કર્ણાટક વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસમાં સામેલ થયા ડિપ્ટી સીએમ લક્ષ્મણ સાવડી, ટિકિટ ન મળવા પર છોડી હતી બીજેપી

Karnataka Assembly Election 2023 : શુક્રવારે લક્ષ્મણ સાવડીએ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર અને વિપક્ષના નેતા સિદ્ધારમૈયા સાથે મુલાકાત કરી હતી

Karnataka Assembly Election 2023 : શુક્રવારે લક્ષ્મણ સાવડીએ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર અને વિપક્ષના નેતા સિદ્ધારમૈયા સાથે મુલાકાત કરી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Former Karnataka deputy CM Laxman Savadi

કર્ણાટકના પૂર્વ ડિપ્ટી સીએમ લક્ષ્મણ સાવડી શુક્રવારે કોંગ્રેસમાં સામેલ થઇ ગયા

બીજેપીના પૂર્વ નેતા અને કર્ણાટકના પૂર્વ ડિપ્ટી સીએમ લક્ષ્મણ સાવડી શુક્રવારે કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે બેંગલુરુમાં આ વાતની પૃષ્ટી કરી હતી. ઉલ્લેખનીય છે કે લક્ષ્મણ સાવડીને અથાની વિધાનસભા સીટથી ટિકિટ ના મળવા પર વિધાન પરિષદ સદસ્ય અને ભાજપની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપી દીધું હતું.

Advertisment

ટિકિટ ના મળવા પર છોડી હતી ભાજપ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. બીજેપીએ 189 ઉમેદવારોની પ્રથમ લિસ્ટ જાહેર કરી હતી. લિસ્ટ જાહેર થતા જ કર્ણાટકના પૂર્વ ઉપમુખ્યમંત્રી લક્ષ્મણ સાવડીને વિધાનસભા ચૂંટણી લડવા માટે ટિકિટ મળી ન હતી. આ કારણે ભાજપા એમએલસીએ પાર્ટી છોડવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી.

શુક્રવારે લક્ષ્મણ સાવડીએ કોંગ્રેસ નેતા શિવકુમારના બેંગુલુરુ સ્થિતિ ઘર પર મુલાકાત કરી હતી. આ સાથે જ સાવડીએ વિપક્ષના નેતા સિદ્ધારમૈયા સાથે તેમના ઘરે મુલાકાત કરી હતી. સાવડી અથાનીથી ત્રણ વખત ધારાસભ્ય રહ્યા છે. જોકે તે 2018ની ચૂંટણીમાં તત્કાલિન કોંગ્રેસ ઉમેદવાર મહેશ કુમાથલ્લી સામે હારી ગયા હતા. ભાજપાએ કુમાથલ્લીને અથાનીની ટિકિટ આપી છે.

આ પણ વાંચો - કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ BSY પુત્ર, બોમાઈ, કર્ણાટક ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીમાં 52 નવા ચહેરા, શું છે ગણિત?

Advertisment

લક્ષ્મણ સાવડીએ બુધવારે ભાજપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરતા કહ્યું કે મેં નિશ્ચિત રુપથી એક નિર્ણય કર્યો છે. મેં પાર્ટીના પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. મેં પોતાનો ફેંસલો કરી લીધો છે. હું ભીખનો કટોરો લઇને ફરનારામાંથી નથી. હું એક સ્વામિભાની રાજનેતા છું. કોઇના કહેવાથી કામ કરી રહ્યો નથી.

ખબર નથી સાવડી દુ:ખી કેમ છે - યેદિયુરપ્પા

સાવડીના રાજીનામા પર ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે અમે તેમને બધું જ આપ્યું છે. મને નથી ખબર કે તે દુ:ખી કેમ છે? મને નથી ખબર કે તેમણે આવો નિર્ણય કેમ કર્યો? મેં તેમનો સંપર્ક કરવાનો પુરતો પ્રયત્ન કર્યો હતો પણ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ પાર્ટીમાં બળવા પર કહ્યું કે 189 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. લગભગ બધા ક્ષેત્રોમાં સહમતિ છે. કેટલાક લોકો યાદીથી અસહમત છે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. હું તેમની સાથે સતત સંપર્કમાં છું.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી ટ્રેન્ડિંગ ન્યૂઝ કર્ણાટક congress ભાજપ