શરમજનક – ઝારખંડમાં પંચાયતે મહિલાને થૂંકેલું ચટાડ્યું, 20 જૂતા માર્યા અને 100 ઉઠક બેઠક કરાવી; જાણો સમગ્ર મામલો

માનવતાને શરમાવે તેવા સમાચાર ઝારખંડના ગઢવાથી સામે આવ્યા છે. અહીં મેરાલ પોલીસ સ્ટેશન વિસ્તારના તિસરતેતુકા ગામમાં 30 વર્ષની મહિલાને ભારી પંચાયતમાં થૂંક ચાટવા માટે મજબૂર કરવામાં આવી હતી.

Written by Ajay Saroya
November 25, 2023 12:38 IST
શરમજનક – ઝારખંડમાં પંચાયતે મહિલાને થૂંકેલું ચટાડ્યું, 20 જૂતા માર્યા અને 100 ઉઠક બેઠક કરાવી; જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસ્વીર

Jharkhand: ઝારખંડના ગઢવાથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. અહીં મેરાલ પોલીસ સ્ટેશન વિસ્તારના તિસરટેટુકા ગામમાં 30 વર્ષની મહિલાને પંચાયત વચ્ચે થુંકેલું ચાટવા માટે મજબૂર કરવામાં આવી હતી. આટલું જ નહીં, તેણીને ડાકણ કહી અને ત્યારબાદ તેને 20 જૂતા મારવામાં આવ્યા હતા અને પછી 100 ઉઠક બેઠક પણ કરાવવામાં આવી હતી. લોકોએ તે મહિલાને જાહેર સભામાં ચારિત્રહીન પણ કહી હતી. ઉપરાંત આ મહિલાને 56,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જોકે, મહિલા કહેતી રહી કે તેણે કંઈ કર્યું નથી. તે ચારિત્ર્યહીન નથી, તે ચૂડેલ નથી. રિપોર્ટ અનુસાર, પંચાયતના લોકોએ તેના પતિને પણ બક્ષ્યો નહીં.

મહિલાની ફરિયાદ નોંધવા પોલીસનો ઇન્કાર

મહિલા મુસ્લિમ સમુદાયની છે. તેણે દાવો કર્યો હતો કે તેણે આ મામલે ફરિયાદ નોંધાવવા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો પરંતુ પોલીસે ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેણે બુધવારે રાત્રે ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. આના પર જિલ્લા એસપીએ ઘટનાની નોંધ લીધી અને ગઢવાના એસડીપીઓને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો. તેમણે આ સમગ્ર ઘટનાને શરમજનક ગણાવી હતી.

8 લોકો સામે કેસ નોંધાયો

આ ઘટના બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તરત જ 8 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ ઘટના 15 ઓગસ્ટ 2023ની છે. બુધવારે મોડી રાત્રે આ મામલો પ્રકાશમાં આવ્યો જ્યારે મહિલાએ મેરાલ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન એફઆઈઆર નોંધાવી. પીડિતાએ પોતાની ફરિયાદમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે તેને ચારિત્રહીન કહેવામાં આવે છે અને 100 ઉઠક બેઠક કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. લોકો તેને ડાકણ પણ કહેતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો | ઓરીનો ખુલશે રાઝ..! ઓરહાન અવત્રામણીની બીગ બોસ 17માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી, સલમાન ખાને આવકારતા કહ્યું…

પુત્રીના બળાત્કારનો ખોટો કેસ દાખલ, કોર્ટમાં થયો પર્દાફાશ

દિલ્હીની એક કોર્ટે પોતાની પુત્રી સાથે બળાત્કારનો ખોટો કેસ દાખલ કરનાર મહિલાને ફટકાર લગાવી છે. આટલું જ નહીં, કોર્ટે મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સુનાવણી દરમિયાન એડિશનલ સેશન્સ જજ સુશીલ બાલા ડાગરે કહ્યું કે સમગ્ર મામલાની સુનાવણી કર્યા બાદ સમજાયું છે કે આ આરોપ સંપૂર્ણપણે ખોટો છે અને વિરોધીઓ પાસેથી બદલો લેવાના ઈરાદાથી દાખલ કરવામાં આવ્યો છે. ઉપરાંત કોર્ટે આ મહિલાને ઠપકો આપ્યો અને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