scorecardresearch
Live

Karnataka Election Live Updates : કર્ણાટકમાં મતદાન ખતમ, આશરે 72 ટકા વોટિંગ

karnataka assembly election voting live updates: રાજ્યભરમાં કુલ 58,545 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા. પરિણામ 13 મેના રોજ સામે આવશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો જોવા મળી રહ્યો છે

karnataka assembly election voting, karnataka election voting
કર્ણાટક વિધાનસભા ચૂંટણી

Karnataka Assembly Election 2023 polls live updates : કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન ખતમ થઇ થયું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. રાજ્યભરમાં કુલ 58,545 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો જોવા મળી રહ્યો છે. ભાજપ 38 વર્ષનો રેકોર્ડ તોડીને ફરી સત્તામાં વાપસી માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. તો બીજી કોંગ્રેસે પણ કર્ણાટકમાં ફરી જીત મેળવવા ઘણી મહેનત કરી છે. પરિણામ 13 મેના રોજ સામે આવશે.

Read More
Read Less
Live Updates
16:18 (IST) 10 May 2023
Karnataka Election 2023 : કર્ણાટકમાં 3 વાગ્યા સુધીમાં 52.03 ટકા મતદાન

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 3 વાગ્યા સુધીમાં 52.03 ટકા મતદાન નોંધાયું છે,

https://twitter.com/ANI/status/1656239338357936130

15:42 (IST) 10 May 2023
karnataka election polls live – પૂર્વ વડાપ્રધાન દેવેગૌડાએ આપ્યો મત

દેશના પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ ચીફ એચજી દેવગૌડા અને તેમની પત્નીએ હાસનમાં પોતાના મતાધિકારનો કર્યો પ્રયોગ

https://twitter.com/ANI/status/1656212211151380480?

15:35 (IST) 10 May 2023
ઇમરાનની ધરપકડથી સળગી રહ્યું છે પાકિસ્તાન, પંજાબમાં સેના તૈનાત

પાકિસ્તાનમાં મંગળવારે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ રસ્તાઓ ઉપર હિંસા ફાટી નીકળી હતી. પાકિસ્તાન મીડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પંજાબ પ્રાંતમાં કાયદા વ્યવસ્થાને પાટા પર લાવવા માટે આર્મીને તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે.

15:29 (IST) 10 May 2023
નાથદ્વારામાં નરેન્દ્ર મોદી, વડાપ્રધાને 5500 કરોડ રૂપિયાથી વધારે વિકાસ પરિયોજનાઓની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાનના નાથદ્વારા પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ કલરાજ મિશ્ર અને મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમનું સ્વાગત કર્યું હતું. નાથદ્વારા પહોંચેલા વડાપ્રધાન મંત્રી મોદીની કાર પર લોકોને ફૂલો વરસાવ્યા હતા. વડાપ્રધાને અહીં 5500 કરોડ રૂપિયા વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા.

15:10 (IST) 10 May 2023
karnataka election polls live – કર્ણાટકમાં અલગ-અલગ ઘટનાઓમાં મતદાન કેન્દ્ર પર બેના મોત

બિનસંબંધિત ઘટનાઓમાં મતદાન પ્રક્રિયા દરમિયાન બે મતદારો મૃત્યુ પામ્યા હતા. જ્યારે બેલાગવી જિલ્લાના એક બૂથ પર કતારમાં ઊભા રહીને 70 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું, જ્યારે 49 વર્ષીય જયન્નાનું ચિક્કોલે, બેલુરમાં મતદાનની મિનિટો પછી મૃત્યુ થયું હતું.

14:38 (IST) 10 May 2023
karnataka election polls live – કોંગી કાર્યકરો અને JD(S) ઉમેદવાર બાવાના સમર્થકો વચ્ચે અથડામણ, ફરિયાદો દાખલ

મંગળવારે રાત્રે મેંગલુરુ ઉત્તર જનતા દળ (સેક્યુલર) ઉમેદવાર બી એ મોહિઉદ્દીન બાવાના સમર્થકોએ તેમના પર હુમલો કર્યો હોવાનો કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કર્યા પછી અહીં બાજપે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અને વળતી ફરિયાદ નોંધવામાં આવી છે. મારામારીમાં ઘવાયેલા બે કોંગ્રેસી કાર્યકરો નિઝામ અને હાશરને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

