scorecardresearch

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ બનશે ભારતના 50માં CJI, જેમણે પિતાના ચુકાદાને પલટી નાંખ્યો હતો

New Chief Justice of india : હાલના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા યુયુ લલિતે (CJI U U Lalit) તેમના અનુગામી તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ (Justice DY Chandrachud) ની ભલામણ કરી, વાંચો ભારતની સુપ્રીમ કોર્ટના (supreme court of india) નવા સંભવિત મુખ્ય ન્યાયાધીશ વિશે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ બનશે ભારતના 50માં CJI, જેમણે પિતાના ચુકાદાને પલટી નાંખ્યો હતો

ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની નિમણુંક થશે. હાલના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (cji) યુયુ લલિતે જ તેમના અનુગામી તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નામની ભલામણ કરી છે. ડીવાય ચંદ્રચંડનું પુરું નામ ધનંજય યશવંત ચંદ્રચૂડ છે. જસ્ટિસ ચંદ્રચુડ ભારતના 50માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હશે. હાલના ચીફ જસ્ટિસ યુયુ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. ડીવાય ચંદ્રચુડનો કાર્યકાળ બે વર્ષનો હશે અને તેઓ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે.

ડીવાય ચંદ્રચૂડની સંપૂર્ણ માહિતી
પુરું નામ - ધનંજય યશવં ચંદ્રચૂડ
જન્મ - 11 નવેમ્બર 1959 (મુંબઇ)
અભ્યાસ - 1982માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ લોની ડિગ્રી મેળવી, 1983માં હાર્વર્ડ લો સ્કૂલમાંથી માસ્ટર ઓફ લોની ડિગ્રી અને ત્યાં જ 1986માં ડોક્ટરેટ ઓફ જ્યુરિડિકલ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો.
પિતા અને માતા - યશવંત વિષ્ણુ ચંદ્રચુડ, જેમના નામ ભારતના સૌથી લાંબા સમય સુધી મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપવાનો ઇતિહાસ છે. તેમના માતા પ્રભા શાસ્ત્રીય સંગીતકાર હતા.
વર્ષ 1998માં ભારતના એડિશનલ સોલિસિટર જનરલ પદે નિમર્ણુંક થયા
વર્ષ 2000માં 29 માર્ચે બોમ્બે હાઇકોર્ટના જજ બન્યા.
વર્ષ 2016માં 13મી મેના રોજ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ પદે તેમની નિમણુંક કરવામાં આવી.
જ્યારે પુત્રએ જ પિતાના ચુકાદાને પલટી નાંખ્યો

જસ્ટિશ ડીવાય ચંદ્રચૂડે પોતાના જ પિતાનો એક ચુકાદો ચુકાદો પલટી નાંખ્યો હતો. સમગ્ર ઘટનાની વાત કરીયે તો વર્ષ 1985માં તત્કાલિન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા વાયવી ચંદ્રચૂડે જસ્ટિસ આરએસ પાઠક અને જસ્ટિસ એએેન સેનની સાથે ઇન્ડિયન પિલન કોડની કલમ- 497ની માન્યતાને યથાવત રાખી હતી. સોમિત્રિ વિષ્ણુ કેસમાં જસ્ટિસ વાયવી ચંદ્રચૂડે પોતાના ચુકાદામાં લખ્યુ હતુ કે, સામાન્ય રીતે એવું સ્વીકારવામાં આવ્યુ છે કે, શારીરિક સંબંધ માટે પુરૂષો ઉત્તેજિત કરતા હોય છે નહીં કે મહિલાઓ.

33 વર્ષ પછી, ઓગસ્ટ 2018 માં, જસ્ટિસ વાયવી ચંદ્રચુડના પુત્ર જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે આવા જ એક સમાન કેસની સુનાવણી કરતા કહ્યુ કે, અમે એવા કેસનો ચુકાદો સંભળાવવા જઇ રહ્યા છે જે વર્તમાનમાં પ્રાસંગિક છે. તેમણે કહ્યું હતું કે, એવી મહિલાઓ છે જેઓ તેમના પતિઓ દ્વારા કરાતી મારપીટને સહન કરે છે જે કંઈ કમાતા પણ નથી. આવી મહિલાઓ તેમના આવા પતિઓ પાસેથી છૂટાછેડા લેવા માંગે છે, પરંતુ આવા કેસ વર્ષો સુધી કોર્ટમાં પેન્ડિંગ રહે છે.

બીજો નિર્ણય પલટાયો

ઉપરાંત વર્ષ 1976માં એક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠે એવી દલીલને ફગાવી દીધી હતી કે ગોપનિયતા એ જીવન જીવવાના અધિકાર હેઠળનો મૂળભૂત અધિકાર છે. પાંચ ન્યાયાધીશોની આ ખંડપીઠમાં ચીફ જસ્ટિસ એએન રાય, જસ્ટિસ વાયવી ચંદ્રચુડ, જસ્ટિસ પીએન ભગવતી, જસ્ટિસ એમએચ બેગ અને જસ્ટિસ એચઆર ખન્ના સામેલ હતા. આ કેસ એસડીએમ જબલપુરનો હતો. જો કે, અન્ય ચારેય ન્યાયાધીશની તુલનાએ જસ્ટિસ એચઆર ખન્નાનો મત અલગ હતો અને તેમણે અલગ ચુકાદો લખ્યો હતો.

વર્ષ 2017માં એક કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ટાંક્યુ હતું કે, એડીએમ જબલપુર કેસમાં બહુમતીના ચુકાદામાં ગંભીર ખામીઓ હતી. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે લખ્યું હતુ કે, જસ્ટિસ ખન્ના સંપૂર્ણપણે સાચા હતા. તેમણે લખ્યું હતુ કે, બંધારણનો સ્વીકાર કરીને ભારતના લોકોએ પોતાનું જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું સરકાર સમક્ષ આત્મસમર્પણ કર્યું નથી.

Web Title: Justice dy chandrachud may becomes 5oth chief justice of india cji u u lalit recommends as his successor

Best of Express