BJP Uttar Pradesh and Rajasthan Elections: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાની નવી ટીમ બનાવી છે. જેપી નડ્ડાની આ નવી ટીમમાં 38 નેતાઓને સ્થાન મળ્યું છે. આ ટીમમાં ઘણા મોટા નેતાઓને એન્ટ્રી આપવામાં આવી છે, જ્યારે ઘણાને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. જેપી નડ્ડાએ આ ટીમ તરફથી 4 મોટા મેસેજ પણ આપ્યા છે અને લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપની રણનીતિ પણ સ્પષ્ટ સાફ કરી દીધી છે.
ચૂંટણીલક્ષી રાજ્ય રાજસ્થાનના પર ફોકસ
જેપી નડ્ડા દ્વારા બનાવવામાં આવેલી ટીમમાં ચૂંટણી રાજ્યો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને રાજ્યના 3 મોટા નેતાઓને રાષ્ટ્રીય ટીમમાં રાખવામાં આવ્યા છે. પૂર્વ સીએમ વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, સુનિલ બંસલને રાષ્ટ્રીય મહાસચિવ અને ડૉ. અલકા સિંહ ગુર્જરને રાષ્ટ્રીય સચિવ તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ એ રાજ્ય છે જ્યાં ભાજપ કોંગ્રેસમાં આંતરિક વિવાદનો ફાયદો ઉઠાવી શકે છે અને વધુ એક રાજ્યમાં પોતાની સત્તા બનાવી શકે છે.
ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ‘મિશન 80’ પર ભાર
જેપી નડ્ડાએ તેમની નવી ટીમમાં ઉત્તર પ્રદેશના 6 નેતાઓને સ્થાન આપ્યું છે. ભાજપના ઉત્તર પ્રદેશના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ લક્ષ્મીકાંત બાજપાઈને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ ભાજપના સાંસદ રેખા વર્માને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદ અરુણ સિંહને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે, જ્યારે રાજ્યસભાના સાંસદ રાધા મોહન દાસ અગ્રવાલને પણ રાષ્ટ્રીય મહાસચિવનું પદ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના સાંસદ સુરેન્દ્ર સિંહ નાગરને રાષ્ટ્રીય સચિવનું પદ સોંપવામાં આવ્યું છે. ભાજપે મુસ્લિમ નેતા તારિક મંસૂરને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ પણ આપ્યું છે.
જેપી નડ્ડાએ તેમની ઉત્તર પ્રદેશની ટીમ સાથે તમામ 80 લોકસભા બેઠકોને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. ઉત્તર પ્રદેશના સંસદસભ્ય અને રાષ્ટ્રીય બાબતોના મંત્રી હરીશ દ્વિવેદીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણ સમયે અજય મિશ્રાને કેબિનેટમાંથી બહાર કરવામાં આવી શકે છે. તો ત્યારબાદ કેબિનેટમાં બ્રાહ્મણ ચહેરાને લેવામાં આવશે, જેમાં હરીશ દ્વિવેદીનો પણ સમાવેશ થઈ શકે છે.
મુસ્લિમોને સાધવાનો પ્રયાસ
જેપી નડ્ડાએ પણ પોતાની નવી ટીમ દ્વારા પસમાંદાના મુસ્લિમોને સાધવાનો પ્રયાસ કર્યો છે. ભાજપ લાંબા સમયથી પસમાંદાના મુસ્લિમોમાં રસ દાખવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાજપની સભાઓમાં ઘણી વખત કહ્યું છે કે આ સમાજ પર ધ્યાન આપવું જોઈએ. તેને ધ્યાનમાં રાખી જેપી નડ્ડાએ 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોની ટીમમાં બે મુસ્લિમ નેતાઓની નિમણૂક કરી છે. તારિક મંસૂર અને અબ્દુલ્લા કુટ્ટીને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ભાજપનું માનવું છે કે પસમાંડા સમુદાયને લાંબા સમયથી તેમના અધિકારોથી દૂર રાખવામાં આવ્યા છે અને તેથી તેઓ પાછળ રહી ગયા છે. ભાજપે કેરળના અબ્દુલ્લા કુટ્ટીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. અબ્દુલ્લા કુટ્ટી પહેલા સીપીએમમાં અને પછી કોંગ્રેસમાં હતા. તેમણે લોકસભા અને વિધાનસભા બંને ગૃહોમાં પોતાની હાજરી નોંધાવી છે. પરંતુ પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરવા બદલ તેમને બંને પક્ષોમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હવે તેમના પર વિશ્વાસ વ્યક્ત કરીને પાર્ટીએ તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી છે. ભાજપે દક્ષિણ ભારતના મુસ્લિમોને સાથે લઈને તેમને સાથે લઈ લીધા છે.
કામગીરી ન કરનાર નેતાઓ ઘર ભેગા
ભાજપની ટીમમાં પર્ફોર્મન્સ ન કરનાર નેતાઓને ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે. સીટી રવી,રાધા મોહન સિંહ, દિલીપ ઘોષ, દિલીપ સૈકિયા, સુનીલ દેવધર, હરીશ દ્વિવેદી, વિનોદ સોનકર અને ભારતી સિયાલને તેમના પદથી હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે તેલંગાણાના બંદી સંજય કુમાર, રાધા મોહનને જનરલ સેક્રેટરી તો અનિલ એન્ટની, સુરેન્દ્ર નાગર અને કામાખ્યા તાસાને નેશનલ સેક્રેટરી અને સરોજ પાંડેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો | બીજેપીની નવી ટીમની જાહેરાત, વસુંધરા રાજે અને રમન સિંહને બનાવ્યા ઉપાધ્યક્ષ, જોઇલો યાદી
સીટી રવિ કર્માટકના છે અને કર્ણાટકમા ભાજપની ભૂંડી હાર થઇ છે. સીટી રવિ ભાજપના વરિષ્ઠ નેતા યેદિયુરપ્પાની સાથે ચાલી રહેલા વિવાદોને કારણે પણ ચર્ચામાં રહ્યા છે. ભાજપે હવે તેમને પમ પદ પરથી હટાવી દીધા છે. તો દિલીપ ઘોષને પણ પદથી હાટાવી દેવાયા છે. એવું મનાય છે કે દિલીપ ઘોષના બંગાળના બીજેપી નેતાઓ સાથે સારા સંબંધ નથી.





