Purvanchal University Professor Video viral : જૌનપુર સ્થિત પૂર્વાંચલ યુનિવર્સિટીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુનિવર્સિટીના HOD અને એક વિદ્યાર્થીની વચ્ચે વાતચીત થઈ રહી છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધોને શરમજનક બનાવનાર HOD વિદ્યાર્થીની પાસે કિસની માંગ કરી રહ્યા છે. આટલું જ નહીં એચઓડી વિદ્યાર્થીનીને સેક્સની ઓફર પણ કરી રહ્યો છે. એચઓડી વિદ્યાર્થિની પર સતત દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ વિદ્યાર્થિની ગભરાઈ નહીં અને તેણે લંપટ એચઓડીના તમામ કારનામા દુનિયાની સામે લાવ્યા છે.
ટીડી કોલેજના એચઓડીનો વીડિયો વાયરલ
આ વીડિયો જૌનપુરની પૂર્વાંચલ યુનિવર્સિટીની ટીડી કોલેજનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં એચઓડી વિદ્યાર્થિનીને કિસ અને સેક્સની ઓફર કરી રહ્યા છે અને કહે છે કે આમ કરવાથી તેને કોઈ તકલીફ નહીં પડે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. કોલેજ પ્રશાસન વતી આરોપી પ્રોફેસર પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.
શું પોલીસ કાર્યવાહી કરશે?
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોએ પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે આ વીડિયો પર કહ્યું છે કે, લાઈનબજારના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરને આ મામલે તપાસ કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
યુઝર્સ પ્રતિસાદ
યુનિવર્સિટીના ટીડી કોલેજના પ્રોફેસર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીની પાસેથી KISS માંગે છે. થોડા મહિના પહેલા કાનપુર CSJMU અને HBTUમાં પણ આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, બધાએ મળીને દીકરીનો અવાજ દબાવી દીધો હતો. મનોજ શર્મા નામના યૂઝરે લખ્યું- “આ લંપટ વ્યક્તિ દેશના પવિત્ર ગુરુ-શિષ્ય સંબંધની પરંપરા પર કલંક છે, HOD કોઈને પાસ કરવા માટે અશ્લીલ વાતો કરી રહ્યો છે! જે ખૂબ જ શરમજનક છે.
આ પણ વાંચો – બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પરિચય : પરિવારમાં કોણ છે? કેવી રીતે બાબા બન્યા? ઉંમર કેટલી? જાણીએ બધુ જ
યુપી કોંગ્રેસ તરફથી લખવામાં આવ્યું હતું કે, “આવા લોકો શિક્ષકોની પોસ્ટ, કોલેજ પરિસર અને માનવતાને કલંકિત કરે છે. આવા લોકોની હાજરીમાં ‘દીકરી બચાવો, દીકરી ભણાવો’ કેવી રીતે સાકાર થશે? યોગી આદિત્યનાથ જી! આ હલકી માનસિકતા ધરાવતા વ્યક્તિ સામે તાત્કાલિક કડક પગલાં લેવા જોઈએ. આ સમાજની ગંદકીથી વધુ કંઈ નથી!” એક યુઝરે લખ્યું કે, ઉત્તર પ્રદેશમાં રામ રાજ્ય ચાલી રહ્યું છે, શું સરકાર આવા શિક્ષકો સામે કોઈ પગલાં લેશે?