scorecardresearch
Live

Karnataka Assembly Election Results 2023 Live: કર્ણાટકમાં કોંગ્રેસને પૂર્ણ બહુમત; 136 સીટો પર જીત મેળવી

Karnataka Election Results 2023 Updates: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવી રહી છે. 224 વિધાનસભા સીટોમાંથી કોંગ્રેસે 136 સીટો પર જીત મેળવી છે. ભાજપને 65 બેઠકો અને જેડીએસને 19 બેઠકો મળી છે. અન્યને 4 સીટો મળી છે

Karnataka Election Results 2023
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર જીત નોંધાવી (તસવીર – એક્સપ્રેસ)

Karnataka Assembly Election Results 2023 Live Updates: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. જેમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવી રહી છે. 224 વિધાનસભા સીટોમાંથી કોંગ્રેસે 136 સીટો પર જીત મેળવી છે. ભાજપે 65 બેઠકો પર જીત મેળવી છે. જેડીએસે 19 સીટો પર જીત મેળવી છે. કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષ અને સર્વોદય કર્ણાટકા પક્ષને 1-1 સીટ મળી છે. 2 સીટ પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે.

રાહુલ ગાંધીએ કહ્યું – કર્ણાટકમાં નફરતની બજાર બંધ થઈ અને પ્રેમની દુકાન ખુલી છે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરી હતી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જનાદેશ આપનાર જનતાને અભિનંદન પાઠવ્યા હતા. મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કર્ણાટકમાં નફરતની બજાર બંધ થઈ અને પ્રેમની દુકાન ખુલી છે. ગરીબ જનતાએ પૂંજીવાદી શક્તિઓને હરાવી છે. કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ગરીબોની સાથે ઉભી છે. અમે પ્રેમની લડાઈ લડી. કર્ણાટકે દેખાડ્યું કે આ દેશને પ્રેમ સારો લાગે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ જનતાની જીત છે. કર્ણાટકની જનતાની જીત છે. અમે ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકની જનતાને પાંચ વાયદા કર્યા હતા. અમારા નેતાઓએ વાયદાઓ કર્યા હતા. અમે પહેલી કેબિનેટ મિટિંગમાં આ વચનો પુરા કરીશું.

આ પણ વાંચોઃ- કર્ણાટક વિધાનસભા ચૂંટણીની લાઇવ અપડેટ વાંચવા અહિં ક્લિક કરો

પીએમ નરેન્દ્ર મોદીએ જીત બદલ કોંગ્રેસને અભિનંદન પાઠવ્યા

પીએમ નરેન્દ્ર મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ કોંગ્રેસ પાર્ટીને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ પાર્ટીને અભિનંદન. લોકોની આકાંક્ષાઓને પુરી કરવા માટે મારી શુભકામનાઓ. મોદીએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે હું તે બધાનો આભાર માનું છું જેમણે કર્ણાટક ચૂંટણીમાં અમારું સમર્થન કર્યું છે. હું ભાજપા કાર્યકર્તાઓની સખત મહેનતની પ્રશંસા કરું છું. આપણે આવનાર સમયમાં વધારે જોશ સાથે કર્ણાટકની સેવા કરીશું.

Read More
Read Less
Live Updates
22:34 (IST) 13 May 2023
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ સીએમ પદેથી રાજીનામું આપ્યું

https://twitter.com/ANI/status/1657421455989301248

22:23 (IST) 13 May 2023
કર્ણાટકમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત

કર્ણાટકમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળી છે. 224 વિધાનસભા સીટોમાંથી કોંગ્રેસે 136 સીટો પર જીત મેળવી છે. ભાજપે 65 બેઠકો પર જીત મેળવી છે. જેડીએસે 19 સીટો પર જીત મેળવી છે. કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષ અને સર્વોદય કર્ણાટકા પક્ષને 1-1 સીટ મળી છે. 2 સીટ પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે

22:15 (IST) 13 May 2023
કર્ણાટકમાં કોંગ્રેસને 42.9 ટકા વોટ મળ્યા, ભાજપને 36 અને જેડીએસને 13.3 ટકા વોટ મળ્યા

21:34 (IST) 13 May 2023
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલાએ કર્ણાટકની જનતાને અભિનંદન પાઠવ્યા

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલાએ કહ્યું કે કર્ણાટકની જનતાને અભિનંદન પાઠવું છું. તેમણે નફરતની રાજનીતિને ફગાવી દીધી અને મોહબ્બતની રાજનીતિને અપનાવી છે.

