કર્ણાટક વિધાનસભા ચૂંટણી સામે આવી રહી છે ત્યારે રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. નામાંકન પ્રક્રિયા પુરી થયા બાદ આજે નામાંકન પત્રોની તપાસ થશે. બીજેપીએ આ વખતે અનેક નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. અનેક વરિષ્ઠ નેતાઓને ચૂંટણીમાંથી બહાર કાઢ્યા છે. તેમાંથી ભાજપના એક વરિષ્ઠ નેતા અને અત્યારના ધારાસભ્ય એસ ઇશ્વરપ્પા છે. જેમને આ વખતે પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા નથી. ભાજપે તેમના પુત્રને પણ ટિકિટ આપી ન્હોતી. ટિકિટથી વંચિત અનેક ભાજપ નેતાઓએ પાર્ટીને છોડી દીધી હતી. ઇશ્વરપ્પાએ આલાકમાનના નિર્ણયને સમર્થન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિગ્ગજ નેતા એસ ઇશ્વરપ્પા સાથે વીડિયો કોલ પર વાત ચીત કરી હતી. આ વીડિયો ખુદ પાંચ વખત ધારાસભ્ય રહેલા નેતાએ શેર કર્યો હતો. વડાપ્રધાન સાથે વાતચી થયા બાદના એસ ઇશ્વરઅપ્પાએ કહ્યું કે મને વડાપ્રધાનનો ફોન આવવાની અપેક્ષા ન્હોતી. તેમના ફોન કોલથી મને શિવમોગ્ગા શહેર જીતવા માટે પ્રેરિત કર્યો છે. તેમણે કહ્યું કે અમે ભાજપની સરકારને પરત લાવવા માટે પુરી કોશિશ કરીશું. ઇશ્વરપ્પાએ કહ્યું કે મને વડાપ્રધાન મોદી ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે.
પુત્રને ટિકિટ ન મળવા પર પ્રતિક્રિયા આપતા ઇશ્વરપ્રાએ ગુરુવારે કહ્યું હતું કે ભાજપથી નારાજ નથી. જે લોકો ભાજપ છોડી રહ્યા છે તેમને પાર્ટીમાં પરત લાવવાના છે જે આપણી પાર્ટીથી નારાજ છે અને કોંગ્રેસમાં સામેલ થયા છે. તેમણે કહ્યું કે ભાજપ જીતશે અને પૂર્ણ બહુમતીથી સરકાર બનાવશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઇને બુધવારે ભાજપાએ પોતાની ચોથી અને છેલ્લી યાદી જાહેર કરી હતી. આ લિસ્ટમાં શિવમોગા અને માનવી સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ લિસ્ટ પ્રમાણે શિવમોગાની હાઇ પ્રોફાઇલ સીટ માટે ભાજપે પૂર્વ ડેપ્યુટી સીએમ ઇશ્વરપ્પાને ઝટકો આપતા તેમના પુત્રને ટિકિટ આપી નહીં.
બીજેપીએ શિવમોગાથી ચન્નાબાસપ્પાએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને પાંચ વખત શિવમોગા સીટના ધારાસભ્ય રહેલા એસ ઇશ્વરપ્પાએ પણ આ વખતે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે પાર્ટીના નેતૃત્વને પણ સપોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પાર્ટીએ એસ ઇશ્વરપ્પાના નામ પર વિચાર કર્યો નહીં. જોકે, ઇશ્વરપ્પાએ પોતાના પુત્ર ઇ કંતેશ માટે ટિકિટની માંગણી કરી હતી. બુધવારે ભાજપે ચોંકવતા ઇશ્વરપ્પાની માંગને ઠુકરાવીને ચન્નાબાસપ્પાનું નામ જાહેર કર્યું હતું.