કર્ણાટકની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે તેવી આગાહી ત્રણ સપ્તાહ પહેલા આચાર્ય સલીલ નામના એક જ્યોતિષે કરી હતી અને તે હાલ સાચી પડતી દેખાઇ રહી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં હાલ કોંગ્રેસ સૌથી વધારે બેઠક જીતને સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઉભરી રહી છે, તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સખત મહેનત અને રોડ-શો કરવા છતા ભાજપ હારી રહી છે.
સોશિયલ મીડિયામાં જ્યોતિષનો વીડિયો વાયરલ
આચાર્ય સલીલ નામના આ જ્યોતિષનો વીડિયો હાલ સોશિયલ મીડિયામા ઘણો વાયરલ થઇ રહ્યો છે. ત્રણ સપ્તાહે પહેલા યુટ્યૂબ ચેનલ પર આચાર્ય સલીલે કર્ણાટકની ચૂંટણીને લઇને એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમા કોની જીત થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ કેટલો ચાલશે, રાહુલ ગાંધીનું રાજકીય ભવિષ્ય, કોણ મુખ્યમંત્રી બનશે તેના વિશે આગાહી કરી હતી, જે હાલ ચાલ પડતી દેખાઇ રહી છે.
કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસની જીતની આગાહી
આચાર્ય સલીલે યુટ્યુબ પર કર્ણાટકની વિધાનસભા ચૂંટણીને લઇને એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયામાં કર્ણાટકના મતદાનના દિવસના ગ્રહ-નક્ષત્રની સ્થિતિ, ભાજપ અને કોંગ્રેસની કુંડળી, સંભવિત મુખ્યમંત્રીના ઉમેદવારોની કુંડળીનું વિશ્લેષ્ણ કર્યુ હતુ અને તેના આધારે આગાહી કરી હતી.
તેમણે જણાવ્યુ હતુ કે, ભાજપની કુંડળીમાં ચંદ્રની મહાદશામાં શનિનું અંતર છે. તો શનિ આઠમા સ્થાને બિરાજમાન છે, જે ભાજપ માટે સારી બાબત નથી. કોંગ્રેસની કુંડળીમાં ગ્રહ-નક્ષત્રની દશા તેની તરફેણમાં છે. કોંગ્રેસમાં હાલ આંતરકલહ જોવા મળી રહ્યો છે, જેમાં કોંગ્રેસ પક્ષ અને ગાંધી પરિવાર વચ્ચે અમુક મતભેદો સર્જાયા છે.
રાહુલ ગાંધી મક્કમતા સાથે વાપસી કરશે
રાહુલ ગાંધીની કુંડળીની વાત કરીયે તો, તેમની કુંડળીમાં કેટલા પેરામીટર્સ એવા છે કે તેઓ રિકવર એટલે કે ફરી મક્કમ રીતે મેદાનમાં આવી રહ્યા છે અને વાપસીની આ અસર કર્ણાટકની ચૂંટણીમાં જોવા મળશે.
તેઓ વધુમાં જણાવે છે કે, મે ઘણી વખત કહ્યુ છે તેમ શનિની મહાદશા શુક્રનું અંતર અને શુક્રની મહાદશામાં શનિનું અંતર બહુ જ ખતરનાક હોય છે. તેમાં અનપેક્ષિત લાભ થવાની સાથે સાથે અણધાર્યું નુકસાન થવાની સંભાવના રહે છે. શનિ વક્રી થઇને 10માં ભવમાં બેઠો છે. શુક્ર 12માં ભવમાં બેઠો છે, મેષ લગ્નની કુંડળી, શનિનું ભ્રમણ કુંભ રાશિમાં ચાલી રહ્યું છે.
કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનશે
જ્યોતિષ અને ગ્રહ-નક્ષત્રની ગણતરી અનુસાર કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવશે. આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટા રાજકીય પક્ષ બનીને ઉભરશે. કોંગ્રેસ આ ચૂંટણીમાં 115થી 120 બેઠક જીતે તેવી શક્યતા છે. તો ભાજપને 60થી 80 બેઠક તો જેડીએસ 20થી 25 બેઠકો પર જીત હાંસલ કરશે.
કોણ મુખ્યમંત્રી બનશે
આચાર્ય સલીલે આગાહી કરી હતી કે, કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમા હાલ ગ્રહ-નક્ષત્રની દશા કોંગ્રેસની તરફેણમાં છે. આ વખતે ખરાખરીનો ચૂંટણી જંગી કર્ણાટકના હાલના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કોંગ્રેસના ડી શિવકુમાર વચ્ચે થશે. જો કોંગ્રેસની જીત થઇ તો ડી શિવકુમાર માટે કર્ણાટકના મુખ્યમંત્રી બનવાની તક વધારે છે.