20:37 (IST) 13 May 2023
બીજેપી મુક્ત થયું દક્ષિણ ભારત, કર્ણાટકમાં જીત પછી ખડગેનો હુંકાર

કર્ણાટકમાં પ્રચંડ જીત મેળવ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દક્ષિણ ભારત હવે બીજેપી મુક્ત થઇ ગયું છે. કર્ણાટકની જનતા જે ઇચ્છતી હતી તે આવી ગયું છે.

19:57 (IST) 13 May 2023
ઘણા વર્ષ શાસન કરવાની તક આપી, કર્ણાટકની જનતાનો આભાર – અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે કર્ણાટકની જનતાએ અમને ઘણા વર્ષ તેમના માટે કામ કરવાની તક આપી. પીએમ મોદીની અધ્યક્ષતામાં આગળ પણ કર્ણાટકની ભલાઇ માટે કામ કરતા રહીશું.

https://twitter.com/AmitShah/status/1657369376096387072

18:40 (IST) 13 May 2023
કર્ણાટકની જનતા, મતદાતાઓને સેલ્યૂટ કરું છું – મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે હું કર્ણાટકની જનતા, મતદાતાઓને સેલ્યૂટ કરું છું અને કોંગ્રેસ પાર્ટીને જીતના અભિનંદન પાઠવું છું. હવે છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની ચૂંટણી છે ત્યાં પણ ભાજપનો પરાજય થશે.

https://twitter.com/ANI/status/1657350834315984896

18:37 (IST) 13 May 2023
કર્ણાટક ચૂંટણી પરિણામ 2023 : મલ્લિકાર્જૂન ખડગે અધ્યક્ષ બનવાથી કોંગ્રેસને કેવી રીતે ફાયદો થયો, ‘ભૂમિ પુત્ર’ માટે કર્ણાટકમાં ચૂંટણી જીતવી કેમ જરૂરી હતી

https://gujarati.indianexpress.com/national-news/karnataka-election-results-2023-mallikarjun-kharge-congress-president/117315/

17:42 (IST) 13 May 2023
પીએમ નરેન્દ્ર મોદીએ જીત બદલ કોંગ્રેસને અભિનંદન પાઠવ્યા

પીએમ નરેન્દ્ર મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ કોંગ્રેસ પાર્ટીને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ પાર્ટીને અભિનંદન. લોકોની આકાંક્ષાઓને પુરી કરવા માટે મારી શુભકામનાઓ. મોદીએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે હું તે બધાનો આભાર માનું છું જેમણે કર્ણાટક ચૂંટણીમાં અમારું સમર્થન કર્યું છે. હું ભાજપા કાર્યકર્તાઓની સખત મહેનતની પ્રશંસા કરું છું. આપણે આવનાર સમયમાં વધારે જોશ સાથે કર્ણાટકની સેવા કરીશું.

https://twitter.com/narendramodi/status/1657352311386296320

17:17 (IST) 13 May 2023
જનતાનો નિર્ણય અમને સ્વીકાર – બસવરાજ બોમ્મઇ

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ કહ્યું કે કર્ણાટકની જનતાએ જે નિર્ણય આપ્યો છે તેનો અમે સ્વીકાર કરીએ છીએ. અમે વિભિન્ન સ્તરો પોતાની ખામીઓને જોઇશું, તેમને ઠીક કરીશું અને લોકસભા ચૂંટણીમાં વાપસી કરીશું.

16:53 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates :આ એક સ્પષ્ટ સંદેશઃ કેસી વેણુગોપાલ

કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે આ એક સ્પષ્ટ સંદેશ છે કે અમે કર્ણાટકના ગરીબ લોકોની સાથે ઉભા છીએ. તેઓ કર્ણાટકના અમીરોની સાથે છીએ. ગરીબોએ આ ચૂંટણી જીતી લીધી છે. આ પરિણામ 2024 માટે મીલનો પથ્થર છે.

16:48 (IST) 13 May 2023
કર્ણાટક ચૂંટણી પરિણામ 2023: 15 મહત્ત્વની બેઠકો પર કોની થઈ જીત?

