કસ પ્રદેશ, પ્રાંત કે ધર્મ માટે નથી, પરંતુ તે બધા માટે સમાન રીતે ફાયદાકારક છે."

શું ભાજપ સાથે ગઠબંધન કરશે?

નોંધપાત્ર રીતે, ગુલામ નબી આઝાદે પોતાની પાર્ટી બનાવવા માટે પાંચ દાયકાના ગઠબંધન પછી ગયા વર્ષે 26 ઓગસ્ટે કોંગ્રેસ છોડી દીધી હતી. તેમણે શરૂઆતમાં આર્ટિકલ 370 મુદ્દે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે, તેની પુનઃસ્થાપના "અશક્ય" છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકારે તેને નાબૂદ કરી છે અને તેને પુનઃસ્થાપિત કરશે નહીં.

તેઓ કહેતા રહ્યા છે કે, તેમને નથી લાગતું કે, નજીકના ભવિષ્યમાં કોંગ્રેસ 300થી વધુ બેઠકો સાથે સત્તામાં આવશે અને તેને પુનઃસ્થાપિત કરશે. તેમણે કહ્યું કે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને લોકોએ તેના નિર્ણયની રાહ જોવી જોઈએ. ગુલામ નબી આઝાદે ભાજપ સરકારને યુનિફોર્મ સિવિલ કોડ અંગે ચેતવણી આપતાં કહ્યું કે, તેનાથી તમામ સમુદાયો પ્રભાવિત થશે.

કેમ હિંદુ વોટ મેલવવા માંગે છે આઝાદ?

રાજકીય વર્તુળોમાં ચર્ચા એ છે કે, આઝાદ જાણે છે કે J&K તેમજ રાષ્ટ્રીય રાજકારણમાં સુસંગત રહેવા માટે, તેમને કેન્દ્ર સરકારની નજીક રહેવાની જરૂર છે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મુસ્લિમ અને હિન્દુ બંને સમુદાયોનું સમર્થન મેળવવાની જરૂર છે. 74 વર્ષિય આઝાદ, જમ્મુ ક્ષેત્રની મુસ્લિમ બહુમતી ધરાવતા ચેનાબ ખીણના છે, જ્યાં લગભગ 40-45 ટકા હિંદુ વસ્તી છે. ઘણા લોકો માને છે કે, તાજેતરની સીમાંકન પ્રક્રિયા દરમિયાન આ પટ્ટામાં ત્રણ વિધાનસભા મતવિસ્તારો ઉમેરવાથી ભાજપને ફાયદો થયો છે.

આ પણ વાંચો - jammu kashmir drug : હવે નશો જમ્મુ-કાશ્મીરને બરબાદ કરી રહ્યો, DGP એ કહ્યું – આતંકવાદ કરતા પણ મોટો ખતરો છે ડ્રગ્સ

એટલા માટે ગુલામ નબી આઝાદ મુસ્લિમ અને હિન્દુ બંને મતદારો સુધી પહોંચી રહ્યા છે. તેમના એક પૂર્વ વફાદારે કહ્યું, "જો આઝાદ ચૂંટણી નહીં જીતે તો પણ તેઓ બિન-ભાજપ મતો, ખાસ કરીને કોંગ્રેસના મતોનું વિભાજન કરીને ભાજપને મદદ કરશે."

2020 માં યોજાયેલી પ્રથમ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (DDC) ની ચૂંટણીઓમાં, ભાજપ 74 બેઠકો સાથે યુટીમાં એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, ભલે ગુપકર ગઠબંધન, જેમાં NC અને PDP સામેલ છે, જેમાં સંયુક્ત ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

ગુજરાતી ન્યૂઝ politics જમ્મુ અને કાશ્મીર Express Exclusive દેશ ભાજપ