13:55 (IST) 10 May 2023
Karnataka Election 2023 : બલ્લારીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણમાં કેટલાય લોકો ઘાયલ

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના મતદાન દરમિયાન અથડામણ થઈ હતી. બલ્લારીમાં એક મતદાન કેન્દ્ર પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થતાં કેટલાય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

13:38 (IST) 10 May 2023
Karnataka Election 2023 : કર્ણાટકમાં 1 વાગ્યા સુધીમાં 37.25 ટકા મતદાન નોંધાયું

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મતદાતાઓનો મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. 1 વાગ્યા સુધીમાં માત્ર 3725 ટકા જ મતદાન નોંધાયું હતું.

https://twitter.com/ANI/status/1656208662208327681

13:34 (IST) 10 May 2023
Karnataka Election 2023 : નવ દંપતિએ મતદાન મથક જઇને આપ્યો મત

દુલ્હા અને દુલ્હને પોતાના પરિવાર સાથે મૈસુરુના એક મતદાન કેન્દ્ર પર કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન કર્યું હતું.

https://twitter.com/ANI/status/1656184167313588225?

13:32 (IST) 10 May 2023
Karnataka Election 2023 : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્યું મતદાન

કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ અને તેમની પ્ની રાધાભાઈ ખડગે સાથે મતદાન કર્યું

https://twitter.com/ANI/status/1656197704396214277?

12:34 (IST) 10 May 2023
કર્ણાટકમાં સવારે 11 વાગ્યા સુધી 20.99 ટકા મતદાન

કર્ણાટકમાં ચૂંટણી દરમિયાન 11 વાગ્યા સુધી 20.99 ટકા મતદાન નોંધાયું છે.

12:20 (IST) 10 May 2023
karnataka election polls live – આ મારી છેલ્લી ચૂંટણી છે, વોટિંગ બાદ બોલ્યા પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ મતદાન બાદ કહ્યું કે મતદાતાઓથી જબરદસ્ત પ્રતિક્રિયા મળી રહી છે. મને 60 ટકાથી વધારે વોટ મળશે. કોંગ્રેસ પોતાના દર પર સરકાર બનાવશે. હું નિવૃત્તી નથી લેવાનો પરંતુ આ મારી છેલ્લી ચૂંટણી લડાઈ છે.

https://twitter.com/ANI/status/1656171977990877189?

12:11 (IST) 10 May 2023
karnataka election polls live – માત્ર કાગળોમાં હોય છે નિષ્પક્ષ ચૂંટણીની ઘોષણાઃ એચડી કુમારસ્વામી

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ રામગરનના એક મતદાન કેન્દ્ર પર વોટ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રત્યેક મતદાન ક્ષેત્રમાં ભાજપે કેટલી રાશિનું રોકાણ કર્યું છે. એ વાતો બધા જાણે છે. માત્ર ભાજપ જ નહીં દરેક પાર્ટીને દોષે ગણાવીશ, દરેક વખતે આપણે નિષ્પક્ષ ચૂંટણી અંગે ચર્ચા કરીએ છીએ પરંતુ કાગળોમાં જ ઘોષણા કરવામાં આવે છે. જમીની હકીકત અલગ છે.

https://twitter.com/AHindinews/status/1656178479308902400?

11:16 (IST) 10 May 2023
karnataka election polls live – બેંગલુરુમાં 84 વર્ષીય વૃદ્ધે મતદાન કર્યું

84 વર્ષીય નાગલક્ષ્મીએ બેંગલુરુમાં કેન્દ્રીય વિદ્યાલય ખાતે મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

https://twitter.com/ieElections/status/1656170006609100801?

11:05 (IST) 10 May 2023
karnataka election polls live – સિદ્ધારમૈયાએ કર્યો કોંગ્રેસને 130-150 સીટો જીતવાનો દાવો

પૂર્વ મુખ્યંત્રી અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે કર્ણાટકના લોકોના રુઝાનને જોતા લાગે છે કે કોંગ્રેસ 130-150 સીટો જીતશે. ભાજપ સરકાર સામે લોકોમાં આક્રોશ છે.