Karnataka Election Result 2023 important seat : કર્ણાટકમાં અત્યાર સુધીના પરિણામ જોતા કોંગ્રેસ (Congress) ની સરકાર બનવી લગભગ નિશ્ચિત, તો જોઈએ સિદ્ધારમૈયા થી લઈ બસવરાજ બોમાઈ જેવા દિગ્ગજ નેતાની મહત્ત્વની બેઠકો (important seat) પર કોની થઈ જીત.

આખો આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/karnataka-election-result-2023-who-won-on-15-important-seats/117202/

16:42 (IST) 13 May 2023
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ : જગદીશ શેટ્ટારથી લઇને યુ બી બાંકર સુધી, પક્ષ પલટો કરનાર 5 હાઇ પ્રોફાઇલ નેતાઓની શું છે સ્થિતિ?

Karnataka Assembly Election Results 2023 : આ પાંચમાંથી મોટા ભાગના ભાજપ અને જેડી(એસ)ને છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. તેમની સ્થિતિ શું છે તે જણાવી રહ્યા છીએ

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/karnataka-assembly-election-results-2023-five-high-profile-defectors-analysis/117208/

16:36 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : જેસી મધુસ્વામી ચૂંટણી હાર્યા

કાયદા અને સંસદીય મામલાઓના મંત્રી જે સી મધુસ્વામી ચિકનૈકાનાહલ્લી સીટ પર જેડીએસના ઉમેદવાર સી.બી સુરેશ બાબુથી 10,042 મતોથી હાર્યા

16:31 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : મલ્લિકાર્જૂન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગે જીત્યા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેના પુત્ર પ્રિયંક ખરગેએ ચિત્તપુરમાં ભાજપાના મણિકાંત રાઠોડ 13,640 મતોથી હાર્યા

15:49 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : કોંગ્રેસના પ્રમુખ ડી.કે. શિવકુમારે કાર્યકરોને બિરદાવ્યા

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત બદલ કોંગ્રેસના પ્રમુખ ડી.કે. શિવકુમારે પાર્ટીના કાર્યકરોને બિરદાવ્યા હતા.

https://twitter.com/ANI/status/1657314881048281088

15:30 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : બપોરના 3.30 વાગ્યા સુધી 95 સીટો પર પરિણામ જાહેર થયું, 56 બેઠકો પર કોંગ્રેસની જીત

ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે બપોરના 3.30 વાગ્યા સુધીમાં 224 બેઠકો પૈકી 95 બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જેમાંથી 56 બેઠકો પર જીત મેળવી છે જ્યારે ભાજપે 27 બેઠકો પર જીત મેળવી છે. જેડીએસે પણ 10 બેઠકો પર વિજય મેળવ્યો છે. હજુ 129 બેઠકો પર મતગણતરી ચાલું છે.

15:13 (IST) 13 May 2023
karnataka election result 2023 : કર્ણાટક ચૂંટણી પરિણામ, કર્ણાટકમાં નફરતની બજાર બંધ, પ્રેમની દુકાન ખુલીઃ રાહુલ ગાંધી

karnataka assemby election 2023 results live : ગ્રેસને સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધતી જોઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરી હતી.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/karnataka-assemby-election-2023-results-live-update-rahul-gandhi-media-press-conference/117169/

15:12 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : અન્ય રાજ્યોમાં પણ જીતનો પ્રયાસ કરીશું : ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ બેંગલુરુમાં મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે આવનારા દિવસોમાં પણ જ્યાં જ્યાં રાજ્યોની ચૂંટણી હશે ત્યાં પણ કર્ણાટકની જેમ જ ચૂંટણી જીતવા માટે સંપૂર્ણ પ્રયત્નો કરીશું. અહીંના ધારાસભ્યોની બેઠક થશે. દરેકની સહમતીથી મુખ્યમંત્રીનું નામ હાઇકમાનની સામે રાખવામાં આવશે. હાઇકમાન અંતિમ નિર્ણય લેશે.

14:49 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : કર્ણાટકમાં નફરતની બજાર બંધ થઈ, પ્રેમની દુકાન ખુલીઃ રાહુલ ગાંધી

મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કર્ણાટકમાં નફરતની બજાર બંધ થઈ અને પ્રેમની દુકાન ખુલી છે. ગરીબ જનતાએ પૂંજીવાદી શક્તિઓને હરાવી છે. કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ગરીબોની સાથે ઉભી છે. અમે પ્રેમની લડાઈ લડી. કર્ણાટકે દેખાડ્યું કે આ દેશને પ્રેમ સારો લાગે છે.

