કર્ણાટક ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બધા રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં ઉરી પડ્યા છે. પોતાના પક્ષને જીતાડવા માટે બધા પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આશા રાખવામાં આવી રહી છે કે સોમવારે સાંજ સુધીમાં ભાજપ પણ રાજ્યમાં પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી શકે છે. આવી સ્થિતિ વચ્ચે સૂત્રોએ દાવો કર્યો છે કે કર્ણાટક ભાજપે ઉમેદવારોની પહેલી યાદીમાં અનેક સીટિંગ ધારાસભ્યોને ડ્રોપ કર્યા છે. અને કોંગ્રેસ પાર્ટીમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા નેતાઓને જગ્યા આપી છે.
અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ એનડીટીવીના એક રિપોર્ટમાં સૂત્રોનો હવાલો આપીને દાવો કર્યો છે કે ભાજપે 140 સીટો માટે ઉમેદવારોની પસંદગી કરી છે. માનવામાં આવે છે કે આજે વધુ 40 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
સૂત્રોએ દાવો કર્યો છે કે વર્ષ 2019માં કુમારસ્વામીની સરકાર પાડવામાં જે કોંગ્રેસી ધારાસભ્યોએ ભાજપની મદદ કરી હતી. તેમને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. જો વાસ્તવમં એવો કોઇ નિર્ણય બીજેપી તરફથી થાય તો પાર્ટીની અંદર કેટલાક જૂથ તરફથી વિરોધ જોવા મળી શકે છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી બસવરાજ એસ બોમ્મઇના શિગગાંવ વિધાસભા સીટથી ચૂંટણી લડવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્ષ 2008માં આ સીટ ઉપર કાયમ છે. પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના પુત્ર બીવાઈ વિજયેન્દ્ર શિકારીપુરા સીટથી ચૂંટણી લડી શકે છે. આ સીટ પરથી બીએસ યેદિયુરપ્પા ચૂંટણી લડતા હતા. તેઓ ગત વખત આ સીટ ઉપર જીતીને વિધાનસભા પહોંચ્યા હતા.
આ પહેલા બીએસ યેદિયુરપ્પાએ દાવો કર્યો હતો કે તેમના પુત્ર કોંગ્રેસી દિગ્ગજ સિદ્દારમૈયા સામે ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. જોકે તેમણે કહ્યું કે વિજયેન્દ્ર શિકારીપુરાથી ચૂંટણી લડી શકે છે. ગત સપ્તાહ મીડિયા સાથે વાતચી કરતા તેમણે વિજયેન્દ્ર પર વરુણા વિધાનસભા સીટથી ચૂંટણી લડવાનું પ્રેશર હતું. પરંતુ મેં નક્કી કર્યું હતું કે તે શઇકારીપુરાથી ચૂંટણી લડશે કારણ કે આ સીટથી મને રાજનીતિક જીવન, માન્યા અને સમ્માન મળ્યું.
કર્ણાટકમાં ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પા આઠ વખત શિકારીપુરા વિધાનસભા સીટથી ચૂંટણી જીતી ચૂક્યા છે. આ પહેલા આ વર્ષની શરુઆતમાં રાજકીય સન્યાસની ઘોષણા કરી હતી. સીએમ બોમ્મઈ પણ કંફર્મ કરી ચૂક્યા છે કે શિગગાંવ વિધાનસભા સીટથી ચૂંટણી લડશે. તેમણે જાણકારી આપી હતી કે બીજેપી ઉમેદવારોની ઘોષણા એક-બે દિવસોમાં કરી શકેશે.