Joshimath Land Subsidence: જોશીમઠમાં તમામ સમસ્યાઓ વચ્ચે વીજળીની સપ્લાય સુચારુ રૂપથી ચાલું છે પરંતુ હવે આવનારા સમયમાં અહીં રહેનારા લોકોએ અંધારાનો સામનો કરવો પડી શકે છે. એક અંગ્રેજી સમાચાર પત્રમાં આવેલા રિપોર્ટ પ્રમાણે જોશીમઠમાં આશરે 70 વીજળીના થાંભલા અને કેટલાક ટ્રાન્સફોર્મર નમવા લાગ્યા છે. આ સમસ્યાને જોતા જોશીમઠમાં હાજર ઉત્તરાખંડ પાવર કોર્પોરેશને કેટલાક અધિકારીઓને એક્ટિવ કર્યા છે. તેમને જણાવ્યું હતું કે જોશીમઠ શહેરમાં સંભવિત વીજળી આપૂર્તિની સમસ્યાના ઉકેલ માટે કામ કરવાનું શરું કરાયું છે.
UPCLના મેનેજિંગ ડિરેક્ટર અનિલ કુમારે જણાવ્યું હતું કે 33/11kv ક્ષમતાનું સબ-સ્ટેશન પાણીના લીકેજ સ્થળથી લગભગ 50 મીટરના અંતરે આવેલું છે. તેમણે કહ્યું કે જોશીમઠમાં જ્યાં સબ-સ્ટેશન છે ત્યાં જો જમીન ધસી જવાની સ્થિતિ સર્જાય છે તો ઉત્તરાખંડ પાવર કોર્પોરેશનને લગભગ 23 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.
સબ-સ્ટેશન માટે બીજી જગ્યા શોધો
અનિલ કુમારે કહ્યું કે નવી યોજના હેઠળ વીજળી વિભાગને જોશીમઠ શહેરથી 6 કિલોમીટર દૂર પીપલકોટી વિસ્તારના સેલંગ ગામમાં જમીન મળી છે, જ્યાં નવું સેટઅપ સ્થાપિત કરી શકાય છે. સબ-સ્ટેશનને નવા સ્થળે શિફ્ટ કરવા માટે આશરે રૂ. 10 કરોડનો ખર્ચ થશે. જેમાં 33 KV લાઇન અને 11 KV ફીડરની સ્થાપનાનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે 60 થી 70 ઈલેક્ટ્રીક પોલ અને 10 થી 12 ટ્રાન્સફોર્મર ધરાશાયી થવાને કારણે અસરગ્રસ્ત ઘરો પર શોર્ટ સર્કિટનો ભય ઉભો થયો છે. વીજ પુરવઠો ચાલુ રાખવા માટે અમે અમારા સ્ટાફને ત્યાં મોકલ્યો છે.
કેટલાક ઘરોનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો
યુપીસીએલના અન્ય એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે જમીન સબસિડન્સના કેસો પહેલા શહેરમાં લગભગ 2500 ગ્રાહકો હતા. તેમાં ઘરેલું વીજળી અને કોમર્શિયલ કનેક્શન બંનેનો સમાવેશ થાય છે. આ સમયે કેટલાક લોકો સુરક્ષિત સ્થળોએ ગયા છે. તેમના ઘરો અને સંસ્થાઓને વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જે લોકો હજુ પણ તેમના ઘરમાં રહે છે તેમના માટે વીજ પુરવઠો ચાલુ છે.