14:46 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : શક્તિએ તાકતને હરાવી દિધી : રાહુલ ગાંધી

મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની જનતને, કોંગ્રેસ કાર્યકર્તાઓને, કોંગ્રેસ નેતાઓને શુભેચ્છા

14:36 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : કાર્યકર્તાઓને દુઃખી થવાની જરૂર નથીઃ યેદિયુરપ્પા

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા બી.એસ.યેદિયુરપ્પાયે કહ્યું કે હાર-જીત ભાજપ માટે મોટી વાત નથી. 2 સીટોથી શરુઆ કરેલી ભાજપ પાર્ટી આજે સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. કાર્યકર્તાઓએ દુઃખી થવાની જરૂર નથી. અમે હાર પર પુનર્વિચાર કરીશું. અમે જનતાના નિર્ણયનું સમ્માન કરીએ છીએ. અમને વોટ કરવા માટે દરેક જનતાનો ધન્યવાદ કરીએ છીએ

14:17 (IST) 13 May 2023
Karnataka Assembly Election Results 2023 : પીએમ મોદી-શાહ Vs રાહુલ-પ્રિયંકા, કર્ણાટમાં જે સીટો પર દિગ્ગજોએ પ્રચાર કર્યો ત્યાં બીજેપી-કોંગ્રેસની શું છે સ્થિતિ

Karnataka Election Results 2023 Updates: કર્ણાટક ચૂંટણીમાં તમામ પાર્ટીના દિગ્ગજ નેતાઓએ જનતાને રીઝવવા માટે ઘણી રેલીઓ અને જનસભાઓ કરી હતી. આ દરમિયાન નેતાઓએ રાજ્યની જનતાને અનેક વચનો આપ્યા હતા અને દાવા પણ કર્યા હતા

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/karnataka-election-result-2023-pm-modi-amit-shah-rahul-gandhi-priyanka-gandhi-rally-road-show-in-karnataka-what-is-the-status-of-bjp-congress/117127/

14:13 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બની શકે છેઃ સિદ્ધારમૈયા

કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે ચૂંટણીના પરિણામ લોકસભા ચૂંટણીની એક સીડી છે. મને આશા છે કે દરેક બીન ભાજપ દળ એક સાથે આવશે. મને આશા છે કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બની શકે છે.

14:11 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : કોંગ્રેસે 6 સીટો ઉપર જીત નોંધાવી

ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસએ છ સીટો ઉપર જીત નોંધાવી હતી. 127 સીટો ઉપર આગળ ચાલી રહેલી કોંગ્રેસના હાથમાં કર્ણાટકની સત્તા જતી દેખાઈ રહી છે. ભાજપે 3 સીટો ઉપર જીત મેળવી છે. અને 62 સીટો ઉપર આગળ ચાલી રહી છે. જેડીએસ 22 સીટો પર આગળ ચાલી રહી છે.

14:07 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : કર્ણાટકમાં મોટી જીત તરફ કોંગ્રેસ, કાલે ધારાસભ્ય દળની બેઠક, 5 સ્ટાર હોટલમાં બૂક કરાવ્યા 50 રૂમ

કર્ણાટકમાં કોંગ્રેસ શાનદાર પ્રદર્શનની સાથે બહુમતી આંકડો પાર કરતા દેખાઈ રહી છે. કોંગ્રેસ મુખ્યાલયોમાં દિલ્હીથી લઇને કર્ણાટક સુધી જશ્નનો માહોલ દેખાઈ રહ્યો છે. ભાજપ અંતિમ પરિણામની રાહ જોવાની વાત કરી રહી છે. બહુમતીથી જીત તરફ કોંગ્રેસ આગળ વધી રહી છે. આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસ પોતાના ધારસભ્યોને એક જગ્યાએ એકઠા કરવાના પ્રયત્નો શરુ કર્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બે હોટલો બુક થયું છે. એક બેંગ્લુરુમાં અને બીજા મહાબલીપુરમમાં ધારાસભ્યો રાખવામાં આવ્યા છે.

