હરિકિશન શર્મા : કર્ણાટકની ચૂંટણી નજીકમાં છે, પ્રચાર ચાલી રહ્યો છે અને દર વખતની જેમ, જ્ઞાતિ સમીકરણો પર મહત્તમ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પરંતુ શું કર્ણાટકનું રાજકારણ એવું છે કે, જ્યાં માત્ર જાતિના આધારે જ સત્તા મેળવી શકાય છે. શું કોઈ પણ પક્ષ માત્ર અમુક જ્ઞાતિઓને પોતાના પક્ષમાં રાખીને જીતવાનું વિચારી શકે છે? જો કોઈપણ પક્ષ એવું વિચારે છે, તો આ તેમનો મોટો ભ્રમ છે. કારણ કે, કર્ણાટક એ દક્ષિણમાં એક એવું રાજ્ય છે, જ્યાં જાતિઓથી ઉપર ઊઠીને ઘણા માપદંડોનું ધ્યાન રાખવાની જરૂર છે. જો આમ નહીં કરવામાં આવે તો પાર્ટીએ રાજકીય ઝટકા માટે તૈયાર રહેવું જોઈએ. આવા કુલ 10 પરિમાણો છે, જેના પર તમામ પક્ષોએ તેમનું ધ્યાન દોરવાની જરૂર છે.
કર્ણાટકની અર્થવ્યવસ્થા દેશ કરતા વધુ ઝડપી છે
કર્ણાટકને એક વિકસિત રાજ્ય તરીકે જોઈ શકાય છે. અત્યારથી નહીં, વર્ષોથી. આજ કારણોસર, જ્યારે રાજ્યની અર્થવ્યવસ્થાની વાત કરવામાં આવે છે, ત્યારે તે દેશના અર્થતંત્ર કરતાં વધુ ઝડપથી આગળ વધે છે. આનાથી સમજી શકાય છે કે, કર્ણાટકમાં વર્ષ 2022-23માં 7.6 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે દેશમાં સમાન સમયગાળા દરમિયાન 7 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. રાજ્યનો જીએસડીપી પણ 12.30 લાખ કરોડથી વધીને 13.26 લાખ કરોડ થયો છે.
સૌથી મોટી વાત એ છે કે, અત્યારે માત્ર મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ અર્થતંત્રની દૃષ્ટિએ તેનાથી આગળ છે. કર્ણાટક ચોથા નંબર પર છે, એટલે કે તેણે સતત ટોપ 4માં પોતાની પકડ નોંધાવી છે.
દેશ કરતા વધારે પ્રતિ વ્યક્તિ આવક
કર્ણાટક હાલના સમયમાં પ્રતિ વ્યક્તિ આવકના મામલામાં પણ દેશ કરતા આગળ છે. આંકડા દર્શાવે છે કે, 2021-22માં કર્ણાટકની પ્રતિ વ્યક્તિ આવક દેશની પ્રતિ વ્યક્તિની આવકથી દોઢ ગણી વધારે રહી છે. એવા માત્ર 6 રાજ્યો હતા, જ્યાં માથાદીઠ આવક કર્ણાટક કરતાં વધુ નોંધાઈ છે. આ યાદીમાં ગોવા, સિક્કિમ, દિલ્હી, ચંદીગઢ, ગુજરાત, હરિયાણા સામેલ છે. હાલમાં કર્ણાટકમાં માથાદીઠ આવક રૂ. 92,583 છે.
કર્ણાટકમાં માથાદીઠ આવકમાં ઝડપી વધારો
હવે કર્ણાટક માથાદીઠ આવકમાં વધુ સારું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, આંકડા પણ દર્શાવે છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, કર્ણાટક પણ સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી ‘વ્યક્તિદીઠ આવક’ના સંદર્ભમાં આગળ રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં, રાજ્યમાં માથાદીઠ આવકના સંદર્ભમાં 4.52 ટકાથી 10.56 ટકા વૃદ્ધિ જોવા મળી છે. જો આ જ અંતરાલમાં દેશની વાત કરીએ તો, માથાદીઠ આવક 8.86 ટકાથી વધીને 7.59 ટકા થઈ છે.
કર્ણાટકમાં બેરોજગારી પણ દેશના આંકડા કરતા ઓછી છે
પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) જણાવે છે કે, કર્ણાટકમાં બેરોજગારીનો દર 3.2 ટકા રહ્યો છે. હવે આ આંકડો સમગ્ર દેશના બેરોજગારી દર કરતા ઓછો છે. 2021-22માં દેશનો બેરોજગારી દર 4.1 ટકા હતો. બીજી બાજુ, જો આપણે શહેરી અને ગ્રામીણ બેરોજગારી દરની વાત કરીએ તો, ત્યાં પણ કર્ણાટકનું પ્રદર્શન દેશ કરતા સારું રહ્યું છે.
કર્ણાટકમાં મોંઘવારી પણ દેશ કરતા ઓછી છે
દેશમાં મોંઘવારી એક મોટો મુદ્દો છે, કર્ણાટકમાં પણ તેને મહત્વનો મુદ્દો માનવામાં આવી રહ્યો છે. પરંતુ એક આંકડો દર્શાવે છે કે, રાજ્યમાં મોંઘવારી દર પણ દેશની સરખામણીમાં ઓછો છે. આ વર્ષે માર્ચમાં છૂટક ફુગાવાનો દર 5.58% હતો, જ્યારે આ જ સમયગાળા દરમિયાન દેશનો આંકડો 5.66% નોંધાયો હતો.
દેશનું ચોથી સૌથી વધુ નિકાસ કરતું રાજ્ય
કર્ણાટક નિકાસના મામલે પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. દેસનીકુલ નિકાસ 4,22,004.42 મિલિયન ડોલર ગણવામાં આવી છે, જેમાંથી 6.13 ટકા કર્ણાટક પોતે કરે છે. આંકડાઓની વાત કરીએ તો કર્ણાટકમાંથી નિકાસ 25,874.50 મિલિયન ડોલર છે. માત્ર આ મામલામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ, કર્ણાટક કરતા કરતાં આગળ છે.
મહેસૂલ ખાધ ઓછી ચાલી રહી છે, દેશ કરતાં વધુ સારી કામગીરી
કર્ણાટક આર્થિક મોરચે ઘણા માપદંડો પર સારું પ્રદર્શન કરી રહ્યું હોય તેવું લાગે છે. આ કારણોસર, જ્યારે મહેસૂલ ખાધ તપાસવામાં આવી હતી, ત્યારે અહીં પણ રાજ્યએ દેશની સ્થિતિની તુલનામાં પોતાને વધુ સારી રાખી છે.
આ પણ વાંચો – કર્ણાટક ચૂંટણી 2023 : મુસ્લિમ અનામત ક્વોટા કેટલો છે? બોમાઈ સરકારનું 4, 13 અને 32નું ગણિત સમજો
ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા
બીપીએલ એટલે કે, ગરીબી રેખા નીચેની બાબતમાં પણ કર્ણાટકમાં સ્થિતિ કંઈક અંશે સારી દેખાય છે. 2013ના આંકડાઓ પર નજર કરીએ તો, રાજ્યમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા દેશની સરખામણીએ થોડી ઓછી છે. પરંતુ જો આપણે શહેરી ગરીબીની વાત કરીએ તો, કર્ણાટકમાં આ આંકડો દેશ કરતા થોડો વધારે છે.
ડિક્લેઈમર : આ આર્ટિકલ જનસત્તા પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો