/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/jdu-meat-and-rice-party.jpg)
ભાજપ નેતાનો આક્ષેપ - જેડીયુની મટન પાર્ટી બાદ શહેરમાંથી હજારો કૂતરા ગાયબ
jdu meat and rice party : બિહારમાં JDU દ્વારા મટન-ભાતની મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું હતું, હવે મુંગેરમાં JDUના આ કાર્યક્રમ પર રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા વિજય સિંહાએ કહ્યું કે, આ ઘટના બાદ શહેરમાંથી કૂતરાઓ ગાયબ થઈ ગયા છે. હવે આ બાબતની તપાસ થવી જોઈએ કે, આ દાવતમાં કયા પ્રાણીઓનું માંસ પીરસવામાં આવ્યું હતું.
ભાજપના નેતા વિજય સિન્હાએ આ વાત કહી
વિજય સિંહાએ કહ્યું કે, આ મામલો ખૂબ જ ગંભીર છે, JDUની મટન પાર્ટીમાં હજારો લોકોને કયા પ્રાણીઓનું માંસ ખવડાવવામાં આવ્યું તેની તપાસ થવી જોઈએ. કારણ કે, રોગ ફેલાઈ શકે છે. મુંગેરમાંથી હજારો કૂતરા ગુમ થયા હોવાના અહેવાલ છે. દારૂ પીરસવામાં આવ્યો હતો કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, દારૂ પીરસવામાં આવ્યો હતો કે નહીં તે પણ તપાસનો વિષય છે.
જેડીયુના નેતા લાલન સિંહે આયોજન કર્યું હતું
જેડીયુના રાષ્ટ્રીય વાય લાલન સિંહે મુંગેરમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું, જેમાં મટન અને ભાત પીરસવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, ભીડ એટલી વધી ગઈ હતી કે, લોકો બેકાબૂ બની ગયા હતા અને દાવત દરમિયાન લાઠીચાર્જ પણ થયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તો, ભાજપ દ્વારા આ દાવત પર પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે.
@Akhilesh77300 યુઝરે લખ્યું છે કે, નેતાજીએ તરત જ "ડોગ પ્રોટેક્શન પાર્ટી" બનાવીને કૂતરાઓના હિત માટે લડવું જોઈએ. આમ પણ ધર્મેન્દ્ર જી તેમની ફિલ્મોમાં કૂતરાઓનું લોહી પી ચૂક્યા છે. રાઘવ કુમાર નામના યૂઝરે લખ્યું કે, કેન્દ્ર દ્વારા ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરોને દરેક ગલીમાંથી કૂતરાઓની ગણતરી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ ટીમમાં વિજય જીનો પણ સમાવેશ થાય છે. વિજય નામના યુઝરે લખ્યું કે, એવું લાગે છે કે તેમનું માનસિક સંતુલન બગડી ગયું છે.
આ પણ વાંચો - મોદી સરકારના 9 વર્ષ: વિપક્ષી પાર્ટીઓનું ટેન્શન વધારવા ભાજપે બનાવ્યો પ્લાન, 16 લાખ કાર્યકરો કરશે આ કામ
@firozmd24 યુઝરે લખ્યું છે કે, જૂઠ ન મળવું જોઈએ. અત્યારે યુટ્યુબર મનીષ કશ્યપ આ કેસમાં જેલ ગયો છે. રાહુલ નામના યુઝરે લખ્યું કે, આ લોકો પાસે બિહાર માટે કોઈ મુદ્દો નથી. આ એકમાત્ર ગંભીર મામલો છે. એક યુઝરે લખ્યું કે, જો આ વાત સાચી હોય તો જેડીયુએ આપણા શહેરમાં પણ મીટ-રાઇસ ફિસ્ટનું આયોજન કરવું જોઈએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us