13:58 (IST) 13 May 2023
કર્ણાટક ચૂંટણી પરિણામ 2023: ભાજપથી ક્યાં ભૂલ થઈ? ‘કેમ વિકાસ કે હિન્દુત્વના દાવને ન મળ્યું સમર્થન’

Karnataka Election Results 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામના અત્યાર સુધીના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ (Congress) સરકાર બનાવશે. ભાજપની હારના મુખ્ય કારણો (Karnataka BJP lost reasons) શું હોવા જોઈએ. કેમ વિકાસ (development) કે હિન્દુત્વ (Hindutva) નો મુદ્દો કામ ન લાગી શક્યો?

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/karnataka-assembly-elections-result-2023-why-bjp-lost-what-reasons-can-be-held-responsible/117097/

12:58 (IST) 13 May 2023
Karnataka Election Results, કર્ણાટક ચૂંટણી પરિણામ: કોંગ્રેસની આગેકૂચ વચ્ચે પ્રિયંકાએ જાખૂ હનુમાન મંદિરમાં પૂજા કરી, સોનિયા ગાંધી પણ રહ્યા ઉપસ્થિત

Karnataka election results : હિમાચલથી પ્રિયંકા ગાંધીની તસવીર સામે આવી હતી. જેમાં તેઓ હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરતા દેખાઈ રહ્યા છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/karnataka-assembly-election-results-live-priyanka-gandhi-hanuman-puja-shimla/

12:35 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ હાર સ્વીકારી

મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે અમે અપેક્ષા અનુસાર પ્રદર્શન કરી શક્યા નહીં. એક વાર પરિણામ જાહેર થયા બાદ ઝિણવટ પૂર્વક વિશ્લેષણ કરીશું. એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે માત્ર વિશ્લેષણ જ નહીં કરીએ પરંતુ વિવિધ સ્તરો પર જોઈશું કે ક્યાં કમી રહી ગઈ છે.

12:03 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : કોંગ્રેસની આગેકૂચ વચ્ચે પ્રિયંકાએ જાખૂ હનુમાન મંદિરમાં પૂજા કરી, સોનિયા ગાંધી શિમલા પહોંચ્યા

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં શરુઆતી વલણોમાં કોંગ્રેસ બહુમતના આંકડાને પહોંચી ગઈ છે. ત્યારે મતગણતરી પહેલા ગુરુવારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી શિમલા સ્થિત પોતાના ખાનગી રહેણાંક પર પહોંચ્યા હતા. હિમચાલથી પ્રિયંકા ગાંધીની તસવીર સામે આવી હતી. જેમાં તેઓ હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરતા દેખાઈ રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવએ શિમલા સ્થિત પ્રસિદ્ધ જાખુ હનુમાન મંદિરમાં પૂજા કરી હતી.

https://twitter.com/INCIndia/status/1657232594835226625?

11:35 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : કર્ણાટક ચૂંટણી પરિણામોમાં કુલ 224 બેઠકો પર શરુઆતી વલણો આવી ગયા છે

ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર દર્શાવેલા પરિણામ પ્રમાણે કુલ 224 બેઠકો ઉપર શરુઆતી વલણો આવી ગયા છે. જેમાં કોગ્રેસ 117 પર, ભાજપ 75 પર અને જેડીએસ 25 બેઠકો ઉપર આગળ છે.

11:31 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : કર્ણાટક કોંગ્રેસના કાર્યકરો બેંગલુરુમાં ઉજવણી

કૉંગ્રેસે 119 બેઠકો પર આગળ વધીને અડધો આંકડો પાર કર્યો હોવાથી પક્ષના કાર્યકરો બેંગલુરુમાં KPCC મુખ્યાલયની બહાર ઉજવણી કરી રહ્યા છે.

https://twitter.com/PTI_News/status/1657260961831477249?

11:17 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : કર્ણાટકની બીજેપીની ઓફિસમાંથી સાપ નીકળ્યો, મુખ્યમંત્રી પણ હતા હાજર

કર્ણાટકની મતગણતરી શરુ છે. અત્યાર સુધીના વલણોમાં કોંગ્રેસ પાર્ટી આગળ ચાલી રહી છે. આ વચ્ચે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ શિગગાંવમાં ભાજપ કેમ્પ ઓફિસ પહોંચશે. આ દરમિયાન ભાજપ પરિસરમાં સાપ ફરતો નજર આવ્યો હતો. સાપને પકડી પાડવામાં આવ્યો છે.

