Joshimath Cracks: જોશીમઠ તિરાડને લઇને શું કરી રહી છે સરકાર? CM ધામીએ આપી જાણકારી, ચારધામ યાત્રા ઉપર પણ કરી અપીલ

Joshimath crisis : મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે જોશીમઠમાં 65-70 ટકા લોકો સામાન્ય જીવન જીવી રહ્યા છે. પાસેના ટૂરિસ્ટ પ્લેસ ઓલીમાં બધું સામાન્ય રુપથી ચાલી રહ્યું છે

Written by Ashish Goyal
January 18, 2023 22:31 IST
Joshimath Cracks: જોશીમઠ તિરાડને લઇને શું કરી રહી છે સરકાર? CM ધામીએ આપી જાણકારી, ચારધામ યાત્રા ઉપર પણ કરી અપીલ
સીએમે કહ્યું કે જે પણ મદદની જરૂર છે કેન્દ્ર સરકાર અમને આપી રહી છે (Express photo by Avaneesh Mishra)

Uttarakhand CM On Joshimath: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ (Pushkar Singh Dhami) બુધવારે કહ્યું કે જોશીમઠ જ્યાં ઘણી ઇમારતો અને અન્ય સંરચનાઓમાં તિરાડ જોવા મળી હતી, ત્યાં 65-70 લોકો પોતાનું સામાન્ય જીવન જીવી રહ્યા છે. આગામી ચાર મહિનામાં ચાર ધામ યાત્રા (Char Dham Yatra)પણ શરુ થઇ જશે. આ પહેલા તેમણે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને અત્યાર સુધીની હાલાત વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે તેમને હિલ સ્ટેશનમાં આવેલા આ સંકટથી નિપટવા માટે દરેક સંભવ સહાયતા ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન આપ્યું છે.

મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે જોશીમઠમાં 65-70 ટકા લોકો સામાન્ય જીવન જીવી રહ્યા છે. પાસેના ટૂરિસ્ટ પ્લેસ ઓલીમાં બધું સામાન્ય રુપથી ચાલી રહ્યું છે. પર્યટક હજુ પણ ઓલીનો પ્રવાસ કરી રહ્યા છે.

સીઅમે કહ્યું- દેશના બીજા ભાગમાં બેઠેલા લોકો કોમેન્ટ ના કરે

સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે હિન્દુઓના પ્રસિદ્ધ તીર્થોમાંથી એક ચાર ધામ યાત્રા, જે જોશીમઠથી થઇને કેદારનાથ અને બદ્રીનાથ સહિત ચાર સૌથી પવિત્ર સ્થળોમાં તીર્થયાત્રીઓને લઇ જાય છે. આગામી ચાર મહિનામાં શરુ થશે. ધામીએ કહ્યું કે જોશીમઠની સ્થિતિથી ગભરાવવાની જરૂર નથી અને દેશના અન્ય ભાગમાં બેઠેલા લોકોએ તેના પર કોમેન્ટ કરવી જોઈએ નહીં.

આ પણ વાંચો – જોશીમઠની ખતરાની ઘંટી 46 વર્ષ પહેલાથી જુલાઈ 2021 સુધીના રિપોર્ટમાં વાગતી રહી

કેન્દ્રીય ટીમના પ્રવાસ પછી પુર્નવાસ પેકેજ પર ચર્ચા થશે

સીએમ ધામીએ કહ્યું કે જોશીમઠમાં પ્રભાવિત લોકોને રાહત અને પુર્નવાસ માટે ઉઠાવવામાં આવેલા પગલા વિશે ગૃહ મંત્રીને જાણકારી આપી દીધી છે. શું તેમણે જોશીમઠના લોકો માટે પુર્નવાસ પેકેજની માંગણી કરી છે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે જોશીમઠનો પ્રવાસ કરી રહેલી કેન્દ્રીય ટીમ દ્વારા પોતાનો અંતિમ રિપોર્ટ સોંપ્યા પછી આ બાબતો સામે આવશે.

સીએમે કહ્યું કે જે પણ મદદની જરૂર છે કેન્દ્ર સરકાર અમને આપી રહી છે. તે પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ વિશે જાણકારી આપી ચૂક્યા છે. તે પોતે પણ નિયમિત રુપથી જાણકારી લઇ રહ્યા છે. જે ઇમારતોમાં તિરાડ આવી છે તેની સંખ્યા વધીને 849 થઇ ગઇ છે અને અત્યાર સુધી 250 પરિવારોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યા છે. જોશીમઠમાં 2190 લોકોની ક્ષમતાવાળા કુલ 615 રૂમ અને પીપલકોટીમાં 2205 લોકોની ક્ષમતાવાળા 491 રૂમને અસ્થાયી રાહત શિવિર બનાવવામાં આવ્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તરાખંડ સરકારે 207 પ્રભાવિત પરિવારોને વિસ્થાપન માટે એડવાન્સના રુપમાં 3.10 કરોડ રૂપિયા વિતરિત કર્યા છે. જ્યારે એક, બે અને ત્રણ બેડરૂમવાળા મોડલ પ્રી-ફૈબ્રિકેટેડ ઝુંપડીઓના નિર્માણ માટે બાગબાની વિભાગથી સંબંધિત જમીનનો એક ટુકડો ચિન્હિત કરાયો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