ઉત્તરાખંડના જોશીમઠમાં માર્ગો પર ઉંડી તિરાડો પડવાને કારણે સેંકડો પરિવારોને તાત્કાલિક ધોરણે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તેમને અન્ય સલમાત સ્થળે સ્થળાંતર કરાઇ રહ્યા છે. અત્યાર સુધીમાં 86 ઘર અસુરક્ષિત હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ તમામ ઇમારતોને રેડ કલરના Xથી ચિન્હિત કરી દેવામાં આવી છે. જોશીમઠમાં અસુરક્ષિત ભવનોને તોડી પાડવાની કામગીરીનો આરંભ થઈ ગયો છે. જેમાં સૌથી પહેલા હોટેલ મલારી ઈન અને માઉન્ટ વ્યૂ તોડવાનું આયોજન હતું. આપને જણાવી દઇએ કે જોશીમઠમાં જમીન ધસી જવાને કારણે આ બંને હોટલ સૌથી વધુ પ્રભાવિત થઇ છે.
કેન્દ્રીય ભવન અનુસંધાન સંસ્થાન (CBRI)ની એક ટીમ દ્વારા મંગળવારે આ બંને હોટલના વિધ્વંસ પહેલા સર્વેક્ષણ કરાયું હતું. જ્યારે ગઇકાલે સાંજે આ બંને હોટેલને તોડી પાડવાની કમગીરી શરૂ થઇ તો મલારી ઇનના માલિક તેમજ અમુક રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કરી CBRI અને SDRFના કર્મીઓને હોટેલમાં પ્રવેશ કરતા રોક્યા હતા.
CBRIના ચીફ વૈજ્ઞાનિક ડી.પી કાનુનગોએ ધ ઇન્ડિયન એકસપ્રેસ સાથે ખાસ વાતચીત કરી હતી. ડી.પી.કાનુનગોએ જણાવ્યું હતું કે, આ બંને હોટેલને વિસ્ફોટકોનો ઉપયોગ કર્યા વિના ડિમોલિશન કરવાની યોજના છે. આપને જણાવી દઇએ કે, ડી.પી.કાનૂનગો નોયડામાં સુપરટેક ટ્વિન ટાવર્સનું ડિમોલિશન કરાયું હતું તે ટીમનો હિસ્સો હતો.
આ પણ વાંચો: Cold wave શીતલહેર શું છે? કેમ ઉત્તર-પશ્વિમ ભારત ઠંડીથી ધ્રુજી રહ્યુ છે?
સમગ્ર મામલે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ (IIRS) તરફથી એક રિપોર્ટ આવ્યો છે, જેમાં આ આપત્તિ અચાનક આવી નથી. છેલ્લા બે વર્ષથી જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રતિ વર્ષ 6.5 સેમી એટલે કે 2.5 ઈંચ લેખે જમીન ધસી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.
ધ ઇન્ડિયન એકપ્રેસ સાથે વાત કરતા ડી.પી.કાનૂનગોએ વધુમાં જણાવ્યું હતું કે, મલારી ઇન હોટલ ભયંકર રીતે ક્ષતિગ્રસ્ત છે, અને આ હોટલ બીજી હોટલના ટેકા પર છે. જેને પગલે બીજી હોટલને પણ નુકસાન થયું છે. એવી સ્થિતિમાં આ બંને ભવનોનું ડિમોલિશન અતિ મહત્વપૂર્ણ છે. અમારી પહેલી પ્રાથમિકતા આ બંને હોટલ નીચે સ્થિત અન્ય ઇમારતોની સુરક્ષા છે.
આ ઉપરાંત ડી.પી.કાનૂનગોએ કહ્યું કે, આ હોટલોની ડિમોલેશનની પ્રક્રિયા ઉપરથી નીચેના તબક્કામાં કરાશે. જેમાં ત્રણથી ચાર દિવસ લાગે તેવું અનુમાન છે. હોટલ મલારી ઇનને પહેલા ધ્વસ્ત કરાશે.
