કર્ણાટક ચૂંટણી પરિણામ 2023: ભાજપથી ક્યાં ચૂક થઈ? ‘કેમ વિકાસ કે હિન્દુત્વના દાવને ન મળ્યું સમર્થન’

Karnataka Election Results 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામના અત્યાર સુધીના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ (Congress) સરકાર બનાવશે. ભાજપની હારના મુખ્ય કારણો (Karnataka BJP lost reasons) શું હોવા જોઈએ. કેમ વિકાસ (development) કે હિન્દુત્વ (Hindutva) નો મુદ્દો કામ ન લાગી શક્યો?

Written by Kiran Mehta
Updated : May 13, 2023 14:00 IST
કર્ણાટક ચૂંટણી પરિણામ 2023: ભાજપથી ક્યાં ચૂક થઈ? ‘કેમ વિકાસ કે હિન્દુત્વના દાવને ન મળ્યું સમર્થન’
કર્ણાટક ચૂંટણી પરિણામ - ભાજપથી ક્યાં ભૂલ થઈ?

Karnataka Election Result 2023 : કર્ણાટક ચૂંટણીમાં, ભાજપ ઇચ્છવા છતાં પણ કોંગ્રેસને પછાડી શક્યું નથી. આમ છતાં, જ્યારે ડબલ એન્જિન સરકારનો વિકાસનો નારો ક્યાંય અટકતો જણાતો ન હતો, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ અપશબ્દોને પણ મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તે પણ કામ ન આવ્યું એટલે બજરંગ બલીને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા. પરંતુ શનિવારે મતગણતરી શરૂ થતાં જ ભાજપના તમામ દાવ ઊંધા પડ્યા છે. કોંગ્રેસ બહુમત તરફ ઝડપથી આગળ વધી રહી છે. 224ની વિધાનસભામાં 113નો બહુમતીનો આંકડો પાર કરતી દેખાઈ રહી છે. શનિવારે સવારથી જ કોંગ્રેસની બેઠકો બહુમતીથી આગળ દેખાઈ રહી છે.

કર્ણાટક ચૂંટણી માટે ભાજપે ઘણા સમય પહેલા તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હિજાબનો વિવાદ કર્ણાટકથી શરૂ થયો હતો. બજરંગ દળ અને વીએચપી જેવા સંગઠનોએ હિજાબ પ્રત્યે તીક્ષ્ણ વલણ દર્શાવ્યું હતું. તે પછી તે આખી દુનિયામાં ફેલાઈ ગયો. ભાજપને લાગતું હતું કે, હિજાબ વિવાદને કારણે હિંદુ મતદારો તેની તરફેણમાં ઊભા રહેશે. પરંતુ આવું થતું દેખાયુ નહી. ચૂંટણી પહેલા બસવરાજ સરકારે મુસ્લિમોને આપવામાં આવતી ચાર ટકા અનામતને નાબૂદ કરી દીધી હતી. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. પરંતુ પરિણામો જોતા એવું લાગતું નથી કે, ભાજપનો આ દાવ પણ કોઈ કામમાં ન લાગ્યો.

કર્ણાટકની હાર સાથે ભાજપના દક્ષિણ દરવાજા બંધ થઈ જશે

કર્ણાટકની સત્તામાં વાપસી અનેક કારણોસર ભાજપ માટે મહત્ત્વપૂર્ણ હતી. દક્ષિણના 5 મોટા રાજ્યો કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળમાંથી કર્ણાટક એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં ભાજપનો જંગી આધાર છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળમાં ભાજપનો જન આધાર નથી. આરએલએસ પણ આ રાજ્યોમાં પ્રવેશ કરવા માટે સંઘર્ષ કરી રહી છે. પરંતુ તેને કોઈ મોટી સફળતા મળી રહી હોય તેવું લાગતું નથી. દક્ષિણના ચારેય રાજ્યોમાં મજબૂત થવાની ભાજપ ઈચ્છા છતાં અહીં મજબૂત ટીમો બનાવી શકી નથી. જો કર્ણાટકની સત્તા ભાજપના હાથમાંથી નીકળી જશે, તો તેના મિશન દક્ષિણને પણ મોટો ફટકો પડશે.

