Karnataka elections : કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 મહાજંગ, ભાજપની નજર 38 વર્ષ જૂના ઇતિહાસ પર, 1985 બાદ કોઈ પક્ષને નથી મળી સતત બીજી જીત

Karnataka Assembly Election 2023 : દક્ષિણ ભારતમાં એકમાત્ર કર્ણાટક એવું રાજ્ય છે જ્યાં ભાજપની સરકાર છે, ત્યાંની પ્રજાએ 40 વર્ષના ઇતિહાસમાં ક્યારેય સત્તાધારી પક્ષને જનાદેશ આપ્યો નથી.

Written by Ankit Patel
Updated : March 30, 2023 15:38 IST
Karnataka elections : કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 મહાજંગ, ભાજપની નજર 38 વર્ષ જૂના ઇતિહાસ પર, 1985 બાદ કોઈ પક્ષને નથી મળી સતત બીજી જીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ફાઇલ તસવીર

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 ની તારીખ જાહેર કરવામાં આવી છે, 10 મે 2023ના રોજ યોજાશે અને 13 મેના રોજ પરિણામ જાહેર થશે. કર્ણાટકની ચૂંટણીમાં આ વખતે ભાજપે કટ્ટર સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. દક્ષિણ ભારતમાં એકમાત્ર કર્ણાટક એવું રાજ્ય છે જ્યાં ભાજપની સરકાર છે, ત્યાંની પ્રજાએ 40 વર્ષના ઇતિહાસમાં ક્યારેય સત્તાધારી પક્ષને જનાદેશ આપ્યો નથી. ભાજપ ચાર દશક જૂના ચલણને સમાપ્ત કરીને રાજ્યમાં સતત બીજી વખ ચૂંટણી જીતવાનો રેકોર્ડ બનાવે છે કે પછી કોંગ્રેસ સત્તા પર પરત ફરીને 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પડકાર ફેંકવામાં સફળ રહેશે.

કર્ણાટકમાં 1985 બાદ કોઈ પણ રાજનીતિક દળ સતત બે વખત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવામાં સફળ રહી નથી. ભાજપ આ ઇતિહાસને ફરીથી લખવા અને દક્ષિણ ભારતમાં પોતાનો ગઢ બનાવી રાખવામાં ખૂબ જ ઉત્સુક છે.

કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં પોતાને મુખ્ય વિપક્ષી દળના રૂપમાં સ્થાપિત કરવા માટે પાર્ટી કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે સત્તા હાંસલ કરવા ઇચ્છુક છે. સાથે જ આ વાત પર નજર રાખવાની જરૂરત છે કે શું પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાના નેતૃત્વવાળી જનતા દળ સેક્યુલર કોઈ પણ દળને પૂર્ણ બહુમત પ્રાપ્ત નહીં થવા પર સરકાર રચવામાં મહત્વની ભૂમિકા નિભાવીને કિંગમેકરના રૂપમાં ઉભરી આવશે.

કોંગ્રેસ અને જદ(એસ)એ ક્રમશઃ 124 અને 93 સીટો માટે પોતાની ઉમેદવારોની પહેલી યાદી રજૂ કરી છે. છેલ્લા બે દશકોની જેમ કર્ણાટકમાં 10 મે ના દિવસે થનારી ચૂંટણીમાં આ વખતે ત્રિકોણીયો મુકાબલો જોવા મળવાની આશા છે. મોટાભાગના ક્ષેત્રોમાં કોંગ્રેસ, ભાજપ અને જદ (એસ) વચ્ચે સીધી લડાઈ થશે. જ્યાં આપ પણ રાજ્યમાં કેટલીક બેઠકો બનાવવા પ્રયત્ન કરશે. બીજી તરફ નાના દળ જેવા કે ખનન કારોબારી જનાર્દન રેડ્ડીની કલ્યાણ રાજ્ય પ્રગતિ પાર્ટી, વામ દળ, બીએસપી અને અસદુદ્દીન ઓવેશીની AIMIM પાર્ટી કેટલીક પસંદગીની સીટો પર ચૂંટણી લડશે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કર્ણાટક ચૂંટણીમાં સત્તા વિરોધી લહેર એક મહત્વપૂર્ણ કારક છે. કારણ કે મતદાતાઓએ ક્યારે પણ પાર્ટીને સતત જનાદેશ આપ્યો નથી. 1985ના વર્ષ પછી લોકોએ ક્યારેય એક જ પાર્ટીને સતત બીજી વખત સત્તાપર પાછી લાવી નથી. 1985માં રામકૃષ્ણ હેગડેની નેતૃત્વવાળી જનતા પાર્ટી સત્તામાં પરત આવી હતી.

આ પણ વાંચોઃ- કર્ણાટક વિધાનસભા ચૂંટણી : ભાજપ ફરી સરકાર બનાવશે? જાતિ સમીકરણ કેવા છે? હાર-જીતમાં બે સમુદાયની ભૂમિકા મહત્વપૂર્ણ

જૂના મૈસૂર ક્ષેત્રના વોક્કાલિગા વિસ્તારમાં જદ(એસ)નો દબદબો છે. જ્યાં એક તરફ કોંગ્રેસના વોટ આધારે આખા રાજ્યમાં સમાન રૂપથી ફેલાયેલો છે. જ્યારે ભાજપની વોટ બેન્ક ઉત્તર અને મધ્ય ક્ષેત્રોમાં વીરશૈવ-લિંગાયત સમુદાયના લોકોની મોટી સંખ્યામાં હાજર છે. કર્ણાટકની કુલ વસ્તિમાં લિંગાયત આશરે 17 ટકા, લોક્કાલિંગા 15 ટકા અન્ય પછાત વર્ગ 35 ટકા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાત 18 ટકા, મુસ્લિમ આશે 12.92 ટકા અને બ્રાહ્મણ આશરે ત્રણ ટકા છે.

ભાજપે વિધાનસભામાં પૂર્ણ બહુમત સુનિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછી 150 સીટ જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. ભાજપ 2018 જેવી સ્થિતિથી બચવા માંગે છે. જ્યારે તે શરુઆતમાં સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઊભરવા છતાં સરકાર બનાવવામાં ચૂકી ગઈ હતી. બાદમાં તે સત્તા બચાવવા માટે કોંગ્રેસ અને જદના ધારાસભ્યોના દળબદલ પર નિર્ભર રહેવું પડ્યું હતું.

આ પણ વાંચોઃ- કર્ણાટક ઓપિનિયન પોલ : એકમાં ભાજપ આગળ તો એક પોલમાં કોંગ્રેસ આગળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર કર્ણાટકનો પ્રવાસ ખેડ્યો છે અને ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ચૂંટણી રાજ્યમાં થનારા ભાજપના ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો. પરંતુ ભાજપને સત્તા પર ફરીથી આવવા માટે જુઝારું કોંગ્રેસનો મુકાબલો કરવો પડશે. જેણે ભ્રષ્ટાચારને રાજનીતિક ચર્ચાનો કેન્દ્રીય વિષય બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