scorecardresearch

Karnataka election Result 2023 : કર્ણાટક ચૂંટણીની મતગણતરી શરુ, જાણો અત્યાર સુધીની 10 મોટી વાતો

Karnataka result top ten things : વોટોની ગણતરી રાજ્યના 36 સેન્ટરો પર સવારે 8 વાગ્યાથી શરુ થઈ ગઈ છે. ચૂંટણી પંચ અનુસાર હારજીતની પુરી તસવીર બપોર સુધીમાં આવી જશે. મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીત વ્યક્ત કરી છે.

Karnataka Polls Results 2023 Live| karnataka result| election result
Karnataka Election Results 2023 Live: કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ

Karnataka Assembly Election 2023 Results: કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરુ થઈ ગઈ છે. વોટોની ગણતરી રાજ્યના 36 સેન્ટરો પર સવારે 8 વાગ્યાથી શરુ થઈ ગઈ છે. ચૂંટણી પંચ અનુસાર હારજીતની પુરી તસવીર બપોર સુધીમાં આવી જશે. મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીત વ્યક્ત કરી છે.

ચાલો જાણીએ કર્ણાટક ચૂંટણી સાથે જોડાયેલી અત્યાર સુધીની પ્રમુખ બાબતો

1 – કર્ણાટકમાં સવારે 8 વાગ્યાથી 36 કેન્દ્રો પર મતગણતરી શરુ થઈ ચૂકી છે. મોટાભાગના પરિણામો અંગેની સ્પષ્ટ તસવીર બપોરે બે વાગ્યા સુધીમાં સામે આવવાની આશા છે. રાજ્યમાં ખાસ કરીને મતગણના કેન્દ્રની અદર અને બહાર કડક સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.

2 – કર્ણાટકની 224 સીટો પર આ વખતે 10 મેના રોજ એક તબક્કામાં 73.19 ટકા મતદાન થયું હતું. આ વખતે કર્ણાટકમાં 2018થી ચૂંટણીથી એક ટકા વધારે વોટિંગ થયું છે. 2018માં વિધાનસભા ચૂંટણીમાં 72.36 ટકા મતદાન થયું હતું.

3- કર્ણાટકમાં પહેલીવાર 94 હજારથી વધારે સીનિયર સિટિજન્સ અને દિવ્યાંગજનોએ ઘરથી મતદાન કર્યું હતું. કર્ણાટકમાં 224 સીટો પર 2614 ઉમેદવારો મેદાનામાં હતા.

4- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચારના દમ પર બીજેપીને સત્તામાં ફરીથી વાપસી કરવાની છે. જ્યારે કોંગ્રેસ આ જીતને આગામી 2024 લોકસભા ચૂંટણીમાં પ્રાથમિક વિપક્ષી દાવેદારના રૂપમાં પોતાની સ્થિ મજબૂત કરવા સુધી જોવે છે.

5 – રાજ્યમાં જેડીએસ એકવાર ફરીથી કિંગમેકરની ભૂમિકામાં નજર આવશે. 10 માંથી 5 પાંચ એક્ઝિટ પોલ ત્રિશંકુ સત્તાની ભવિષ્યવાણી કરી રહી છે. એટલે કે જેડીએસની મદદ વગર સરકાર બની શકે નહીં.

6 – કર્ણાટકમાં 5.31 કરોડ મતદાતા અને 2615 ઉમેદવારો છે. આ વખતે ભાજપ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના નેતાઓએ સાડા ચારસોથી વધારે રેલીઓ કરી છે. 100થી વધારે રોડ શો કર્યા છે. બીજી તરફ રાહુ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીએ 31થી વધારે સભાઓ કરી છે.

7 – અહીં એ પણ વાત જાણવા મળી છે કે ત્રિશંકુ જનાદેશની સ્થિતિમાં શું સરકાર બનાવવાની ચાવી પૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવેગોડાના નેતૃત્વવાળી જેડીએસની પાસે હશે?

8 – આમ આદમી પાર્ટીએ પણ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. આ ઉપરાંત કેટલાક મત વિસ્તારોમાં કેટલાક નાના પક્ષો પણ મેદાનમાં ઉતર્યા છે. તેઓ પણ કર્ણાટકમાં કંઈ મેળવવાની આશા લગાવીને બેઠા છે.

9 – આ ચૂંટણીમાં રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના નેતા બસવરાજ બોમ્મઈ, કોંગ્રેસ નેતા સિદ્ધરમૈયા અને ડી કે શિવકુમાર તથા જેડીએસના એચડી કુમારસ્વામી સહિત અનેક મોટા નેતાઓની પ્રતિષ્ટા દાવ પર છે.

10 – કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસના નેતા જનતાને લલચાવવા માટે અનેક વાયદાઓ કર્યા છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે પોતાના ચૂંટણી ભાષણમાં મુસ્લિમોને ચાર ટકા અનામત ખતમ કરવાનો ઉલ્લેખ કર્યો છે. તો કોંગ્રેસે સત્તામાં આવ્યા બાદ બજરંગ દળ પર બેન લગાવવાની વાત કરી છે.

Web Title: Karnataka assembly election 2023 result live top ten things

Best of Express