Karnataka Election Results, કર્ણાટક ચૂંટણી પરિણામ: કોંગ્રેસની આગેકૂચ વચ્ચે પ્રિયંકાએ જાખૂ હનુમાન મંદિરમાં પૂજા કરી, સોનિયા ગાંધી પણ રહ્યા ઉપસ્થિત

Karnataka election results : હિમાચલથી પ્રિયંકા ગાંધીની તસવીર સામે આવી હતી. જેમાં તેઓ હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરતા દેખાઈ રહ્યા છે.

Written by Ankit Patel
Updated : May 13, 2023 12:55 IST
Karnataka Election Results, કર્ણાટક ચૂંટણી પરિણામ: કોંગ્રેસની આગેકૂચ વચ્ચે પ્રિયંકાએ જાખૂ હનુમાન મંદિરમાં પૂજા કરી, સોનિયા ગાંધી પણ રહ્યા ઉપસ્થિત
Karnataka Election Results 2023 Live: કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ

karnataka assembly election results live : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં શરુઆતી વલણોમાં કોંગ્રેસ બહુમતના આંકડાને પહોંચી ગઈ છે. ત્યારે મતગણતરી પહેલા ગુરુવારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી શિમલા સ્થિત પોતાના ખાનગી રહેણાંક પર પહોંચ્યા હતા. હિમાચલથી પ્રિયંકા ગાંધીની તસવીર સામે આવી હતી. જેમાં તેઓ હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરતા દેખાઈ રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવએ શિમલા સ્થિત પ્રસિદ્ધ જાખુ હનુમાન મંદિરમાં પૂજા કરી હતી.

શિમલા પહોંચ્યા સોનિયા ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ શુક્રવારે સાંજે શિમલા પહોંચ્યા હતા. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુની સાથે અન્ય નેતાઓએ ચંડીગઢ એરપોર્ટ ઉપર સોનિયા ગાંધીને રિસિવ કર્યા હતા. ચંડીગઢથી સોનિયા ગાંધી બાય રોડ શિમલા પહોંચ્યા હતા. જાણકારી પ્રમાણે રાહુલ ગાંધી પણ ટૂંક સમયમાં છરાબડા સ્થિત પ્રિયંકા ગાંધીના ખાનગી આવાસ પર જઇ શકે છે.

કર્ણાટક ચૂંટણી પરિણામ 2023 : કોંગ્રેસમાં જશ્નનો માહોલ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જ એક વીડિયો સામે આવ્યો છે. મતગણતરી પહેલા જ દિલ્હીના કોંગ્રેસ કાર્યાલયમાં ઢોલ નગારાની સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસ બહાર ઉજવણી કરવાની શરુ થઈ છે. AICC કાર્યાલયની બહાર કોંગ્રેસ મીઠાઈ વહેતા નજર આવી રહ્યા છે. બેંગલુરુ પાર્ટી કાર્યાલયની બહાર કોંગ્રેસ ના કાર્યકર્તાઓ એક બીજા સાથે ગુલાલ લગાવીને ઉજવણી કરી રહ્યા છે. અનેક કોંગ્રેસ નેતાએ પણ જીતનો દાવો કર્યો છે.

શરુઆતી વલણોમાં કોંગ્રેસને આગળ જોઈને સચિન પાયલટે કહ્યું કે કર્ણાટકમાં ભારે સંખ્યામાં અમે જીતી રહ્યા છીએ. 40 ટકા કમીશન સરકારને જનતાએ જાકારો આપ્યો છે. તમામ દુષ્પ્રચાર થયો છતાં પણ અમે મુદ્દા પર અડગ રહ્યા એટલા માટે જનતાએ અમને બહુમતી આપી છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરુઆતી વલણમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીએ પોતાના ધારાસભ્યોને આજે બેંગ્લુરુ પહોંચવા માટે કહ્યું છે. પાર્ટી સૂત્રોએ કહ્યું કે તેમણે બેંગ્લુરુ લઇ જવામાં આવી રહી છે દૂર-દરાજના વિસ્તારોમાં પણ વિશેષ સુવિધા કરવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