આ ઉપરાંત ડી.પી.કાનૂનગોએ કહ્યું કે, આ હોટલોની ડિમોલેશનની પ્રક્રિયા ઉપરથી નીચેના તબક્કામાં કરાશે. જેમાં ત્રણથી ચાર દિવસ લાગે તેવું અનુમાન છે. હોટલ મલારી ઇનને પહેલા ધ્વસ્ત કરાશે. આ માટે બિલ્ડિંગના ભાગોને કાપવા અને દૂર કરવા માટે કોંક્રિટ કટર અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવશે, કારણ કે અહીં વિસ્ફોટકોનો ઉપયોગ શક્ય નથી.
કાનૂનગોએ વધુમાં જણાવ્યું હતું કે, આ હોટલોને ઘ્વસ્ત કરવા માટે જે શ્રમિકો હશે તેની એક યાદી તૈયાર કરાશે. જેના થકી શિફ્ટ ખતમ થયા બાદ આ યાદી તપાસીશુ અને તેઓ સુરક્ષિત છે કે નહીં એની ખાતરી કરીશું. તેમજ કાનૂનગોએ કહ્યું કે,હોટલોના ડિમોલિશન સમયે સાવચેતીના ભાગરૂપે ઇમારોતોની પાછળ બેરિકેડ લગાવવામાં આવશે. જેનાથી કોઇ કાટમાળ ન પડે અને અન્ય માળખાને હાનિ ના પહોંચે.
કાનૂનગોએ વધુમાં કહ્યું હતું કે, તેમની ટીમને હજુ સુધી બે ઈમારતોની દિવાલો પર કોઈ તિરાડો જોવા મળી નથી, તેથી કામદારો બંને હોટલોમાં સલમાત રીતે કામ અંદર પ્રવેશી કામ કરી શકશે. જ્યારે અન્ય બાંધકામોને પણ તોડી પાડવાની સંભાવના વિશે પૂછતા કાનૂનગોએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રએ અત્યાર સુધી માત્ર આ બે ઇમારતો અંગેના નિર્દેશો જારી કર્યા છે.
આ બંને હોટલના માલિકો સહિત રહેવાસીઓએ બદ્રીનાથ ધામ રિડેવલપમેન્ટ માસ્ટરપ્લાન હેઠળ સૂચિબદ્ધ દરો અનુસાર વળતરની માંગ કરી છે. જિલ્લા અધિકારીઓના જણાવ્યા અનુસાર બદ્રીનાથ માસ્ટરપ્લાન વળતર આપે છે જે સર્કલ રેટ કરતા બમણું છે. જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને માત્ર બે હોટલ તોડી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને વળતર યોજના અંગે કોઈ સત્તાવાર ચર્ચા કરવામાં આવી નથી.
કાનૂનગોએ વધુમાં કહ્યું હતું કે, તેમની ટીમને હજુ સુધી બે ઈમારતોની દિવાલો પર કોઈ તિરાડો જોવા મળી નથી, તેથી કામદારો બંને હોટલોમાં સલમાત રીતે કામ અંદર પ્રવેશી કામ કરી શકશે. જ્યારે અન્ય બાંધકામોને પણ તોડી પાડવાની સંભાવના વિશે પૂછતા કાનૂનગોએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રએ અત્યાર સુધી માત્ર આ બે ઇમારતો અંગેના નિર્દેશો જારી કર્યા છે.
આ બંને હોટલના માલિકો સહિત રહેવાસીઓએ બદ્રીનાથ ધામ રિડેવલપમેન્ટ માસ્ટરપ્લાન હેઠળ સૂચિબદ્ધ દરો અનુસાર વળતરની માંગ કરી છે. સમગ્ર મામલે ઠાકુર સિંહ રાણાએ ધ ઇન્ડિયન એકસપ્રેસને જણાવ્યું હતું કે, મલેરી ઇનના માલિકે કહ્યું હતું કે, હોટલોને તોડી પાડવા અંગે અમને સતાવાર રીતે કોઇ માહિતી મળી નથી, માત્ર મીડિયા અહેવાલોથી જાણ થઇ હતી. રાણાએ જણાવ્યું હતું કે, 28 રૂમ ધરાવતી આ હોટેલનું નિર્માણ 2011માં કરવામાં આવ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે તેણે તેના બાંધકામ પાછળ 4-5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.