Justice Yashwant Varma Case: જસ્ટિસ વર્માના ઘરે બળેલી રોકડ કેમ જપ્ત ન કરી? વીડિયો કેમ ડિલિટ કર્યો? અધિકારીઓએ જણાવી સમગ્ર ઘટના

Justice Yashwant Varma Case: જસ્ટિસ વર્માના ઘરે સળગેલી રોકડ રકમ મળવાના કેસની તપાસ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ કેસમાં કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી અને તેથી રોકડ રકમ જપ્ત કરવામાં આવી નથી.

Written by Ajay Saroya
April 20, 2025 08:08 IST
Justice Yashwant Varma Case: જસ્ટિસ વર્માના ઘરે બળેલી રોકડ કેમ જપ્ત ન કરી? વીડિયો કેમ ડિલિટ કર્યો? અધિકારીઓએ જણાવી સમગ્ર ઘટના
Justice Yashwant Varma Case: દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માનું ઘર. (Express Photo: Praveen Khanna)

Justice Yashwant Varma Case: દિલ્હી હાઈકોર્ટના તત્કાલીન જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાને 14 માર્ચે આગની ઘટનાની તપાસ માટે રચાયેલી ત્રણ સભ્યોની સમિતિએ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા, ડીસીપી દેવેશ મહલા અને અન્ય અધિકારીઓને બે મહત્વના પ્રશ્નો પૂછ્યા છે. રોકડ રકમ જપ્ત કરવા માટે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને શા માટે આગના દ્રશ્યનો વીડિયો કર્મચારીઓના ફોનમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા.

ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, તપાસ સમિતિને કહેવામાં આવ્યું હતું કે આ કેસમાં કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી અને તેથી રોકડ જપ્ત કરવામાં આવી નથી, પરંતુ આગની ઘટનાને જોનાર પોલીસકર્મીઓએ સાચી પ્રક્રિયાને અનુસરીને આ મામલો તેમના વરિષ્ઠ અધિકારીઓ પાસે લઈ ગયા હતા. 14 માર્ચની રાત્રે બનેલી આ ઘટના અંગે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસને માહિતી આપવામાં આવી હતી.

એક સૂત્રએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી એક વાતનું પ્રશ્ન છે કે, સળગેલી રોકડ નોટનો વીડિયો પ્રથમ પ્રતિભાવ આપનારાઓના મોબાઇલ ફોનમાંથી કેમ ડિલિટ કરવામાં આવ્યો, તો પેનલે જણાવ્યું કે, તે ખોટા હાથમાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે વરિષ્ઠ અધિકારીઓની સૂચના પર કરવામાં આવ્યું હતું.” સમિતિ સમક્ષ પોલીસ અધિકારીઓએ કોર્ટને જણાવ્યું હતું કે, જ્યાં સુધી સરકાર પહેલા સીજેઆઈ સાથે મસલત ન કરે ત્યાં સુધી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજ સામે કોઈ ક્રિમિનલ કેસ નોંધી શકાય નહીં.

જુનિયર પોલીસ અધિકારીઓએ આ મામલો તેમના વરિષ્ઠ અધિકારી સુધી પહોંચાડ્યો હતો. ત્યાર બાદ તેમણે દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડી.કે.ઉપાધ્યાયને જાણ કરી હતી. તેમણે સીજેઆઈ સંજીવ ખન્નાને માહિતી આપી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે દિલ્હી પોલીસ અને દિલ્હી ફાયર ચીફ અતુલ ગર્ગ અને દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ સમિતિને જણાવ્યું છે કે 14 માર્ચની રાત્રે જ્યાં આગ લાગી હતી તે સ્ટોર રૂમમાં રોકડ હતી.

એક સૂત્રએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, પહેલા પહોંચેલા તમામ જવાનોએ જણાવ્યું કે આગમાં સળગી ગયેલી બેગમાં રોકડ હતી. જો કે, દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આપેલા જવાબમાં જસ્ટિસ વર્માએ કોઈ પણ પૈસાના અસ્તિત્વને નકારી કાઢ્યું હતું અને કહ્યું હતું કે તેમના નિવાસસ્થાને હાજર સ્ટાફને કોઈ રોકડ દેખાઇ ન હતી.

તેમણે દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાયને આપેલા જવાબમાં કહ્યું હતું કે, જ્યારે મધ્યરાત્રિની આસપાસ આગ ફાટી લાગી, ત્યારે મારી પુત્રી અને મારા અંગત સચિવે ફાયર સર્વિસને જાણ કરી. આગ બુઝાવવાની કવાયત દરમિયાન, તમામ સ્ટાફ અને મારા ઘરના સભ્યોને સલામતીની ચિંતાને ધ્યાનમાં રાખીને ઘટના સ્થળેથી દૂર જવાનું કહેવામાં આવ્યું હતું. આગ બુઝાયા બાદ અને જ્યારે તેઓ ઘટના સ્થળે પાછા ગયા ત્યારે તેમને ઘટના સ્થળે કોઈ રોકડ રકમ દેખાઈ ન હતી.

સમિતિ દ્વારા કોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા?

અત્યાર સુધી આ પેનલે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ જી.એસ.રામચંદ્રનની નિમણૂંકની ભલામણ કરી છે. સીબીઆઇએ કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ સંધવાલિયા અને જસ્ટિસ અનુ શિવરામન સહિત પાંચેય પોલીસકર્મીઓના નિવેદન નોંધ્યા છે. વર્માના નિવાસસ્થાને આગની ઘટના બાદ પહોંચનારા સૌ પ્રથમ લોકોમાં તેઓ પણ હતા. નવી દિલ્હી પોલીસે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાયને છેલ્લા છ મહિનામાં જસ્ટિસ વર્માના નિવાસસ્થાને તૈનાત સુરક્ષા કર્મચારીઓની વિગતો, તે સમયના તેમના કોલ ડિટેઇલ રેકોર્ડ અને ઇન્ટરનેટ પ્રોટોકોલમાં તે સમયના રેકોર્ડની વિગતો સોંપી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