જાપાનના વડાપ્રધાન કિશિદા ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે ત્યારે પોતાના જાપાની સમકક્ષ ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય વાર્તા કરી હતી. મોદી અને જાપાનના વડાપ્રધાન વચ્ચે થયેલી શિખર વાર્તામાં મહત્વની ચર્ચા થઇ છે. જેમાં ભારત જાપાનના સંબંધો વધુ મજબૂત બનશે.મોદી કિશિદાનું મંથનમાં ગુજરાતને ખાસ ફાયદો મળશે.જેમાં મહત્વના બે મુદ્દે સઘન ચર્ચા થઇ જેમાં સેમી કંન્ડક્ટર ટેકનોલોજી અંગે ચર્ચા થઇ, ડિજિટલ પાર્ટનરશીપ અંગે ચર્ચા થઇ તેમજ અમદાવાદ મુંબઇ હાઇ સ્પીડ ટ્રેન અંગે પણ ચર્ચા થઇ હતી. સાથોસાથ અમદાવાદ મુંબઇ વચ્ચેની હાઇ સ્પીડ ટ્રેન પણ ઝડપથી શરૂ થઇ શકશે.
ત્યારબાદ વાડપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતની જી20 અધ્યક્ષતા અને જાપાની જી7 અધ્યક્ષતાની પ્રાથમિક્તાઓ પર એક સાથે કામ કરવું એક સારી બાબત હતી. તેમણે કહ્યું કે બંને દેશોની રક્ષા અને ડિજિટલ ટેક્નોલોજીના ક્ષેત્રોમાં સહયોગ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કિશિદાએ સોમવારે 20 માર્ચે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં એક શાંતિપૂર્ણ, સ્થિર અને અમૃદ્ધ પોસ્ટ-કોવિડ દુનિયા માટે પોતાના બંને દેશો વચ્ચેની રણનીતિક ભાગીદારીનો વિસ્તાર કરવાના ઉદ્દેશ્યથી પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તા કરી હતી.
જાપાનના વડાપ્રધાન કિશિદાએ કહ્યું કે તેઓ આજે એક લેક્ચરમાં ફ્રી એન્ડ ઓપન ઈન્ડો-પેસિફિક (FOIP) પર નવી યોજનાની જાહેરાત કરશે. “હું ICWA દ્વારા આયોજિત પ્રવચન કાર્યક્રમમાં ફ્રી એન્ડ ઓપન ઈન્ડો-પેસિફિક (FOIP) પર મારી નવી યોજનાની જાહેરાત કરીશ. ભારતીય ભૂમિ પર મારી નવી દ્રષ્ટિને ઉજાગર કરતાં મને ખૂબ જ આનંદ થાય છે જે FOIPને સાકાર કરવામાં અમને મદદ કરશે. મોદીએ કહ્યું, “અમે સેમી-કન્ડક્ટર્સ, અન્ય મહત્વપૂર્ણ તકનીકીઓ માટે વિશ્વસનીય સપ્લાય ચેઇનના મહત્વ વિશે ચર્ચા કરી હતી.”
કિશિદાએ કહ્યું કે, “ભારત સાથેનો અમારો આર્થિક સહયોગ તેના વધુ વિકાસને સમર્થન આપશે એટલું જ નહીં પરંતુ જાપાન માટે આર્થિક તકો પણ ઉભી કરશે.” આ પહેલા કિશિદાએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન તરીકે તેમની બીજી ભારત મુલાકાતનો આ પ્રથમ દિવસ છે. કિશિદાએ ગાંધીજીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ વિઝિટર બુક પર હસ્તાક્ષર કર્યા હતા.
“આ બેઠક એક મહત્વપૂર્ણ સમયે યોજાઈ રહી છે જ્યારે ભારત અને જાપાન અનુક્રમે G20 અને G7 ના અધ્યક્ષો ધરાવે છે. તેથી આ મુલાકાત અમને ખોરાક અને આરોગ્ય સુરક્ષા, ઉર્જા સંક્રમણ અને આર્થિક સુરક્ષા સહિતના નિર્ણાયક વૈશ્વિક મુદ્દાઓ પર અમારી પ્રાથમિકતાઓને પરિવર્તિત કરવા માટે G20 અને G7 કેવી રીતે સાથે મળીને કામ કરી શકે છે તેની ચર્ચા કરવાની તક આપે છે.
સોમવારે સવારે પાલમ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જાપાનના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ગયા વર્ષે માર્ચમાં તેમની ભારતની મુલાકાત દરમિયાન, કિશિદાએ આગામી પાંચ વર્ષમાં ભારતમાં પાંચ ટ્રિલિયન યેન (રૂ. 3,20,000 કરોડ)ના રોકાણના લક્ષ્યની જાહેરાત કરી હતી.