10:59 (IST) 10 May 2023
karnataka election polls live – CM બસવરાજ બોમ્મઇએ કર્યો પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાનો દાવો

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ શિગ્ગાંવમાં વોટ નાંખ્યા બાદ કહ્યું કે હું લોકોને લોકતંત્રની જીત માટે રાજ્યના ભવિષ્ય માટે વોટ કરવા માટે અપીલ કરું છું. મને વિશ્વાસ છે કે પૂર્ણ બહુમતીની સરકાર બનાવશે. કોંગ્રેસ ભ્રષ્ટાટારની વાત કરી રહ્યા છે પરંતુ તેમના પોતાનો ટ્રેક રેકોર્ટ ખુબ જ ખરાબ છે. તેમના ગણા લોકો જામીન પર બહાર છે.

https://twitter.com/AHindinews/status/1656158387057618946?

10:54 (IST) 10 May 2023
karnataka election polls live – કર્ણાટકમાં નવ વાગ્યા સુધી 8.26 ટકા મતદાન

કર્ણાટકમાં નવ વાગ્યા સુધી 8.26 ટકા વોટિંગ થયું. કોંગ્રેસ પાર્ટીના અત્યારના ધારાસભ્ય અને ચિત્તપુર વિધાનસભા મતવિસ્તારના પ્રિયાંક ખડગેએ આરોપ લગાવ્યો છે કે ચમનૂર ગામના બૂથ નંબર 178માં મતદાન રોકાઇ ગયું છે.

10:43 (IST) 10 May 2023
ગાંધીનગર: કલોલમાં એસટી બસ નીચે ચગદાઈ જતા પાંચના મોત, 8 ઈજાગ્રસ્ત

Kalol accident five killed : ગાંધીનગર (Gandhinagar) કલોલ અંબિકા બસ સ્ટેશન પાસે એસટી બસ (ST Bus) અકસ્માતમાં પાંચ મુસાફરો (passengers) ના મોત થયા છે, જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ખાનગી બસે એસટી બસને ટક્કર મારતા સર્જાયો અકસ્માત.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/gujarat/kalol-ambika-accident-highway-bus-station-5-passengers-killed-8-injured/114390/

09:43 (IST) 10 May 2023
કર્ણાટક ચૂંટણી: મહિલા મતદારો શું ઈચ્છે છે

Karnataka elections 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે જોઈએ કે, મહિલા મતદારો (women voters) શું વિચારી રહી છે, તેમની શું માંગ છે, તે કેવા ઉમેદવારને પસંદ કરી રહ્યા છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/karnataka-elections-2023-women-voters-what-are-you-thinking/114356/

09:41 (IST) 10 May 2023
karnataka election polls live – ચિક્કમગલુરમાં દુલ્હને આપ્યો મત

ચિક્કમગલુરના પોલિંગ બૂથ નંબર 165 પર એક દુલ્હને મત આપ્યો હતો.

https://twitter.com/ANI/status/1656141213479890945?

09:27 (IST) 10 May 2023
karnataka election polls live – સૂધા મૂર્તિએ યુવાનોને વોટ આપવા માટે કરી અપીલ

લેખિકા સુધા મૂર્તિએ જયનગરમાં મતદાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે વોટ આપવો મારું કર્તવ્ય છે. મતદાન લોકતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કોઇપણ લોકતંત્રમાં જો મતદાન ન હોય તો લોકતંત્રનો બિલકુલ પણ નથી. એટલા માટે હું દરેકને મતદાન કરવા માટે અપીલ કરું છું.

09:22 (IST) 10 May 2023
karnataka election polls live – ચાલો ‘40% કમિશન મુક્ત’, પ્રગતિશીલ કર્ણાટક બનાવીએ: મતદારોને રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકના લોકોને પ્રગતિશીલ અને “40 ટકા-કમિશન-મુક્ત” રાજ્ય બનાવવા માટે મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી.

https://twitter.com/RahulGandhi/status/1656113102817992706?

એક ટ્વિટમાં ગાંધીએ કહ્યું કે “કર્ણાટકનો મત… 5 ગેરંટી માટે, મહિલાઓના અધિકારો માટે, યુવા રોજગાર માટે, ગરીબોના ઉત્થાન માટે. આવો, મોટી સંખ્યામાં મતદાન કરો.” “ચાલો સાથે મળીને 40% કમિશન-મુક્ત, પ્રગતિશીલ કર્ણાટક બનાવીએ,”

08:57 (IST) 10 May 2023
karnataka election polls live – ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિએ આપ્યો મત

આઇટી દિગ્ગજ કંપની ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિએ બેંગલુરુમાં એક મતાદન કેન્દ્ર પર મત આપ્યો હતો.

https://twitter.com/AHindinews/status/1656131709254115330?