10:46 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : કર્ણાટકમાં કોંગ્રેસ 115 પર, ભાજપ 73 પર, જેડીએસ 29 પર આગળ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામમાં ચૂંટણી પંચની વેબસાઈટ પ્રમાણે 10.44 વાગ્યા સુધીમાં કોંગ્રેસ 115 પર, ભાજપ 73 પર, જેડીએસ 29 પર આગળ ચાલી રહી છે. જ્યારે અપક્ષ 3 અને અન્ય પક્ષો એક – એક સીટ પર આગળ ચાલી રહ્યા છે. અત્યારે કુલ 222 બેઠકો ઉપર ગણતરી ચાલી રહી છે.

10:31 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : કર્ણાટકના ચાર પ્રદેશોમાં પાર્ટીઓ કેવું પ્રદર્શન કરી રહી છે તેના પર ઝડપી કરો એક નજર

– બેંગલુરુ પ્રદેશમાં જ્યાં કોંગ્રેસ સામાન્ય રીતે જોરદાર પ્રદર્શન કરે છે, ભાજપ અત્યાર સુધી આગળ રહ્યું છે. મતદાન નિરીક્ષકોએ આ માટે આંશિક રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજધાની શહેરમાં હાઇ-ડેસિબલ ઝુંબેશ અને રોડ શોને આભારી છે.

– કલ્યાણ કર્ણાટકમાં કોંગ્રેસ પ્રારંભિક વલણો મુજબ મોટા ભાગના મતવિસ્તારોમાં આગળ છે. એક્ઝિટ પોલ્સે આગાહી કરી હતી કે કોંગ્રેસ 30+ બેઠકો જીતશે જ્યારે ભાજપ ત્યાં લગભગ 7 બેઠકો સુધી મર્યાદિત રહેશે.

– દક્ષિણ કર્ણાટક પ્રદેશમાં, JD(S) શરૂઆતના વલણો મુજબ મજબૂત પ્રદર્શન સાથે અડધાથી વધુ મતવિસ્તારોમાં કોંગ્રેસ આગળ છે.

– કર્ણાટક પશ્ચિમમાં, પ્રારંભિક વલણો સૂચવે છે કે ભાજપ મજબૂત પ્રદર્શન કરી રહ્યું છે.

10:31 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : ચૂંટણી પંચની સાઇટ અનુસાર, કોંગ્રેસ બહુમતી નજીક

ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર કોંગ્રેસ પાર્ટી શરુઆતના વલણોમાં બહુમતી નજીક છે. કોંગ્રેસ પાર્ટી 110 સીટો ઉપર આગળ નીકળી ચૂકી છે. રાજ્યમાં બીજેપી ઉમેદવારો 73 સીટો ઉપર આગળ છે. જેડીએસના ઉમેદવારો 24 સીટ ઉપર આગળ છે.

10:20 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ બેંગલુરુમાં મંદિરની મુલાકાત લીધી

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામી, જે ચન્નાપટનાથી પાછળ છે, તેમણે આજે બેંગલુરુમાં એક મંદિરની મુલાકાત લીધી.

10:01 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : ‘ભાજપને તે મુદ્દાઓને વળગી રહેવાનો આ સંદેશ છે’ કોંગ્રેસ નેતા પવન ખેરા

કર્ણાટકમાં કોંગ્રેસે મતગણતરીની શરૂઆતની લીડમાં અડધો આંકડો પાર કર્યા પછી, પાર્ટીના નેતા પવન ખેરાએ કહ્યું, “આ મહત્વના મુદ્દાઓને વળગી રહેવા માટે ભાજપને સંદેશ છે”.

https://twitter.com/PTI_News/status/1657238169564192769?

09:42 (IST) 13 May 2023
કર્ણાટક ચૂંટણી 2023 : ભારતમાં EVM કોણ બનાવે છે? જાણો ઈવીએમ મશીન કેવી રીતે કામ કરે છે

Karnataka Election Result 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું ત્યારે તમને ખબર છે ઈવીએમ મશિન કોણ બનાવે છે (Who Makes EVMs in India)? તે કેવી રીતે કામ કરે છે (how EVM machine works)? કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવે છે?

