ઓમકાર ગોખલે : Collegium System: સુપ્રીમ કોર્ટના એક પૂર્વ ન્યાયાધીશે ન્યાયાધીશોની નિયુક્તિ અંગે કોલેજિયમ પ્રણાલી સામે કેન્દ્રીય કાનૂન મંત્રી કિરણ રિજિજૂની તાજેતરમાં કરેલી ટિપ્પણીને આલોચના ગણાવી હતી. પૂર્વ ન્યાયધીશ રોહિંટન ફલી નરીમને શુક્રવારે કહ્યું છે કેજો સ્વતંત્ર ન્યાયપાલિકાનો છેલ્લો ગઢ પડી જશે તો દેશ અંધકારના રસાતલમાં જતો રહેશે. તેમણે કહ્યું કે કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા નામોને રોકવા લોકતંત્ર સામે ઘાતક હતું.
જજોની નિયુક્તિને લઇને સરકાર અને કોલેજિયમ વચ્ચે ખેંચતાણ
જજોની નિયુક્તિને લઇને સરકાર અને કોલેજિયમ વચ્ચે ખેંચતાણ ચાલું છે. કેન્દ્ર સરકાર જજોની નિયુક્તિ કરનાર કોલેજિયમ સિસ્ટમમાં પ્રતિનિધિત્વ ઇચ્છે છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂનું કહેવું છે કે સરકારનું કોલેજિયમ દ્વારા મોકલેલા નામોને આંખ બંધ કરીને એપ્રુલ કરવાનું નથી.
ન્યાયાધીશોની નિયુક્તિને લઇને સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે ખેંચતાણ વચ્ચે આ ટિપ્પણી આવી છે. રિજિજુએ વારંવાર કોલેજિયમ પ્રણાલી પર સવાલ ઉઠાવ્યો છે. ઉપરાષ્ટ્રપિ જગદીપ ધનખડે પણ ન્યાયપાલિકાની તુલનામાં બંધારણની શક્તિઓ ઉપર મૂળ સંરચનાના સિદ્ધાંત પર પ્રશ્ન ઉઠાવ્યો અને એનજેએસી અધિનિયમને હડપવા સંસદીય સંપ્રભુતાથી ગંભીર સમજૂતી કહી હતી.