08:55 (IST) 10 May 2023
karnataka election polls live – કર્ણાટકના લોકોએ કલ્યાણલક્ષી સરકાર પસંદ કરવાનું નક્કી કર્યું છેઃ ખડગે

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના દિવસે મતદારોને સંબોધતા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાજ્યના લોકોએ પ્રગતિશીલ, પારદર્શક અને કલ્યાણલક્ષી સરકાર પસંદ કરવાનું નક્કી કર્યું છે.

https://twitter.com/kharge/status/1656110468887445504?

એક ટ્વિટમાં તેમણે કહ્યું, “અમે અમારા પ્રથમ વખતના મતદારોને વધુ સારા ભવિષ્ય માટે આ લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવા માટે આવકારીએ છીએ.”

08:42 (IST) 10 May 2023
karnataka election polls live – બીજેપી નેતા બીવાય વિજયેન્દ્ર કહે છે કે પાર્ટીએ મને ચૂંટણી લડવાની તક આપી તેનો આનંદ છે

પોતાનો મત આપ્યા બાદ શિકારપુરિયાના બીજેપી ઉમેદવાર બીવાય વિજયેન્દ્રએ કહ્યું, “આ મારી પ્રથમ ચૂંટણી છે અને મને ખુશી છે કે પાર્ટીએ મને ચૂંટણી લડવાની તક આપી. શિકારીપુરા સીટ માટે લડીને હું ધન્ય છું. લોકો કંટાળી ગયા છે. ત્રિશંકુ વિધાનસભા અને મને વિશ્વાસ છે કે ભાજપ બહુમતી મેળવશે,”

08:40 (IST) 10 May 2023
karnataka election polls live – CM બસવરાજ બોમ્મઈએ લોકોને મત આપવા કરી અપીલ

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ લોકોને મતદાનની અપીલ કરી છે. તેમણે કહ્યું કે જે પ્રકારે અમારી પાર્ટી, કાર્યકર્તાઓ અને નેતાઓએ પ્રચાર કર્યો છે તેનો મને આનંદ છે. હું કર્ણાટકના લોકોને અપીલ કરું છું કે કર્ણાટકના વિકાસ માટે વોટ આપો.

08:20 (IST) 10 May 2023
karnataka election polls live – કર્ણાટકના ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ તીર્થહલ્લીમાં પોતાનો મત આપ્યો

કર્ણાટકના ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ તેમના પરિવાર સાથે તીર્થહલ્લી મતવિસ્તારના મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

08:11 (IST) 10 May 2023
karnataka election polls live – શિકારીપુરન શ્રી હુચ્ચરાય સ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બી.એસ. યેદિયુરપ્પા પોતાના પરિવાર સાથે શિકારીપુરના શ્રી હુચ્ચરાય સ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. તેમના પુત્ર, બી.વાય વિજયેન્દ્ર વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી લડી રહ્યા છે.

https://twitter.com/AHindinews/status/1656115672424800256

08:09 (IST) 10 May 2023
karnataka election polls live – કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કર્યું મતદાન

વિજયનગરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મતદાન કર્યું હતું.

https://twitter.com/AHindinews/status/1656119083790897157

07:32 (IST) 10 May 2023
karnataka election polls live – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કર્ણાટકની જનતાને વોટ આપવા માટે કરી અપીલ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કર્ણાટકના લોકોને વોટ આપવા માટે અપીલ કરી હતી. ખાસ કરીને જે યુવાનો પહેલીવાર મતદાન કરેનારા છે તેમને વધારે મત આપવાની અપીલ કરી હતી.

https://twitter.com/narendramodi/status/1656108506922246154

07:29 (IST) 10 May 2023
કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકના લોકોને મત આપવા કરી અપીલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકના લોકોને વધારે મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે ટ્વિટ કરીને અપીલ કરતા લખ્યું હતું કે તમારો એક વોટ લોકો તરફ અને પ્રગતિ તરફી સરકાર સુનિશ્ચિત કરી શકે છે. રાજ્યને નવી ઊંચાઈઓ પર લઇ જશે.

https://twitter.com/ANI/status/1656110547535007745?

