India Alliance : આગામી લોકસભા ચૂંટણીમાં મોદી સરકારનો સામનો કરવા અને ભાજપને સત્તા પરથી હટાવવાનો પ્રયાસ કરી રહેલા વિરોધ પક્ષો અંદરોઅંદરની લડાઈમાંથી બહાર નીકળી શકતા નથી. દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા એલાયન્સની બેઠકમાં પીએમ પદ માટે મલ્લિકાર્જુન ખડગેનું નામ આગળ કર્યું હતું તે જનતા દળ યૂનાઇટેડ (જેડીયૂ)ના ઘણા નેતાઓને તે પસંદ આવ્યું નથી. પાર્ટીના ધારાસભ્ય ગોપાલ મંડલે શુક્રવારે સ્પષ્ટ કહ્યું કે જનતાને ખબર નથી કે ‘ખડગે ફડગે’ કોણ છે. હું પણ ખબર નથી જાણતો કે તે કોંગ્રેસ અધ્યક્ષ છે. તેમને કોઈ ઓળખતું નથી. લોકો તેમને ઓળખતા નથી. લોકો નીતિશ કુમારને ઓળખે છે. નીતિશ કુમારે વડાપ્રધાન બનવું જોઈએ. તેઓ સમગ્ર ભારતમાં લોકપ્રિય છે.
ઇન્ડિયા બ્લોકને એક કરવામાં નીતીશ કુમારની ભૂમિકા મહત્વની
ગોપાલપુર વિધાનસભાથી જેડીયુ ધારાસભ્ય ગોપાલ મંડલે કહ્યું કે તેમની પાર્ટીના અધ્યક્ષ નીતિશ કુમારે જ ઇન્ડિયા જૂથને એક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે બધું નીતિશ કુમારે કર્યું, જ્યારે ગઠબંધનનું નામ ઇન્ડિયા રાખવામાં આવ્યું ત્યારે નીતિશ કુમારે સંયોજકની ભૂમિકા ભજવી હતી. તેમણે તમામ ક્ષેત્રીય નેતાઓને એકઠા કર્યા અને તેમને વારંવાર બેઠકો માટે ભેગા થવામાં મદદ કરી. તેઓએ નીતીશ કુમારને વડા પ્રધાનપદના ચહેરા તરીકે પસંદ કરવા જોઈએ.
ગોપાલ મંડલે કહ્યું – કોંગ્રેસ એક એવી પાર્ટી છે, જેમાં લોકોને ભરોસો નથી
જેડી(યુ)ના ધારાસભ્યએ કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કરતા કહ્યું કે આ એક એવી પાર્ટી છે જેના પર જનતા ભરોસો ન કરી શકે. કોંગ્રેસ પાર્ટી વિશ્વાસપાત્ર નથી. તે કોંગ્રેસ હતી જેના શાસનમાં લોકોને મોંઘવારી અને વધતા ભાવોનો માર સહન કરવો પડ્યો હતો. ભાજપ તેમની ખરાબ નીતિઓને કારણે સત્તામાં આવ્યો હતો. હવે ભાજપ મોંઘવારીને બીજા સ્તરે પહોંચાડી દીધી છે. તો પછી ભૂતકાળના ચહેરાઓ શા માટે પસંદ કરો, નવા ચહેરાઓ પસંદ કરો.
આ પણ વાંચો – બ્રિજ ભૂષણ શરણ સિંહને સાઇડ લાઇન કરવા ભાજપ માટે આસાન નથી, જાણો કેમ
વિરોધ પક્ષોની બેઠકમાં મમતા બેનર્જી અને કેજરીવાલે નામ સૂચવ્યા હતા
આ પહેલા રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત ઇન્ડિયા (I.N.N.D.I.A)બ્લોકની ચોથી બેઠકમાં મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ દ્વારા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનું નામ ઇન્ડિયા ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. જ્યાં તમામ 28 પાર્ટી ભેગી થઈને 2024ની લોકસભા ચૂંટણીની યોજના બનાવી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 2024ની લોકસભાની ચૂંટણી માટે ઇન્ડિયા ગઠબંધનના વડા પ્રધાનપદના ઉમેદવાર હોવાના સૂચનોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે આ મામલે પછીથી નિર્ણય લેવામાં આવશે અને તેમની પ્રાથમિકતા બહુમતી મેળવવાનો પ્રયાસ કરવાનો છે.
ખડગેએ મંગળવારે ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ પત્રકારોને કહ્યું કે પહેલા આપણે બધાએ જીતવું પડશે, જીતવા માટે શું કરવું જોઈએ તે વિચારવું જોઈએ. પીએમ કોણ બનશે તે પછી નક્કી થશે. જો સાંસદો ઓછા હોય તો પીએમની વાત કરવાનો શું અર્થ છે? સૌ પ્રથમ તો આપણે સંખ્યા વધારવા માટે સાથે આવીને બહુમતી મેળવવાનો પ્રયાસ કરીશું. પહેલા આપણે જીતવું પડશે. બીજી તરફ કોંગ્રેસના નેતા ગુલામ અહેમદ મીરે મીડિયા અહેવાલોને નકારી કાઢયા હતા કે જેમાં કહેવામાં આવ્યું હતું કે બિહારના મુખ્યમંત્રી વડા પ્રધાનપદની ઉમેદવારી માટે ખડગેના નામની દરખાસ્તથી નાખુશ છે.