બીએસ યેદિયુરપ્પાની અવગણના હંમેશા બીજેપીને ભારે પડી છે

કર્ણાટકમાં ભાજપ 2007થી સત્તામાં આવી રહ્યું છે, પરંતુ કર્ણાટકમાં તેને સ્પષ્ટ બહુમતી મળી નથી. ભાજપે 2018માં 104, 2013માં 40, 2008માં 110, 2004માં 79, 1999 અને 1994માં 44 બેઠકો જીતી હતી. લિંગાયત નેતા તરીકે જાણીતા યેદિયુરપ્પા કર્ણાટકમાં ભાજપની તાકાત છે. 2013માં જ્યારે તેઓ બીજેપીથી અલગ થયા ત્યારે ભાજપ 40 સીટો પર ઘટી ગઈ હતી. એ કહેવાની જરૂર નથી કે, કર્ણાટકમાં ભાજપની અત્યાર સુધીની સ્થિતિ પાછળ બીએસ યેદિયુરપ્પાનો સૌથી મોટો હાથ રહ્યો છે. આ વખતે બીએસ યેદિયુરપ્પાએ ચૂંટણી લડી ન હતી. તે અભિયાનમાં સામેલ થયા હોવો જોઈએ. પરંતુ તેમની ટિકિટ નકારવાથી નીચલા સ્તરે સંદેશ ગયો કે, પાર્ટી તેમની અવગણના કરી રહી છે. ભાજપની હાર પાછળનું સૌથી મોટું કારણ યેદિયુરપ્પાની અવગણના માનવામાં આવશે. અલબત્ત તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો છે, પરંતુ તેઓ એક માસ લીડર છે.

કોંગ્રેસે ભ્રષ્ટાચારમાં દેખાઈ સંજીવની, રાહુલ-પ્રિયંકાએ પણ 40%નો કર્યો ઉલ્લેખ

કોંગ્રેસે કર્ણાટક કબજે કરવા માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પાર્ટી અધ્યક્ષ ડીકે શિવકુમારે 40 ટકા કમિશનનો મુદ્દો બનાવીને બીજેપી નેતાઓ પર સીધો હુમલો કર્યો. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ આ મુદ્દાનું મહત્વ સમજ્યું અને ચૂંટણી રેલીઓમાં તેને ઉગ્રતાથી મુદ્દો બનાવ્યો. તેઓ જાણતા હતા કે, ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારથી લોકો પરેશાન છે અને આ જ બાબત કોંગ્રેસને સત્તાના ટોચના સ્થાને લઈ જઈ શકે છે. પરિણામો પરથી લાગે છે કે, 40 ટકા કમિશનથી જનતા પણ પરેશાન હતી. ચૂંટણી પરિણામો પર આ મુદ્દાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે.

આ પણ વાંચોકર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામના તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કેન્દ્રની દખલગીરીથી રાજ્યના નેતાઓ ઉદાસીન રહ્યા, ટિકિટની વહેંચણી બાદ કેટલાકે પક્ષ છોડી દીધો

જ્યારે બીએસ યેદિયુરપ્પાને સીએમની ખુરશી પરથી હટાવવામાં આવ્યા ત્યારે જ સ્પષ્ટ થયું કે, કેન્દ્રીય નેતૃત્વ તેમનાથી નારાજ છે. પડદા પાછળ એવી અટકળો ચાલી રહી હતી કે, યેદિયુરપ્પા દિલ્હીના નિર્ણયને સ્વીકારવામાં અચકાતા હતા. એટલા માટે તેઓ મોદી-શાહની જોડીથી નારાજ થયા. જેના કારણે તેમને સીએમનું પદ ગુમાવવું પડ્યું હતું. તેમના પછી બસવરાજ બોમાઈને કમાન સોંપવામાં આવી. તે તમામ કામ દિલ્હીના ઈશારે કરતા હતા. રાજ્યના રાજકારણમાં દિલ્હીની દખલગીરી સ્થાનિક નેતાઓને પસંદ પડી ન હતી. ટિકિટની વહેંચણી બાદ ઘણાએ આ જ કારણસર પાર્ટીને અલવિદા કહી દીધું. તેમણે કહ્યું કે, બસવરાજ માત્ર નામના સીએમ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