07:26 (IST) 10 May 2023
કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકના લોકોને મત આપવા કરી અપીલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકના લોકોને વધારે મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે ટ્વિટ કરીને અપીલ કરતા લખ્યું હતું કે તમારો એક વોટ લોકો તરફ અને પ્રગતિ તરફી સરકાર સુનિશ્ચિત કરી શકે છે. રાજ્યને નવી ઊંચાઈઓ પર લઇ જશે.

https://twitter.com/AmitShah/status/1656106372902318081?

07:20 (IST) 10 May 2023
Karnataka Election 2023 : કર્ણાટક ચૂંટણી માટે ત્રણ લાખથી વધુ કર્મચારીઓ તૈનાત

મતદાન કરવા માટે લગભગ ત્રણ લાખ મતદાન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મતદાન દરમિયાન કુલ 75,603 બેલેટ યુનિટ (બીયુ), 70,300 કંટ્રોલ યુનિટ (સીયુ) અને 76,202 વોટર વેરિફિયેબલ પેપર ઓડિટ ટ્રેલ (વીવીપીએટી)નો ઉપયોગ કરવામાં આવશે. મોડી સાંજ સુધીમાં તમામ મતદાન મથકો પર મતદાન કર્મચારીઓ પહોંચી ગયા છે.

07:20 (IST) 10 May 2023
Karnataka Election 2023 : કર્ણાટક ચૂંટણી 2023 માટે ચૂંટણી પંચની તમામ તૈયારીઓ પૂર્ણ

સમગ્ર રાજ્યમાં મતદાનને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્વતંત્ર, નિષ્પક્ષ મતદાન થાય અને કોઈ ખલેલ ન પડે તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રાજ્ય પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળોની ઘણી કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત પાડોશી રાજ્યોમાંથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે.

07:19 (IST) 10 May 2023
Karnataka Election 2023 : કર્ણાટક ચૂંટણી 2023માં કુલ 2615 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં બંધ થશે

ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, જનતા દળ (સેક્યુલર) સહિત વિવિધ પક્ષોના કુલ 2615 ઉમેદવારો ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જેમાંથી 2430 પુરુષો, 184 મહિલાઓ અને એક અન્ય છે. ભાજપે તમામ 224 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસે 223 બેઠકો પર તથા જનતા દળ (સેક્યુલર) અને આમ આદમી પાર્ટીએ 209-209 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. રાજ્યમાં કુલ 11,71,558 યુવા મતદારો છે, જ્યારે 5,71,281 દિવ્યાંગ અને 12,15,920 મતદારો 80 વર્ષથી વધુ વયના છે.

07:18 (IST) 10 May 2023
Karnataka Election 2023 : ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો જોવા મળી રહ્યો છે.

Karnataka Election 2023 : ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો જોવા મળી રહ્યો છે. ભાજપ 38 વર્ષનો રેકોર્ડ તોડીને ફરી સત્તામાં વાપસી માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. તો બીજી કોંગ્રેસે પણ કર્ણાટકમાં ફરી જીત મેળવવા ઘણી મહેનત કરી છે.

07:17 (IST) 10 May 2023
Karnataka Election 2023 : કર્ણાટક ચૂંટણી 2023માં કુલ 11.71 લાખ લોકો પ્રથમ વખત મતદાન કરશે

કર્ણાટક ચૂંટણી 2023માં કુલ 11.71 લાખ લોકો એવા છે કે જેઓ પ્રથમ વખત મતદાતા બન્યા છે. રાજ્યભરમાં કુલ 58,545 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. પરિણામ 13 મેના રોજ સામે આવશે.

07:02 (IST) 10 May 2023
Karnataka Election 2023 : વિધાનસભાના 224 સભ્યોના ભાવી નક્કી થશે

વિધાનસભાના 224 સભ્યો માટે કુલ 5,31,33,054 મતદારો મતદાન કરશે. જેમાં 2,67,28,053 પુરુષો અને 2,64,00,074 સ્ત્રીઓ તથા 4927 અન્યોનો સમાવેશ થાય છે.

07:01 (IST) 10 May 2023
Karnataka Election 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરું

આજે બુધવારે 10 મે 2023ના રોજ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગે શરું થઈ ગયું છે.

Web Title: Karnataka assembly election 2023 polls today live updates bjp congress pm narendra modi

Best of Express