જોશીમઠ : પ્રભાવિત પરિવારોને 1.50 લાખ રૂપિયા આપશે ધામી સરકાર, માર્કેટ રેટ પર આપશે જમીનની સહાય

Joshimath Sinking : જિલ્લા પ્રશાસનના મતે ઉત્તરાખંડના જોશીમઠ શહેરમાં 723 ઇમારતોમાં તિરાડો પડી છે. અત્યાર સુધી 131 પરિવારોને સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતર કરવામાં આવ્યા છે

Written by Ashish Goyal
Updated : January 11, 2023 18:05 IST
જોશીમઠ : પ્રભાવિત પરિવારોને 1.50 લાખ રૂપિયા આપશે ધામી સરકાર, માર્કેટ રેટ પર આપશે જમીનની સહાય
જિલ્લા પ્રશાસનના મતે ઉત્તરાખંડના જોશીમઠ શહેરમાં 723 ઇમારતોમાં તિરાડો પડી છે (Express photo by Avaneesh Mishra)

Joshimath Sinking: ઉત્તરાખંડ સરકારે (Uttarkhand government)બુધવારે જોશીમઠના પ્રભાવિત પરિવારોને 1.50 લાખ રૂપિયાની વચગાળાની રાહત આપવાની જાહેરાત કરી છે. આ રકમ તેમને આપવામાં આવશે જેમને જોશીમઠમાં ભૂસ્ખલનથી સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના સચિવ આર મીનાક્ષી સુંદરમે કહ્યું કે દરેક પરિવારને 1.50 લાખ રૂપિયાની તત્કાલ વચગાળાની સહાયતા આપવામાં આવશે. અસુરક્ષિત ચિન્હિત હોટલની બે ઇમારતો સિવાય કોઇ અન્ય ઇમારતને પાડવામાં આવી રહી નથી. અત્યાર સુધી 723 ભવનોમાં તિરાડો જોવા મળી છે.

સરકાર સ્થાનીય લોકોના હિતોનું પુરુ ધ્યાન રાખી રહી છે – સીએમ પુષ્કર સિંહ ધામી

સરકારના આ પગલાને લઇને પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે અમારી સરકાર સ્થાનીય લોકોના હિતોનું પુરુ ધ્યાન રાખી રહી છે. ભૂસ્ખલનથી જે સ્થાનીય લોકો પ્રભાવિત થયા છે તેમને બજાર ભાવ પર સહાય આપવામાં આવશે. બજારની કિંમત હિતધારકોની સલાહ લઇ અને જનહિતમાં નક્કી કરાશે.

જોશીમઠ શહેરમાં 723 ઇમારતોમાં તિરાડો પડી

જિલ્લા પ્રશાસનના મતે ઉત્તરાખંડના જોશીમઠ શહેરમાં 723 ઇમારતોમાં તિરાડો પડી છે. અત્યાર સુધી 131 પરિવારોને સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતર કરવામાં આવ્યા છે. ચમોલીના જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે અમે સ્થાનીય પ્રતિનિધિઓ સાથે સંપર્કમાં છીએ અને નવી તિરાડો જોવા મળે તો અમારી જાણમાં લાવવા કહ્યું છે.

આ પણ વાંચો – જોશીમઠ ભૂસ્ખલન, ક્ષતિગ્રસ્ત હોટેલોના ડિમોલિશનને રોકવા માલિક અને લોકોનું વિરોધ પ્રદર્શન

કેન્દ્રીય ટીમ જમીન ધસી જવાથી નુકસાનનું સર્વેક્ષણ કરશે

જિલ્લાધિકારીએ કહ્યું કે એક કેન્દ્રીય ટીમ જમીન ધસી જવાથી સંપત્તિને થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરશે અને રાહત-બચાવ પ્રયત્નોમાં સ્થાનીય પ્રશાસન સાથે સમન્વ્ય કરતા આગળનો રસ્તો કાઢશે. હિમાંશુ ખુરાનાએ કહ્યું કે આઈઆઈટી રુડકીના વૈજ્ઞાનિકોની એક ટીમને કર્ણપ્રયાગના પ્રભાવિત બહુગુણા નગરની ઇમારતોનું નિરીક્ષણ કરવા માટે કહેવામાં આવ્યું છે, જ્યાં તિરાડની સૂચના મળી છે.

ઇન્ડિયન ઇંસ્ટીટ્યૂટ ઓફ રિમોટ સેંસિંગ (Indian Institute of Remote Sensing)ના એક અધ્યયનમાં સામે આવ્યું છે કે જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારો દર વર્ષે 6.5 સેમી (2.5 ઇંચ)ના દરથી ધસી રહ્યા છે. સેટેલાઇટ ડેટાની મદદથી તેની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. જોશીમઠમાં દર વર્ષે કેટલાક સમય માટે મંદિર પાણીમાં ડૂબેલા રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