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/karnataka-election-result-2023-who-makes-evms-in-india-know-how-evm-machine-works/116931/

09:37 (IST) 13 May 2023
Karnataka election Result 2023 : કર્ણાટક ચૂંટણીની મતગણતરી શરુ, જાણો અત્યાર સુધીની 10 મોટી વાતો

Karnataka result top ten things : વોટોની ગણતરી રાજ્યના 36 સેન્ટરો પર સવારે 8 વાગ્યાથી શરુ થઈ ગઈ છે. ચૂંટણી પંચ અનુસાર હારજીતની પુરી તસવીર બપોર સુધીમાં આવી જશે. મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીત વ્યક્ત કરી છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/karnataka-assembly-election-2023-result-live-top-ten-things/116930/

09:24 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : કર્ણાટકમાં ભાજપના અનેક મંત્રીઓ પાછળ

કર્ણાટક ચૂંટણી પરિણામમાં કોંગ્રેસે શરુઆતના વલણોમાં ભાજપ સરકારના અનેક મંત્રીઓને પાછળ પાડી દીધા છે. ભાજપ સરકારના મંત્રી એમટી નગરાજ, મંત્રી મધુ સ્વામી સહિત અનેક દિગ્ગજ નેતા પાછળ ચાલી રહ્યા છે. ચૂંટણી પંચની વેસબાઇટ અનુસાર ભાજપ ભટકલમાં આગળ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ ચામરાજનગરમાં ગાળ છે. ચામરાજનગરમાં બીજેપીના સોમન્ના આગળ ચાલી રહ્યા છે.

https://twitter.com/ANI/status/1657225155893161990?

08:43 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : બીજેપીને સત્તાની બહાર રાખવા માટે કંઇપણ કરીશુંઃ યતિન્દ્ર

સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્રએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે અમે બીજેપીને સત્તામાંથી બહાર રાખવા માટે કંઈપણ કરીશું. કર્ણાટકના હિતમાં મારા પિતાજીને રાજ્યના મુખ્યમંત્રી બનવા જોઈએ.

08:37 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ બોલ્યા કર્ણાટકમાં અમારી જ સરકાર બનશે

કર્ણાટકના મુખ્યમંત્રી બસવારાજ બોમ્મઇએ કહ્યું કે આજે કર્ણાટક માટે મોટો દિવસ છે. આજે લોકોનો જનાદેશ આવશે. મને વિશ્વસા છે કે ભાજપ જ બહુમતી સાથે રાજ્યમાં એક સ્ટેબલ સરકાર બનાવશે.

08:31 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : બજરંગબલીના દ્વાર પર પહોંચ્યા સીએમ બસવરાજ બોમ્મઇ

કર્ણાટકમાં ચૂંટણીની મતગણતરી શરુ થઈ ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ પરિણામ પહેલા હુબ્બલીમાં હનુમાન મંદિર પહોંચ્યા હતા. બસવરાજ બોમ્મઇએ આશા વ્યક્ત કરી હતી કે કર્ણાટકમાં ભાજપ જ જીતશે.

https://twitter.com/ANI/status/1657215186376482816?

08:17 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates : 36 કેન્દ્રોમાં મતગણતરી શરૂ, કર્ણાટકમાં સુરક્ષાના કડક પગલાં

કર્ણાટકમાં 224 વિધાનસભા ક્ષેત્રના 36 કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. કુલ 224 આરઓ, 317 એઆરઓ, 4,256 કાઉન્ટીંગ સુપરવાઇઝર, 4,256 કાઉન્ટીંગ આસિસ્ટન્ટ અને 4,256 માઇક્રો ઓબ્ઝર્વર તૈનાત કરવામાં આવ્યા છે.

(કિરણ પરાશરનો અહેવાલ)

08:03 (IST) 13 May 2023
Karnataka Election Results 2023 Live Updates :બપોર સુધી તસવીર સ્પષ્ટ થવાની આશા

ચૂંટણી અધિકારીઓએ પરિણામ અંગે એક સ્પષ્ટ તસવીર બપોર સુધીમાં સ્પષ્ટ થવાની અપેક્ષા વ્યક્ત કરી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે અપ્રિય ઘટનાથી બચવા માટે રાજ્ય ભરમાં વિશેષકરીને મતગણના કેન્દ્રોની અંદર અને આસપાસ સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.

Web Title: Karnataka assembly election results 2023 live updates bjp congress news

Best of Express