BJP Vision Document karnataka : કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું હતું. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું.ભાજપે પોતાના આ ઘોષણા પત્રને પ્રજા ધ્વનિ નામ આપ્યું છે. બીજેપીએ આ ઘોષણા પત્રમાં અનેક વાયદા કર્યા છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ સોમવારે સવારે 11 વાગ્યે બેંગ્લુરુમાં પાર્ટી મુખ્યાલયમાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ અને પાર્ટીના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પાની ઉપસ્થિતિમાં ઘોષણા પત્ર રજૂ કર્યું હતું.
બીજેપીનું ઘોષણાપત્ર એર કન્ડિશન રૂમમાં બેશીને નથી બનાવાયું
ઘોષણાપત્ર રજૂ કર્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે જ્યારે બી.એસ. યેદિયુરપ્પાએ અહીં સત્તા સંભાળી અને બાદમાં બોમ્મઈએ ચાલું રાખી.. તો હું કહી શકું છું કે ભાજપ સરકારે પોતાના આપદાઓને અવરસરમાં બદલી દીધું છે. નડ્ડાએ કહ્યું કે ભાજપે ઘોષણાપત્ર એર કન્ડીશનર રુમમાં બેશીને બનાવ્યું નથી. આ માટે અમારા કાર્યકર્તાઓએ ખુબ જ મહેનત કરી છે. તેમણે રાજ્યના ખૂણે ખૂણે પ્રવાસ કર્યો છે.
નડ્ડાએ કહ્યું કે અમારું ઘોષણાપત્ર કોંગ્રેસના ઘોષણાપત્રથી અલગ છે. આ ઘોષણાપત્ર કર્ણાટકના યુવાઓ ખેડૂતો, મહિલાઓ, મજૂરો, મધ્યમ વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના દરેક વર્ષોની આકાંક્ષાઓને પુરો કરે છે. અમારુ ઘોષણાપત્ર છ વિષયો પર કેન્દ્રિત છે.
પીએણ મોદી દેશના જ નહીં પરંતુ દુનિયાના નેતા છે : કર્ણાટક બીજેપી ચીફ
કર્ણાટક ભાજપના પ્રમુક નલિન કટીલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર દેશના નેતા નહીં પરંતુ દુનિયાના નેતા છે. કોંગ્રેસનું લક્ષ્ય મજાક ઉડાવાનું છે. કોંગ્રેસ પહેલાથી જ ચૂંટણી હારી ચૂકી છે. એટલા માટે તે આ બધું કરી રહી છે. તેમણે કહ્યું કે જ્યારે મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા ત્યારે તેઓ મૌન રહેતા હતા.
કર્ણાટક ભાજપના વિઝન ડોકયૂમેન્ટની મહત્વની વાતો
- કર્ણાટકમાં યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. મુસ્લિમ આરક્ષણ ખતમ કરવાનો પણ ઉલ્લેખ
- ઘોષણાપત્રમાં કૃષિ પર સૌથી વધારે ભાર અપાયો, ખેડૂત વિમા,બીજ ખરીદવા પર 10 હજારની મદદ
- ખેડૂતો માટે એગ્રો ફંડના નામથી ઇમર્જન્સી ફંડ, શહેરમાં 5 લાખ ગરીબોને ઘર જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં 10 લાખ ગરીબોને ઘર આપવાનું વચન. દરેક વોર્ડમાં અટલ આહાર કેંદ્ર ખુલશે
- બીપીએલ પરિવારના રોજ આધાર લીટર નંદિની દૂધ આપવામાં આવશે. 10 કિલો ચોખા પણ અપાશે.
- દલિત, આદિવાસી મહિલાઓ માટે ઓનેક ઓબવા સામાજિક ન્યાય નિધિ યોજનાનો વાયદો કર્યો છે